Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ' મર્યાદા મુજબ રૂપી દ્રવ્યનું જાણવું તે અવધિજ્ઞાન.
૪ ગવ પૂર્વકથા ધાતુથી કર્મ આદિ સાધનોમાં મધ શબ્દ બને છે. બવ શબ્દ અધ: વાવી છે. તે મુજબ અવધિજ્ઞાન નીચેની તરફ ઘણા પદાર્થોનો વિષય ગ્રહણ કરે છે.
અવધશબ્દ મર્યાદાનો પણ સૂચક છે અર્થાત્ દ્રવ્ય અને ક્ષેત્ર વગેરેની મર્યાદાથી સીમીત એવું જ્ઞાન તે અવધિજ્ઞાન છે.
૪ અવધિજ્ઞાન આડા આવરણને લીધે અવધિજ્ઞાન થતું નથી. તેથી આવા અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ઉપશમથી પ્રગટ થાય તેને અવધિજ્ઞાન કહે છે.
(૪) મન:પર્યવજ્ઞાન-મનનો પર્યાય તેમન:પર્યાયમન:પર્યાય એવુંજેજ્ઞાન તેમન:પર્યવજ્ઞાન. # મનચિંતિત અર્થનું જાણવું તે મનઃ પર્યવજ્ઞાન.
# મનોગત અર્થને મન કહે છે. મનમાં રહેવાને કારણે તે અર્થ મન કહેવાય છે. મનોવિચાર વિષય વિશુધ્ધિવશ જાણી લેવો તે મન:પર્યવ છે.
છે બીજાના મનોગત અર્થને મન કહે છે. સંબંધથી તેનું પરિગમન કરવાવાળા જ્ઞાનને મન:પર્યવ જ્ઞાન કહેવાય છે.
$ મન:પર્યવ જ્ઞાનનાં આવરણ આડા આવતા મન:પર્યવજ્ઞાન ઉપજતું નથી. આવા મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં જે જ્ઞાન ઉત્પન્ન થાય તે મન:પર્યવ જ્ઞાન.
(પ)કેવળજ્ઞાનઃ- કેવળ એટલે એક. સ્વભેદ રહિત અથવા શુધ્ધ,સઘળા આવરણથી રહિત, સંપૂર્ણ કે અસાધારણ, સર્વ વ્યભાવને જણાવનારું જ્ઞાન તે કેવળજ્ઞાન.
$ કેવળ અખંડપણે લોકાલોકનું તથા રૂપી અરૂપી સર્વદ્રવ્યનું અને સર્વ જીવાજીવના સર્વ પર્યાયોનું સમકાળે જાણવું તે કેવળજ્ઞાન.
કેવળજ્ઞાન આડે આવતા આવરણોને કારણે બંધાયેલ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં ઉપજતું જ્ઞાન કે જે સર્વ આવરણથી રહિત છે. શુધ્ધ અને સંપૂર્ણ છે. મતિજ્ઞાનાદિ રહિત અસાધારણ છે. સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર છે.
4 बाह्येनाभ्यन्तरेण च तपसा यदर्थमर्थिनी मार्ग केवन्ते सेवन्ते तत्केवलम् अथाननेमाटेवा અને અભ્યત્તર તપ દ્વારા માર્ગનું ક્વન અર્થાત સેવન કરે છે.તે કેવળજ્ઞાન કહેવાય છે.
જ મતિ આદિ જ્ઞાનોના કમનું રહસ્ય
(૧)મતિ શબ્દ ધિ સંશક છે અલ્માક્ષર છે અને મતિજ્ઞાન અલ્પ વિષયક છે માટે તેનું ગ્રહણ સર્વ પ્રથમ કર્યું છે.
(ર)શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે. વળી પરોક્ષથી જ્ઞાનના માત્ર બે ભેદ જ છે માટે શ્રુતનું ગ્રહણ મતિપૂર્વક કર્યું છે. વળી મતિ અને શ્રુત બંને સહભાવી હોવાથી તેની પાસે નિર્દેશ કર્યો છે.
(૩)પરોક્ષજ્ઞાન અન્ય સાધનની અપેક્ષા રાખે છે. તેમજ દરેક જીવમાં અલ્પાંશે પણ તેનું અસ્તિત્ત્વ રહેતું હોઈ પ્રથમ નિર્દેશ કર્યો, જયારે પ્રત્યક્ષ જ્ઞાન મન અને ઈન્દ્રિયની સહાયથી રહિત હોય તેનો પછી નિર્દેશ કર્યો. આવા પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદોમાં સર્વપ્રથમ અવધિજ્ઞાન લીધું કેમ કે ત્રણેમાં તે જ્ઞાન સૌથી અલ્પ વિશુધ્ધિવાળું છે.
(૪)અવધિ જ્ઞાન પછી અને કેવળજ્ઞાન પૂર્વે મન:પર્યવજ્ઞાન ગ્રહણ કર્યું.અવધિજ્ઞાનથી તે વિશુધ્ધતર છે. સંયમી આત્માઓને જ ઉત્પન્ન થાય છે. વળી આ જ્ઞાનની ઉત્પત્તિ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org