Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૯
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ નિયમા કેવળજ્ઞાન થાય જ છે. તેથી ચોથા ક્રમે મન:પર્યવ જ્ઞાનનું ગ્રહણ કરેલ છે,
કેવળજ્ઞાનની નજીક મન:પર્યવ જ્ઞાન ગ્રહણ કરવાનું એક કારણ એ પણ છે કે તે બંને જ્ઞાનમાં યથાખ્યાત ચારિત્રસમાન અધિકરણ છે. પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી છેલ્લે થાય છે. માટે તેને અંતે લેવાનું હોવાથી આ જ્ઞાન તે પૂર્વે મૂક્યું.
(૫)કેવળજ્ઞાનની પ્રાપ્તિ સૌથી અંતે થતી હોવાથી તેનું ગ્રહણ છેલ્લે એટલે કે પાંચમેકર્યું. વળી કેવળજ્ઞાનથીમોટુંબીજુંકોઈજ્ઞાનનથી. આજ્ઞાન પ્રાપ્તિ પછી બીજાકોઇજ જ્ઞાનની આવશ્યક્તારહેતી નથી. કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ નિર્વાણ થવાનું જ છે માટે તેને અંતિમ સ્થાને મૂકયું.
વિવિધ શંકાઓ -
(૧)મતિ-શ્રુત એક કેમ નહીં? મતિ અને શ્રુત બને સહચારી છે. એક વ્યકિતમાં સાથે જોવા મળે છે. તો પછી તે બંનેને એક જ કેમ નથી ગણતા?
# મતિ અને શ્રુત બંને મન અને ઇન્દ્રિયોની સહાયથી થતા હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે. મતિજ્ઞાનમાં તે હોતું નથી.
# મતિ જ્ઞાન વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે. જયારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે.
૪ મતિજ્ઞાનની અપેક્ષા એ શ્રુતજ્ઞાન વિશુધ્ધ છે. તેથી શ્રુતજ્ઞાન વિશેષ બોધદાયી છે.
વિષય એક હોવાથી બંને જ્ઞાન એક ગણી શકાય નહીં. કેમ કે ઘડાનું દર્શન અને સ્પર્શ બંને ઘડાનું જ જ્ઞાન કરાવતા હોવા છતાં જેમ ભિન્ન છે તેમ મતિ અને શ્રુતનો વિષય સમાન હોવા છતાં જાણવાના પ્રકાર જુદાજુદા છે માટે બંને જ્ઞાન ભિન્ન છે.
નોંધઃ-સૂત્ર-૨૦માં ફરી મતિ-શ્રુતની ભિન્નતાની વિશેષ ચર્ચા આવવાની જ છે તે નોંધ લેવી. (૨)જ્ઞાને એકવચનમાં કેમ?
પૂ.હરીભદ્રસૂરિજી કૃત ટીકામાં જણાવે છે કે મતિ વગેરે પ્રત્યેક અલગ જ્ઞાન છે. જ્ઞાન એકજનથી. એકવચન નિર્દેશથી ઓધથકી બધાનું સમાન જાતીયત્વ જણાવે છે. તેથી બધાં જ (મતિ વગેરે) વિષયના અવબોધમાં જ્ઞાન જ છે તેવો સૂત્રનો સમુદાય અર્થ નીકળે છે.
(૩)સમ્યગ્દર્શન માફક સમ્યજ્ઞાનનું લક્ષણ કેમ નહીં?
અહીંસૂત્રમાં “જ્ઞાન” શબ્દ મુક્યો છે. સમ્ય જ્ઞાન નહીં. તાર્કિકખુલાસો કરતા પંડિત સુખલાલજી જણાવે છે કે જીવસમ્યગ્દર્શન રહિત હોય છે પણ જ્ઞાન રહિત કયારેય હોતો નથી. કોઈને કોઈ જ્ઞાન તેનામાં અવશ્ય હોવાનું. એ જ જ્ઞાનમાં સમ્યક્તનો અવિર્ભાવ થતા સમ્યગુજ્ઞાન બની જવાનું.
બીજો મહત્વનો મુદ્દો એ નોંધ્યો છે કે સમ્યજ્ઞાન સમ્યક્ત સહચારી હોય છે. અસમ્યજ્ઞાન સમ્યક્ત રહિત હોય છે.
આ શાસ્ત્રમાં અધ્યાત્મ દૃષ્ટિ જ મહત્વની હોવાથી જે જ્ઞાન સંસારની વૃધ્ધિ કે આધ્યાત્મિક પતન કરાવેતેને અસમ્યજ્ઞાન ગયું અને જે જ્ઞાન મોક્ષમાર્ગ બને અર્થાત મોક્ષના સાધનરૂપ બને તે સમ્યજ્ઞાન સમજવું. તેથી શ્રધ્ધા કે સમ્ય દર્શનનો પાયો જ્ઞાન માટે આવશ્યક ગણ્યો. આમ સમ્યગ્દર્શન હોવું તેજ તેનું લક્ષણ ગણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org