Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પ૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે. વ્યવહારનયે મિથ્યાષ્ટિને પ્રતિપન્ન નથી હોતું પણ પ્રતિપદ્યમાન હોય છે.
(૧૩)સંશી માર્ગણા - સંજ્ઞીને પ્રતિપન અને પ્રતિપદ્યમાન બને હોય છે. અસંશી ને પ્રતિપન્ન એક જ સમકિત હોય છે.
(૧૫) આહારક માર્ગણાઃ- આહારીને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત છે પણ અણાહારીને માત્ર પ્રતિપન્ન જ હોય.
ભાષ્યકારમતે જે “ઉપયોગદ્વાર છે તેમાં સાકારવાળાને પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન બંને સમકિત છે. જયારે અનાકાર ઉપયોગીને પ્રતિપન્ન સમકિત જ હોય છે.
[આ રીતે આઠ દ્વારની વિવેચના કરવી.] # સૂત્રમાં ૨ કારનો અર્થ સૂત્રકારે સૂત્રમાં મૂકેલ ૨ કાર સમુચ્ચયાર્થક છે.
એક અર્થ એવો પણ છેકેસૂત્રઃ૭ની સાથેસૂત્રઃ૮નોસંબંધ જોડેલ છે. અધિગમના ઉપાયો સૂત્ર૭ મુજબના નિર્દેશાદિ છે તથા આ સૂત્ર ૮ મુજબના કુલ સત વગેરે આઠ એમ ચૌદ છે.
બીજો અર્થ એવો ગ્રહણ કરવો કે અધિગમ માત્ર વાસ-પ્રમાણ કે નયથી જ થાય તેમ નથી પણ આ ચૌદ દ્વારા થકી પણ થાય છે.
જ નિર્દેશાદિક૭ અને સત્ સંખ્યાવાળા સૂત્ર ૮ વચ્ચે તફાવત શો છે.?
નિર્દેશાદિની અધિગમ પધ્ધતિને વ્યવહારિક ગણાવી છે. સતસંખ્યાની પધ્ધતિને શાસ્ત્રીય ગણાવી છે. જોકે પ્રમાણ અને નય દૃષ્ટિએ તો બંને સત્રમાં રહેલાદ્વારોનો સમાવેશ પ્રમાણ-નયમાં થઈ જાયું છે. છતાં અહીં જે ભાગ કર્યા છે તે શિષ્યોના અભિપ્રયાનુસારતત્ત્વાર્થ દેશના છે.
કેટલાંક શિષ્ય સંક્ષેપ રૂચિવાળા હોય કેટલાંક વિસ્તાર રુચિવાળા હોય. કેટલાંકને અતિ સંક્ષેપમાં સમજ નથી પડતી તો કેટલાંકને અતિ વિસ્તૃત સમજાતું નથી. આવા બધાં જીવોને માટે અહીં ભેદ પાડેલ છે
જ નિર્દેશ અને સત નો તફાવતઃ
નિર્દેશ અને સત બંને પ્રથમ દૃષ્ટિએ સમાન લાગે છે, પણ સત્ કારમાં ગતિ-ઇન્દ્રિય કષાય વગેરે ચૌદ માર્ગણા કયાં છે? કયાં નથી? વગેરે રૂપે સમ્યગ્દર્શનાદિનું અસ્તિત્ત્વ સૂચિત કરાય છે. વળી અધિકૃત જીવાદિનું ગ્રહણ નિર્દેશથી થાય છે પણ અનધિકૃત ક્રોધાદિ તથા અજીવ પર્યાય વર્ણાદિના અસ્તિત્ત્વનું સૂચન કરવા માટે “સ”” દ્વાર જરૂરી છે.
૪ વિધાન અને સંખ્યાનો તફાવતઃ
“વિધાન'' દ્વાર સમ્યગ્દર્શનાદિના પ્રકારો ગણતરી થાય છે. જયારે “સંખ્યા' દ્વારા તેના પ્રત્યેક પ્રકારોની સંખ્યાની ગણતરી થાય છે. જેમકેપિશમસમ્યગદૃષ્ટિઆટલા. ક્ષાયિક સમ્યગુ દૃષ્ટિ આટલા વગેરે પેટા ભેદની ગણતરી પણ સંખ્યામાં થાય છે. ટૂંકમાં કહીએ તો પ્રકારની ગણના “વિધાનમાં થાય છે અને પેટા ભેદોની ગણના “સંખ્યા માં થાય છે.
જ ક્ષેત્ર અને અધિકરણમાં તફાવતઃ
અધિકરણ'' (આધાર)થી થોડી જગ્યા સૂચવાય છે તેથી તે વ્યાપ્ય છે. “ક્ષેત્ર શબ્દ વ્યાપક હોવાથી અધિક જગ્યાને સૂચવે છે.
જ કાળ અને સ્થિતિનો તફાવત - “સ્થિતિ” શબ્દ વ્યાપ્ય છે. તે કેટલાંક પદાર્થોની કાળમર્યાદા બતાવે છે. “કાળ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org