Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
- ૫૧
અધ્યાયઃ ૧ સૂત્ર: ૮
(પ)કાળ - વિક્ષિત તત્ત્વ કેટલા કાળ સુધી રહે? તેની વિચારણા કરવી. કોઈ પણ ક્ષેત્રમાં રહેલા પદાર્થની સમય મર્યાદા નક્કી કરવી તે કાળ.
સમ્યગ્દર્શનનીચર્ચાકાળદ્વારનાઆધારે કરતાં પ્રશ્ન કર્યો કે તે કેટલોકાળરહેછે? કાળની પરીક્ષા કેપ્રરૂપણા બે પ્રકારે થાય છે. એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ.
એકજીવની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો જધન્યકાળ અન્તર્મુહૂર્તમાત્ર છે અને ઉત્કૃષ્ટ કાળ દક સાગરોપમ કરતાં કંઈક વધારે છે. અર્થાત કોઈ એક જીવને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી ઓછામાં ઓછું અત્તમૂહૂર્ત સુધી અવશ્ય રહે છે ત્યાર પછી છૂટી પણ જઈ શકે છે. વધુમાં વધુ સાગરોપમ કરતા કંઈક અધિક કાળ સુધી રહે છે પછી અવશ્ય છૂટી જાય છે.
અનેક જીવોની અપેક્ષાએ તો સમ્યગ્દર્શનનો સંપૂર્ણ કાળ છે. અર્થાત કોઇપણ સમય એવો છે નહીં-હતો નહીં કેહશે નહીં કે જયારે એક પણ જીવને સમ્યગ્દર્શન હોય નહીં કે થાય નહીં.
(૬)અંતર-વિવલિત તત્ત્વની પ્રાપ્તિ થયા બાદ તેનો વિયોગ થાય તો કેટલા કાળ સુધી વિયોગ રહે? તેનું જ્ઞાન આ દ્વાર વડે થાય છે.
અંતર શબ્દના અનેક અર્થો નીકળે છે. અંતરનો અર્થ છિદ્ર-અન્ય-મધ્ય-સમીપવિશેષતા-બહાર-વિરહ વગેરે થાય છે તેમાં અહીં વિરહ અથવા વિયોગ અર્થ ગ્રહણ કર્યો છે.
સમ્યગ્દર્શન નો વિરહકાળ કેટલો છે? એક જીવની અપેક્ષાએ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તન સિધ્ધસેનીયટીકામાં જણાવ્યા મુજબ કંઈક ન્યુન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ એ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કહ્યો છે. પણ અનેક જીવની અપેક્ષાએ અંતરકાળ વિરહ કદી થતો જ નથી.
એક જીવની અપેક્ષાએ અંતર થઈ શકે કેમ કે ઉત્પન્ન થયેલું સમક્તિ છૂટી પણ જાય અને ફરી ઉત્પન્ન પણ થાય. પણ કોઈને કોઈજીવતોસમકિતી હોવાનોજ, માટે સર્વથા વિરહતોકદીન થાય.
(૭)ભાવઃ- ઔદયિક-સાયિક-લાયોપશમિક-ઔપથમિક-પારિણામિક એ પાંચ ભાવોમાંથી કયા ભાવે વિવક્ષિત તત્ત્વ છે તેની વિચારણા કરવી. *
સમ્યગ્દર્શન આ પાંચ ભાવોમાં કયો ભાવ છે? ઔદયિક અને પારિણામિક ભાવોને છોડીને ત્રણે ભાવોમાં સમ્યગ્દર્શન હોય છે. અર્થાત્ સમ્યગ્દર્શન ઔપથમિક શાયોપથમિક સાયિક ત્રણે ભાવોમાં હોય છે.
(૮)અલ્પબદુત્વ -તત્ત્વોના સ્વામીને આશ્રયીને ન્યૂન અધિકપણાનો વિચાર કરવો તે.
સમ્યગ્દર્શન - વિષયે સૂત્રકાર પ્રશ્ન કરે છે કે ત્રણેય ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોમાં ઓછા-વધતાપણું શું છે?
સર્વથી થોડું ઔપશમિક સમ્યગ્દર્શન. તેથી અસંખ્યગણું ક્ષાયિક સમ્યગ્દર્શન તેથી અસંખ્યગણું લાયોપથમિક સમ્યગ્દર્શન.
સમ્યગ્દષ્ટિઓ તો અનંત ગુણા છે.
[નોંધઃ- જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિ એવો ભેદ નથી પાડતા ત્યાં પથમિક સમ્યગ્દર્શનવાળા જીવો સર્વથી અલ્પ છે. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્યાત ગુણા છે. અને તેના કરતા ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા જીવો અનંતગુણા છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org