Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૭
૪૫ વિધાન (ભેદ):- સામાન્ય રીતે બંધનો એક ભેદ છે. શુભ અને અશુભ ભેદે, બંધ બે પ્રકારે છે. પ્રકૃત્તિ-સ્થિતિ-રસ-પ્રદેશથી બંધ ચાર પ્રકારે છે. મિથ્યાત્વ-અવિરતિ-કષાયયોગ અને પ્રમાદથી બંધ પાંચ પ્રકાર છે. જ્ઞાનાવરણીયાદિ મૂળ ભેદે આઠ પ્રકાર છે. કર્મપ્રકૃત્તિ ભેદે ૧૫૮ પ્રકારે પણ બંધ કહેવાયેલ છે.
(૫)સંવર-છ દ્વારોથી ચર્ચા
નિર્દેશઃ- આશ્રવ નિરોધને સંવર કહે છે. અથવા નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ ચાર સ્વરૂપે સંવર છે.
સ્વામિત્વઃ- સંવરનો સ્વામી જીવ છે. અને રોકવામાં આવતા કર્મની દ્રષ્ટિએ કર્મ પણ સ્વામિ ગણી શકાય.
સાધન - ગુપ્તિ-સમિતિ-ભાવના ધર્મ વગેરે તેના સાધનો છે. અધિકરણ-સંવરનો આધાર જીવ પોતે છે.
સ્થિતિઃ - સંવરની જધન્ય સ્થિતિ અંતમૂહુર્ત છે. ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટિ પ્રમાણ રીવર્તક માં કહી છે.
વિધાન-સંવર પોતે એક ભેદે છે. ગુપ્તિથી ત્રણ ભેદ, સમિતિથી પાંચ ભેદે, ઘર્મથી દશ ભેદે; ભાવના ૧૨ ભેદે, પરીષહજય-૨૨ ભેદ, તપ બારભેદ,ચારિત્ર પાંચ ભેદે, એવા પ૭ ભેદે સંવર ગણાવાય છે.
(૬)નિર્જરા - છ દ્વારોમાં નિર્જરા તત્ત્વની ચર્ચા.
નિર્દેશક-સમયના પરિપાકે ભોગવાયાથી કેતપવિશેષ થકી કર્મોની ફળદાન શક્તિ નષ્ટ કરી કર્મોને ખેરવી દેવાતે નિર્જરાનું સ્વરૂપ છે. નામ-સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર સ્વરૂપે પણ નિર્જરાછે.
સ્વામિત્વ -ભાવથી આત્માએ નિર્જરાનો સ્વામી છે. દ્રવ્યથી કર્મએ નિર્જરાનો સ્વામી ગણાય. સાધનઃ-નિર્જરાનું સાધન તપ છે અને બીજું કર્મવિપાક છે. અધિકરણઃ- આત્મા અથવા નિર્જરા પોતે જ અધિકરણ છે.
સ્થિતિઃ-જધન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત સ્થિતિ કહી. બીજી રીતે સાદિ , સાંત સ્થિતિ એટલે કે કર્મ બંધથી કર્મ ભોગવાઈ જાય ત્યાં સુધી.
વિધાન(ભેદ)કર્મ અપેક્ષાએ તો સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ છે. મૂળ પ્રકૃત્તિ દ્રષ્ટિએ આઠ ભેદ છે. પ્રકૃત્તિ ભેદે ૧૫૮ ભેદ છે. સામાન્યથી નિર્જરા એક ભેદ ગણાય.
(૭)મોક્ષ - છ દ્વાર થકી મોક્ષની ચર્ચા.
નિર્દેશઃ- સંપૂર્ણ કર્મોનો ક્ષય તે મોક્ષ છે, અથવા નામ-સ્થાપના -દ્રવ્ય-ભાવ એ ચાર સ્વરૂપે પણ મોક્ષ નિર્દેશ થાય છે.
સ્વામિત્વઃ- પરમ આત્મા અને મોક્ષ સ્વરૂપજ તેનો સ્વામી છે. સાધન-સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર મોલના સાધન છે. જુઓ સૂત્ર૧:૧] અધિકરણઃ- જીવ અને પુદ્ગલ તેનો આધાર છે. સ્થિતિ -મોક્ષની સ્થિતિ સાદિ અનન્ત છે. વિધાન-સામાન્યથી મોક્ષનો એક જ પ્રકાર છે. દ્રવ્ય-ભાવ અને ભોક્તવ્ય દૃષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org