Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા $ ભેદ પ્રકાર -૧
જ્ઞાનનયઃ- જે અભિપ્રાય જ્ઞાનથી સિધ્ધિ બતાવે છે તેને જ્ઞાનનય કહે છે. $ ભેદપ્રકાર-૨ઃ- જે અભિપ્રાય ક્રિયાથી સિધ્ધિ બતાવે છે તે ક્રિયાનય કહે છે.
(૧)નિશ્ચયનયઃ- જે દ્રષ્ટિવસ્તુનીતાત્વિક અર્થાત મૂળ સ્વરૂપને સ્પર્શે તે નિશ્ચયનય. જેમ કે જીવ સચ્ચિાનંદ રૂપ છે.
(૨)વ્યવહાર નયઃ- જે દ્રષ્ટિ વસ્તુની ધૂળ કે બાહ્યાવસ્થા તરફ લક્ષ ખેંચે છે. તે વ્યવહારનય. જેમ કે જીવ કર્મબધ્ધ છે તેના કોઈ પણ ઉદાહરણ.
૪ ભેદપ્રકાર-૩:- પ્રમાણનયતત્તાલોકાલંકારમાં નયના મુખ્ય બે ભેદો કહ્યા.
(૧)વ્યાસનય:- વિસ્તાર રૂપ નયને વ્યાસન કહે છે. જો નયના વિસ્તારથી ભેદ કરવામાં આવે તો તે અનંત થશે. કેમ કે વસ્તુમાં અનંત ધર્મ છે અને એક એક ધર્મને જાણવા માટે એક એક નય હોય છે તેથી વ્યાસનયના ભેદોની સંખ્યા નિર્ધારિત થઈ શકે નહીં.
(૨)સમાસનયર-સંક્ષેપરૂપનયનેસમાસનય કહેવામાં આવે છે. આ સમાસનયના પણ બે ભેદ છે. [૧]દ્રવ્યાર્થિક-દવ્યને મુખ્ય રૂપથી વિષયકરવાવાળું વ્યાર્થિકનય છે.દ્રવ્ય એટલે મૂળ પદાર્થ.
વ્યાર્થિક નય સામાન્યગ્રાહી છે. માત્ર શુધ્ધ ચેતના તરફ ધ્યાન અપાય ત્યારે તે દ્રવ્યાર્થિક નય સમજવો.
[૨]પર્યાયાર્થિકન:- પર્યાયને મુખ્ય રૂપથી વિષય કરવાવાળા પર્યાયાર્થિકનય છે.
દ્રવ્યના પરિણામને પર્યાય કહેવાય છે જેમ કે માટી એદ્રવ્ય છે. અને ઘડો એ તેનો પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે પણ નારકી -તિર્યંચ-મનુષ્ય એ તેના પર્યાયો છે.
દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદોઃ-માઘૌ તૈકામ સંપ્રદ વ્યવહાર મેવત નેધા
(૧)નૈગમનય-નિગમ એટલે સંકલ્પ કે કલ્પના. તેથી થતો વ્યવહારતે નૈગમ. અર્થાત લૌકિક રૂઢિ કે સંસ્કારના અનુસરણમાંથી જે વિચાર જન્મે છે તે નૈગમ નય છે.
(૧)ભૂત નૈગમ:- થઈ ગયેલી વસ્તુનો વર્તમાન રૂપે વ્યવહાર કરવો. જેમ કે તે જ આ દિવાળીનો દિવસ છે કે જે દિવસે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા. . (૨)ભવિષ્યત નૈગમ:- ભવિષ્યમાં ભૂતની (વર્તમાનની) કલ્પના કરવી. જેમ તે ચોખા ચૂલે મૂક્યા હોય, રંધાયા ન હોય છતાં રંધાઈ ગયા છે તેમ કહેવું.
(૩)વર્તમાન નિગમ- વર્તમાનમાં જે ક્રિયા શરૂ થઈ ન હોય તેને વર્તમાનરૂપે કથન કરવું. જેમ કે ચોખા રાંધવા શરૂ થયા હોય. માત્ર પાણી જ ગરમ મૂકયું હોય તો પણ ચોખા રાંધુ છું તેમ કહેવું. તેને સંકલ્પ નૈગમ પણ કહે છે.
(૨)સંગ્રહનયઃ-જેસમ્યક પ્રકારે ગ્રહણ કરાયછેતે સંગ્રહનય. આનયમાં સામાન્યજ્યની માન્યતા છે પણ વિશેષની નથી.
જેમ કે આત્મા એક છે. હવે ખરેખર જુઓ તો આત્મા તો બધાં શરીરમાં અલગ અલગ છે. છતાં આત્મા જાતિ તરીકે એક છે તેવું કથન કરવું તે સંગ્રહનયનો મત છે.
(૩) વ્યવહારનયઃ- સામાન્ય રૂપે નિર્દિષ્ટ કરાયેલી વસ્તુ વિગતવાર સમજી શકાય તે માટે તેના ભેદ પાડી પૃથક્કરણ કરી બતાવનાર વિચાર તે વ્યવહારનય.
વ્યવહાર એટલે બહુ ઉપચારવાળો વિસ્તૃત અર્થવાળો એવો જે લૌકિક બોધ અર્થાત લોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org