Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ
૩૭ ખોવાયેલી વસ્તુ હાથ આવે ત્યારે “તે જ આ પ્રતિમા છે.” તેવું જ્ઞાન મ્હરે તેને પ્રત્યભિજ્ઞાન કહે છે.
(૩)ત- જે વસ્તુ જેના વગર રહેતી નથી તે વસ્તુનો તેની સાથેના ત્રિકાલ વ્યાપી સંબંધનો નિશ્ચયતેતર્ક જેમકે ધૂમછે ત્યાં અગ્નિ છે. એન્ટેના જોઇ ટી.વી. છે. આવો નિયમ જાણનાર એન્ટેના જોઇ ટી.વી.નું અનુમાન કરી શકે.
સ્મરણમાં અનુભવ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને અનુભવ બંને કારણરૂપ છે. તર્કમાં અનુભવ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન ત્રણે જ્ઞાનો કારણ રૂપ છે.
(૪)અનુમાનઃ- વસ્તુના અનુમાન માટે વસ્તુને છોડીને નહીં રહેનાર એવો પદાર્થ જેને હેતુ કહેવામાં આવે છે. તેનું ભાન થવું જોઈએ. જેમ કે ધુમાડો જોતા ત્યાં અગ્ની હશે તેવું અનુમાન થાય.
# સ્વાર્થઅનુમાનઃ-માત્ર હેતુને જોવાથી આત્મગત જે બોધ થાય છે તેને સ્વાર્થનુમાન કહે છે. જેમ કે ધુમાડો જોતાં અગ્ની હોય તેવો બોધ થવો.
a પરાર્થ-અનુમાનઃ- આવો જ બોધ થયો હોય તે બીજાને જણાવવા માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવે તે પરાર્થાનુમાન જાણવું.
(૫)આગમપ્રમાણ-આપ્તમનુષ્ય કે પ્રામાણિકપુરષના વચનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે આગમ.
અહીં આપ્તની વ્યાખ્યા કરતા જણાવે છે કે કહેવાયોગ્ય વસ્તુને યથાર્થ જાણે અને જાણ્યા પ્રમાણે જે કહે તે આપ્ત. આવા પ્રમાણિક પુરુષનું વચન જ અવિસંવાદિ હોય છે.
જ નયનું સ્વરૂપ
(૧)શાસ્ત્રરૂપ પ્રમાણથી જ્ઞાત એટલે કે જાણેલા પદાર્થનો એક દેશ (અંશ) જેના દ્વારા જણાય તેને નય કહેવાય છે.
(૨)જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મનો નિર્ણયાત્મક બોધ (જ્ઞાન)થાય તે નય. (૩)વસ્તુને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી તે પ્રમાણ અને તેના એક અંશને ગ્રહણ કરવો તે નય.
(૪)એક જ વસ્તુ પરત્વે જુદી જુદી દષ્ટિએ ઉત્પન્ન થતાં જુદા જુદા યથાર્થ અભિપ્રાયો કે વિચારો ને નય કહેવામાં આવે છે.
(૫)વસ્તુના અનેક ધર્મો હોય છે તેમાંથી કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય છે.
(૬)શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણ અનંતધર્મવાળી વસ્તુને ગ્રહણ કરે છે તે અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને જાણવાવાળું જ્ઞાન નય કહેવાય છે.
(૭)બીજા અંશોનો પ્રતિક્ષેપ [અનાદર કે નિષેધ કર્યા વિના વસ્તુના પ્રવૃત્ત એક અંશને ગ્રહણ કરનાર અધ્યવસાય વિશેષ તે નય.
[નોંધઃ- નયના ભેદો વિશે સૂત્ર ૧:૩૪ માં જણાવેલ જ છે છતાં અહીં નયના ભેદોની સામાન્ય સમજ રજૂ કરેલ છે.]
વસ્તુના ધર્મો અનેક હોવાથી નયો પણ અનેક હોઈ શકે છે પણ અહીં કેટલાક ખાસ નયોની ચર્ચા કરેલ છે. અિધ્યાયઃ ૧ સૂત્રઃ ૩૪ માં સાત નિયોનો ઉલ્લેખ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org