Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૫
અધ્યાયઃ ૧ સૂત્રઃ
દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રીને ઘટાવો તો પરોક્ષ પ્રમાણથી પણ અભાવ પ્રમાણ નક્કી થઈ જશે. કેમકે તે જગ્યાએ ઘડાનો અભાવ છે. એ વાત સ્મરણ પ્રમાણથી નક્કી થઈ જશે.
“તેજઘડાના અભાવવાળું આ સ્થળ છે.” આ વાત પ્રત્યભિજ્ઞાન પ્રમાણથી નક્કી થઈ જશે. જે અગ્નિવાળું નથી ત્યાં ધૂમાડાનો અભાવ છે. તેવું તર્ક પ્રમાણથી નક્કી થઈ જશે. આ દૂહમાં અગ્નિ નથી માટે ધૂમાડાનો અભાવ છે, તેમ અનુમાન પ્રમાણથી નક્કી થઈ જશે. તો પછી અભાવ પ્રમાણની પ્રવૃત્તિ જ કયાં થવાની?
(૬)સંભવ પ્રમાણઃ- આ પ્રમાણ પણ અનુમાન રૂપ જ છે. જેમ બે શેરનો એક કિલોગ્રામ ગણાતો હતો તો આ બે શેર પણ ૧ કિલોગ્રામ બરાબર થશે તેવો સંભવ ભે. આવું અનુમાન પ્રમાણથી નક્કી થઈ શકશે.
(૭)ઐતિહ્ય પ્રમાણઃ- આ પ્રમાણ એવા પ્રકારની વાત કરે છે કે જેમાં કલ્પીત પણે જણાય. જેમ કે “આ વટવૃક્ષમાં યક્ષ રહે છે.” આ વાત કેવળ પરંપરાથી જણાય છે તે માટે કોઈ પ્રમાણ નથી માત્ર વૃધ્ધ કથન છે વળી મૂળ વકતાનું પણ જ્ઞાન નથી.આ પ્રમાણ શંકાવાળું હોવાથી માન્ય થઈ શકે નહીં. કેમ કે તેમાં મૂળ વકતાનું જ્ઞાન નથી, કદાચ આ વચન આપ્ત વચન હોય તો આગમ પ્રમાણ ગણાય અને તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જશે.
(૮)પ્રતિભપ્રમાણ - જેમાં ઇન્દ્રિય હેતુ તથા શબ્દના વ્યાપારની અપેક્ષા રખાતી નથી કેવળ મનોકલ્પના જ છે. જેમકે મારાપરઆજે કદાચ અસ્માત જ રાજાની કૃપા થશે. આવા પ્રકારનું જ્ઞાન તે પ્રતિભા પ્રમાણ કહ્યું તે ઇન્દ્રિયજન્ય ન હોવાથી માનસ પ્રત્યક્ષમાં જ સમાવાશે.
આમ પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ છે. (૧)પ્રત્યક્ષ પ્રમાણ:- જે સ્પષ્ટ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે.
જે જ્ઞાનાવરણ અને અંતરાય તેના ક્ષયોપશમ કે ક્ષયથી સ્પષ્ટવિશિષ્ટ જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પ્રત્યક્ષ જાણવું. જેમબાળકને ટી.વી.વિશે શાબ્દિકખ્યાલ આપેતો માત્રઝાંખી થાય, પણ સીધું જ ટી.વી. લાવીને દેખાડાય તો સ્પષ્ટ બોઘ થશે.
આવું પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકાર છે.
(૧)સાંવ્યવહારિક પ્રત્યક્ષઃ- વ્યવહાર યોગ્ય સ્પષ્ટ જ્ઞાન. ચક્ષુ વગેરે બાહ્ય ઈદ્રિયોની અપેક્ષાથી ઈષ્ટ માં પ્રવૃત્તિ રૂપ અને અનિષ્ટમાં નિવૃત્તિ રૂપ મુશ્કેલી વિના જેનાથી જ્ઞાન થાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન.
(૨)પારમાર્થિક પ્રત્યક્ષ- ઈન્દ્રિય કે મનની અપેક્ષા વિના આત્માના સાંનિધ્યથી જે જ્ઞાન થાય તે. આ જ્ઞાન કોઈપણ અપેક્ષા રાખતું નથી અહીં માત્ર જ્ઞાનને આવકવસ્તુના નાશનીજ અપેક્ષા છે.
પરમઅર્થમાં જે હોય તેને પારમાર્થિક જાણવું. જેમકે આત્માનીનીકટતા માત્રની અપેક્ષા રાખવાવાળું અવધિ આદિ જ્ઞાન.
[નોંધ:- પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યામાં મત એટલે ઇન્દ્રિય અર્થ કર્યો તે સાંવ્યવહારિકમાં લાગુ પડશે પણ પારમાર્થિક પ્રત્યક્ષમાં મક્ષ એટલે જીવઅર્થલેવો તેમ ન્યાયાવતાર માં જણાવેલ છે. અલ શબ્દો નીવ પર્યાય: I
સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણ પણ બે પ્રકારનું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org