Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વરૂપજ ગણ્યા છે. તે પ્રમાણ અને નયના સ્વરૂપની અહીં વિચારણા કરવાની છે.
જ પ્રમાણનું સ્વરૂપઃ(૧)જેના દ્વારા પદાર્થનો બોધ (જ્ઞાન)પથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહેવાય છે. (૨)જેનાથી વસ્તુના નિત્ય અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મક બોધ થાય તે પ્રમાણ.
જ સમ્યજ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તિથી જ તત્ત્વાર્થસૂત્રમાં આ અધ્યાયના સૂત્ર-૯થી જ્ઞાનના ભેદ રૂપે ચર્ચા કરતા સૂત્ર-૧૦માં તત્ પ્રમાણે લખ્યું છે.
જ જેના વડે પદાર્થનો બોધ યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહે છે. જ પ્રમીયતેને તિ પ્રમાણમ્ જેવડે વસ્તુ બરાબર જણાય તેને પ્રમાણ કહેવાય છે.
પ્રમાણનયમાં પ્રમાણનું લક્ષણ જણાવતા લખ્યું છે. “સ્વ ૫૨ વ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્''સ્વ સ્વરૂપનો અને પર પદાર્થોનો નિશ્ચય કરે તેવું જે જ્ઞાન તેને પ્રમાણ કહે છે. - અભિમત ઈિષ્ટ વસ્તુનો સ્વીકાર અને અનભિમત [અનિષ્ટ વસ્તુના પરિહારમાં સમર્થ પ્રમાણ છે. તેથી પ્રમાણ જ્ઞાન સ્વરૂપ જ છે. પરંતુ જે અજ્ઞાન સ્વરૂપ છે તે પ્રમાણ થઈ શકે નહીં. આવા પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદ છે (જુઓ અધ્યાયઃ ૧ સૂત્ર-૧૧-૧૨]
૪ પ્રમાણના ભેદઃ- (૧)પ્રત્યક્ષ પ્રમાણ:- ક્યું પ્રતિપાત નામ ધનતય -આત્માની આધીનતાથી જે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. નોંધ- આ તપુરુષ સમાસ છે. અવ્યવીભાવ સમાસ નથી
(૨)પરોક્ષ પ્રમાણ:- વ્યાપાર નિરપેક્ષ મનોવ્યાપારેખ મસાક્ષાત્ અર્થ પરિચ્છેટું આત્મ વ્યાપારની અપેક્ષારહિત મનોવ્યાપારથી જ અસાક્ષાત્ અર્થનું બોધક જે જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન.
જૈિન દર્શનાનુસાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારના પ્રમાણ સમાન મહત્વના છે)
નાસ્તિક-બૌધ્ધ-નૈયાયિક-મીમાંસક-વૈશેષિક આદિ મતાનુસાર પ્રમાણના ભેદોમાં પ્રત્યક્ષ-અનુમાન-આગમ-ઉપમાન-અર્વાપત્તિ-અભાવ-સંભવ-ઐતિભ્ય-પ્રતિભ વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા પ્રમાણો પ્રત્યક્ષ કે પરોક્ષમાં સમાવાઈ જાય છે
(૧)પ્રત્યક્ષ પ્રમાણ:- આ પ્રમાણની ચર્ચા અહીં કરેલી જ છે.
(૨)અનુમાન પ્રમાણ:-આગમ પ્રમાણઃ- આ બંને પ્રમાણો પરોક્ષ પ્રમાણના જ ભેદો છે જે અંગે અહીં ચર્ચા કરી છે.
(૩)ઉપમાન પ્રમાણ-ઉપમાનમાં સાર્દશ્ય ભાવલેવામાં આવે છે. જે ભાવપ્રત્યભિજ્ઞામાં પણ છે જ અને પ્રત્યાભિજ્ઞા ભેદનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જ જાય છે.
(૪)અર્થપત્તિ - આ પ્રમાણાનુસાર એક પ્રકારે અનુમાન બાંધવામાં આવે છે. જેમ કે દેવદત્ત રાત્રે ખાતો નથી છતાં તે શરીરે તંદુરસ્ત રહે છે. માટે તે રાત્રે ખાતો હોવો જોઈએ. તેને અર્થપત્તિ કહે છે.
આ એક પ્રકારે અનુમાન છે, તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણમાં થઈ જાય છે.
(૫)અભાવ પ્રમાણ-પ્રત્યક્ષ પ્રમાણથી વસ્તુ છે કે નહીંમતલબ સત-અસત્ પણું નક્કી થઈ જાય છે. એકનો સ્વીકાર કરતા બીજાનો પરિહાર નિશ્ચિત થઈ જાય છે. એટલે “અભાવ પ્રમાણ'' ને અલગ દર્શાવવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org