Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)ઈદ્રિયનિબંધનઃ-સ્પર્શ-રસ-પ્રાણ-ચલુ અને શ્રોત્રએ પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતું સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દનું જે જ્ઞાન તે ઇન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણ કહેવાય છે. સિરખાવો અધ્યાય-૨ સૂત્રઃ ૨૧]
(૨)અનિન્દ્રિયનિબંધના - જેમનથી ઉત્પન્ન થનારું છે. અથવા જેમાં મનની મુખ્યતા છે તેને અનિન્દ્રિય નિબંધન પારમાર્થિક પ્રમાણ કહે છે. સિરખાવો અધ્યાય ૨ સૂત્ર ૨૨]
સાંવ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણના આ બંને ભેદો પણ બીજા ચાર-ચાર ભેદો ધરાવે છે. (૧)અવગ્રહ:- ઇન્દ્રિય દ્વારા વસ્તુનો પ્રથમ બોધ થવો તે અવગ્રહ.
કોઇપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય અને વિશેષાત્મક કોઈપણ પદાર્થ અને ચક્ષુનોયોગ્ય નિપાત થાય છે. જેમકે “મેં આવું કંઈક જોયું ત્યાર પછી તે વસ્તુ છે એવું દર્શન (જ્ઞાન) થાય. ત્યાર પછી આ તે વસ્તુ છે તેવું વિશેષ ભાન થાય તે અવગ્રહ.
(૨)હા - વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ તે ઇહા.
અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થસંબંધી વિશેષ આકાંક્ષાત ઈહા જેમકેઆમનુષ્ય છે. પણ તે દક્ષિણનો હશે કે ઉત્તરનો તેવી શંકા થવી. પછી દક્ષિણનો હોવો જોઈએ તેમ નક્કી થવો ઇહા.
(૩) અવાયઃ- બહાથી થયેલ જ્ઞાનનો પૂર્ણ નિર્ણય થવો તે અવાય.
જેમ કે બહાથી આ દક્ષિણનો હોવો જોઈએ. તેમ વિચાર્યું પણ યર્થાથ નિર્ણય કરીએ કે આ દક્ષિણનો જ મનુષ્ય છે. તો આવો નિર્ણય તે અવાય.
(૪)ધારણા- અવાય બાદ જ્ઞાનનું દૂઢ થવું જેથી ભવિષ્યમાં પણ સ્મરણ થઈ શકે તે ધારણાં. અવાય નિશ્ચિત અવસ્થાને પામે અને કાલાન્તરે સ્મરણ યોગ્ય બને તે ધારણા. પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણના પેટા ભેદો આ પ્રમાણે છે
(૧)વિકલ પારમાર્થિક- પદાર્થનો અપૂર્ણ બોધ કરાવે તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું.
(૨)સકલ પારમાર્થિક-પદાર્થનો સંપૂર્ણ બોધ કરાવેતે સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. (તે કેવળજ્ઞાન છે.)
વિકલ પારમાર્થિકના પણ બે ભેદ છે. (૧)અવધિવિકલ (૨)મન પર્યવ વિકલ
(૨)પરોક્ષ પ્રમાણ- વ્યાખ્યા મુજબતો પરોક્ષને અસ્પષ્ટપ્રમાણ કહ્યું છે. પણ પ્રત્યક્ષથી ઉલટું તે પરોક્ષ પ્રમાણ જાણવું.
જ પરોક્ષ પ્રમાણના ભેદોઃ
(૧)સ્મરણ-સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ.
સ્મરણ પ્રમાણમાં પૂર્વે અનુભવેલી વસ્તુનો ખ્યાલ આવે છે. જેમકે તીર્થંકર પ્રતિમા આ છે એવું જે જ્ઞાન તે સ્મરણનું સ્વરૂપ છે.
(૨)પ્રત્યભિશાનઃ- કોઈપણ પ્રમાણ દ્વારા જે વિશ્વાસ પેદા થાય છે. તેને અનુભવ કહે છે. તે અનુભવ અને પૂર્વોકત સ્મરણ એ બંને દ્વારા પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org