Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ
૩૯ જે ગ્રહે એજ વ્યવહાર.
સંગહનયથી વ્યવહારચાલી શકતો નથી. જેમકે “દુથલાવ” એમ કહેવાથી એવોસંશય થાય કે કયુંદ્રવ્ય જીવ કે અજીવ આવો સંશય નિવારવા વ્યવહાર નયનો સહારો લેવો પડે.
પર્યાયાથિક નયના ચાર ભેદો છે(૧) જુસૂત્રનયઃ- વસ્તુના વર્તમાન પર્યાયોને જુએ તે જુસત્રનય.
પદાર્થના વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાય કે અવસ્થાને જ મુખ્ય રૂપે વિષય કરવાવાળો અભિપ્રાયતે ઋજુસૂત્રનય કહે છે. જેમ કે સોનું એ દ્રવ્ય છે. તેનું કુંડલ બને તો વર્તમાન પર્યાય કુંડલ થયો. તેની બંગડી બને તો વર્તમાન પર્યાય બંગડી થશે. આ નય ભૂત કે ભાવિ કોઇપણ પર્યાયને સ્વીકારતું નથી. કેવળ વર્તમાન પર્યાયને જ માને છે.
(૨)શબ્દનયઃ- જે વિચાર શબ્દ પ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થ ભેદ કલ્પે તે શબ્દનાય છે. આ શબ્દનય અનેક શબ્દો વડે સુચવાતા એકવાચ્યાર્થીને એક જ પદાર્થ સમજે છે. જેમાં ઇન્દ્ર-શુક્ર-પુરદર ગમે તે કહો-ઈન્દ્ર અર્થ થાય.
પ્રમાણ નય મુજબ કાળ-કારક-લિંગ અને વચનના ભેદથી પદાર્થમાં ભેદ માનતો નય. તે શબ્દ નય. જેમ કે મેરુ પર્વત હતો-છે અને હશે. અહીં કાળ ભેદથી ત્રણ રૂપ સ્વીકાર્યા.
(૩)સમભિરૂઢ નય - પર્યાયવાચી શબ્દોના નિરુકિત-વ્યુત્પત્તિ ભેદથી અર્થનો ભેદ માનવો તે સમભિરૂઢ નય કહેવાય. જેમાં રૂદ્ર ઐશ્વર્ય ભોગવવા વાળો તે ઇન્દ્રિ. શત્ર સામર્થ્યવાળો તે શુક્ર-પુર-શત્રુ નગરનો વિનાશ કરનારો તે પુરંદર.
આ બધા શબ્દો ઇન્દ્રવાચી હોવા છતા તેના અર્થનો વાચક ત્યારે જબને જયારે વ્યુત્પત્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. તેનું ક્ષેત્ર શબ્દનય કરતાં અલ્પ છે.
(૪) એવંભૂત નય-શબ્દ પોતાના અર્થનો વાચક ત્યારેજ બને જયારે વ્યુત્પત્તિ અને શબ્દનો ભાવ સમાન હોય જેમા ઐશ્વર્ય ભોગ રૂપ ક્રિયા હોવાથી તે ઇન્દ્ર કહેવાય છે.
શ-સામર્થ્ય રૂપ ક્રિયા હોવાથી જ તે શક્ર કહેવાય છે. • પૂર-શત્રુ નગરના નાશ રૂ૫ ક્રિયા હોવાથી જ તે પુરંદર કહેવાય છે.
$ ભેદપ્રકાર-૪
(૧)અર્થનાઃ- જે નયો પદાર્થનું પ્રરૂપણ કરે છે તેને અર્થ નય કહેવામાં આવે છે. આ અર્થનયના ચાર ભેદ છે. નૈગમ સંગ્રહ-વ્યવહાર અને ઋજુ સૂત્ર.
(૨)શબ્દ નય-શબ્દના વાચ્ય અર્થનું નિરુપણ કરતા હોવાથી તે શબ્દનય કહેવાય છે. શબ્દ નયના ત્રણ ભેદ છે. શબ્દ, સમભિરૂઢ અને એવભૂત.
* અધિગમ અહીં પ્રમાણનવૈ: ધામ:જે સૂત્ર મૂકયું તેમાં પ્રમાણ શબ્દ અને નય શબ્દનો અર્થ જોયો. પણ અધિગમ એટલે શું?
અધિગમનો અર્થ પ્રસ્તાવનામાં તથા અધ્યાય ૧ સૂત્રઃ ૩માં જોયો.અહીંધામનો અર્થ “બોધ લેવાનો છે. આ બોધ પ્રમાણ અને નય એ બંને સાધનો દ્વારા થાય છે તેમ સમજવું.
અધિગમ સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકાર છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન રૂપ બોધને સ્વાર્થાધિગમ કહ્યો છે. અને જે વચનરૂપ બોધ છે તે પરાર્થાધિગમ છે.
- આ પરાર્થ અધિગમપણ બે પ્રકારે કહ્યો. એક પ્રમાણ-અધિગમ બીજો નય-અધિગમ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org