Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪
જ તત્ત્વ સંખ્યાભેદઃ- અહીં સૂત્રકારે સાત તત્ત્વો ગણાવ્યા છે
*નવતત્ત્વકાર અને શ્રી સ્થાનાંગ સૂત્ર નવતત્ત્વ ગણાવે છે. અન્યત્ર પાંચ કે બે તત્ત્વો પણ ગણાવાય છે. આ બધો માત્ર વિવેક્ષાભેદ છે.
૨૩
જેમ કે ‘‘મુખ્યતયા તત્ત્વોબે જછે. જીવ અનેઅજીવ, બાકીનોતેનો વિસ્તાર છે. એ મતમુજબ તત્ત્વ સંખ્યા બે થશે. બીજા મત મુજબ આશ્રવ અને બંધ તત્ત્વને બદલે માત્ર બંધ તત્ત્વ ગણ્યું કેમ કે કર્મોનુંઆવવુંઅનેચોંટવુંએક જ વસ્તુછે. વળીનિર્જરા તથા મોક્ષમાં પણ મુખ્ય વસ્તુ તો કર્મોનોવિનાશ કે ક્ષય થવોતેછે. માટેએક જ નિર્જરા તત્ત્વો ગણોતોતત્ત્વો પાંચ થશે. જીવ અજીવ-બંધ-સંવર-મોક્ષ.
જેઓ પાપ અને અને પુન્યને જુદા-જુદા જણાવે છે તે નવતત્ત્વકારના મતે કુલ નવતત્ત્વો થશે. અહીં અશુભ આશ્રવ તે પાપ તત્ત્વ અને શુભ આશ્રવ તે પુન્ય તત્ત્વ ગણી આશ્રવમાં જ બંને તત્ત્વો સમાવિષ્ટ કર્યા માટે સાત તત્ત્વો થયા. મતલબ કેસંક્ષેપ વિવક્ષામાં પાપ-પુણ્યનો આશ્રવ અને બંધમાં અન્તર્ભાવ કરી દેતા આ સૂત્ર સાત તત્ત્વોનું બનેલ છે.
*
પુણ્ય અને પાપતત્ત્વ બંનેના દ્રવ્ય અને ભાવથી બે-બે ભેદો છે. જેકર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય તેવા શુભકર્મ પુદ્ગલ તે દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પુણ્ય બંધ કારણભૂત દયા-દાન વગેરે શુભ અધ્યવસાય તે ભાવપુણ્ય
જે કર્મના ઉદય થી જીવનેદુઃખ નોઅનુભવ થાય તે અશુભવ થાય તેઅશુભકર્મ પુદ્ગલ તે દ્રવ્ય પાપ અને દ્રવ્ય પાપ બંધમાં કારણભૂત હિંસાદિ અશુભ અધ્યવસાયો તે ભાવ પાપ.
જે બે તત્ત્વોમાં સમાષ્ટિતાઃ
જીવતત્ત્વ તો સ્વતઃ પ્રસિધ્ધ છે જ. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપ કે જીવના પરિણામ રૂપજ છે. કેમ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વસ્વરૂપમાં આવે છે. તેથી આ ત્રણે તત્ત્વોનો જીવતત્ત્વમાં સમાવેશ કરવો.
જીવનથી તે અજીવ એ વ્યાખ્યા મુજબ બીજું તત્ત્વ અજીવ છે. આશ્રવ અને બંધ એ કર્મ પરિણામ છે. કર્મપુદ્ગલોની વૃધ્ધિ કરાવનાર છે માટે અજીવતત્ત્વમાં સમાવિષ્ટ કર્યા.
તત્ત્વોનો પરસ્પર સંબંધ અને ક્રમઃ
જીવ ને શરીર-મન-શ્વાસોચ્છ્વાસ-ગમન-સ્થિતિ-અવગાહ-વગેરે ઉપકારો ના કારણ ભૂત હોવાથી અનન્તર એવું અજીવ તત્ત્વ મૂકયું અહીં ઉપકાર્ય-ઉપકાર ભાવ સંબંધ છે. જીવ અને અજીવના આશ્રયથી આશ્રવ થાય છે માટે ત્રીજું આશ્રવ પદ મુકયું. અહીં. આશ્રયણઆશ્રયિભાવ સંબંધ છે.
આશ્રવનું કાર્ય બંધ છે માટે આશ્રવ પછી બંધ તત્ત્વ જણાવ્યું તેમા કાર્ય-કારણ ભાવ સંગતિ છે. આશ્રવથી પ્રતિકુળ તે આશ્રવના નાશ અને બંધના અભાવના કારણભૂત હોવાથી બંધ પછી સંવર તત્ત્વ મુકયું અહીં પ્રતિ વાસુદેવ વાસુદેવની માફક પ્રતિબધ્ય-પ્રતિબંધક ભાવ સંબંધ છે.
સંવર થયા પછી જ મોક્ષોપયોગીનિર્જરા તત્ત્વસમ્યક્ પ્રકારે ઉત્પન્ન થાય છે. તેથી સંવર પછી નિર્જરા કહી. અહીં પૂર્વાપરભાવ કે પ્રયોજય પ્રયોજક ભાવ સંબંધ છે.
નિર્જરા થયા પછી છેવટે મોક્ષ જ થવાનો. માટે છેલ્લે મોક્ષ તત્ત્વ પ્રયોજયું. માટે ત્યાં કાર્ય *जीवा जीवा पुण्णं पावासव संवरो य निज्जरणा बन्धो मुक्खो य तहा नव तत्ता हुंति नायव्वा
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International