Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૫
(૨)દ્રવ્યસંવર માટેનો અધ્યવસાય.
(૬)નિર્જરાતત્ત્વઃ- આત્માએ પૂર્વે બાંધેલા કર્મોને તપ વગેરે દ્વારા આત્મા થકી છૂટા પાડવા તે નિર્જરા. તેના ચાર નિક્ષેપા.
(૧)નામનિર્જરા - જે કોઈ વસ્તુ કે વ્યકિતનનું નામ નિર્જરા આપવામાં આવે તેને નામનિર્જરા જાણવી.
(૨)સ્થાપના નિર્જરા - ચિત્ર-મૂર્તિ વગેરે સાધનો થકી નિર્જરાની સ્થાપના કરવી. વસ્તુમાં તેવું આરોપણ કરવું. જેમ કે મંદિર કે ઉપાશ્રય નિર્જરા સ્થાનકગણ્યાકારણ કે ત્યાં ધર્મક્રિયા થકી નિર્જરા માટે તે તે સ્થાનોની સ્થાપના કરાઈ છે.
(૩)દુનિર્જરાઃ- (૧)મોક્ષના હેતુ રહિત અકામ નિર્જરા તે દ્રવ્ય નિર્જરા. (૨)શુભાશુભ કર્મોનો દેશથી ક્ષય થવો તે દ્રવ્ય નિર્જરા. (૪)ભાવનિર્જરા - (૧)સમ્યજ્ઞાનાદિ ઉપદેશ અનુષ્ઠાન પૂર્વકનીસકામ નિર્જરા. (૨)કર્મોના દેશ ક્ષય માટે આત્માના અધ્યવાસાય તે ભાવનિર્જરા. (૭)મોક્ષતત્ત્વઃ- સર્વ કર્મોથી સર્વથા મુકત થવું તે મોક્ષ.
(૧)નામ મોક્ષ - કોઈ પણ જીવ-અજવાદિનું મોક્ષ નામ આપીએ તો તે “નામ-મોક્ષ'' કહેવાય.બીજા અર્થમાં મોક્ષને મુકાવું એમ ગણીએ તો જીવ કે અજીવનું “બંધનથી મુકાવું” તેને જે નામે ઓળખાવાય તે સંજ્ઞાને “નામ-મોક્ષ' કહેવાય.
(૨)સ્થાપના મોક્ષ-મોક્ષના સ્વરૂપની સ્થાપનાતે “સ્થાપનામોક્ષ'' બીજા શબ્દોમાં કહીએતો જે કોઈ જીવ કે અજીવ જે ભાવે મુક્ત જણાય તે સ્વરૂપનું ચિત્ર-મૂર્તિ દ્વારા સ્થાપન કરવું તે.
(૩)દ્રવ્યમોક્ષા બંધનથી છુટકારો તે દ્રવ્યમોક્ષ. જીવ અથવા અજીવને અન્ય દ્રવ્યથી સંયોગો કે સંબંધથી જેટલો અળગો કરાયતે મોક્ષ.
(૪)ભાવમોક્ષ-સર્વથા કર્મનો ક્ષય કે દ્રવ્ય મોલમાં કારણ રૂપ જે આત્માનો પરિણામ કે સિધ્ધત્વની પરિણતિ તે ભાવ-મોક્ષ જાણવો.
નોંધઃ- [જીવાદિ સાત તત્ત્વોના ચારે નિક્ષેપા ઉપરાંત પૂ.સિધ્ધસેનીય તત્ત્વાર્થ ટીકા મુજબ તત્ શબ્દથી સમ્યગ્દર્શનાદિ ત્રણે ના પણ ચારે નિપા સંભવે છે]
(૧)સમ્યગ્દર્શન-ભવિજીવનામિથ્યાદર્શન પુગલોસમ્યગ્દર્શનવડેશુધ્ધિને પ્રાપ્ત કરે છે. તેને દૂથનિક્ષેપ સમજવો. આ દ્રવ્ય નિલેપ વિશુધ્ધ આત્મપરિણામ પૂર્વકનો હોય તે ભાવનિક્ષેપ.
(૨)સમ્યજ્ઞાન-જીવની અનુપયુકત અવસ્થા તે દ્રવ્ય (જ્ઞાન) નિક્ષેપ જાણવો અને ઉપયોગ-પરિણતિ યુક્ત વિશેષાવસ્થા તે ભાવ (જ્ઞાન) નિક્ષેપ.
(૩)સમ્યક્યારિત્રઃ- અભાવ કે ભવિ જીવોની અનુપયોગ પૂર્વકના ક્રિયા-અનુષ્ઠાન તે દ્રવ્ય (ચારિત્ર) નિક્ષેપ. આગમ પૂર્વક અને ઉપયોગ સહિતનું ક્રિયા અનુષ્ઠાન તે ભાવ (ચારિત્ર) નિલેપ.
પ્રકારાન્તરથી નામ સ્થાપનાદિનો નામ દ્રવ્ય-સ્થાપના દ્રવ્ય-દ્રવ્યદ્રવ્ય અને ભાવ દ્રવ્ય એવો વ્યવહાર પણ થાય છે
(૧)નામદવ્ય - કોઈ પણ જીવ કે અજીવની “દવ્ય” એવી સંજ્ઞા કરવી તેનામદવ્ય કહેવાય છે. (૨) સ્થાપના દ્રવ્યઃ- કોઈ કાષ્ઠ-પત્થર-ચિત્ર વગેરેમાં આ દ્રવ્ય છે એ પ્રમાણે સ્થાપના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org