Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૫
૨૭ જ (૨)સ્થાપના નિક્ષેપઃ- (૧) સ્થાપના એટલે આકૃત્તિ અથવા પ્રતિબિંબ વસ્તુની ગેરહાજરીમાં અન્ય વસ્તુમાં તેનું પ્રતિનિધિત્વ આરોપવું,જેમકે પ્રભુ મહાવીર તો નથી પણ તેની પ્રતિમાજી તે સ્થાપના નિક્ષેપ.
(૨)વસ્તુની સ્થાપના-આકૃતિ-પ્રતિબિંબ-ચિત્ર જોવાથી પણ તે વસ્તુની ઈચ્છા કે વસ્તુ પરત્વે રાગ અથવાઢેષ જન્મે છે. અહીં મૂળ વસ્તુની પ્રતિકૃત્તિ કે મૂર્તિ વગેરેમાં પણ સ્થાપના હોઈ શકે અને મૂળ વસ્તુના આરોપણ રૂપે પણ સ્થાપના થઈ શકે છે. જેમકે કોઈ સેવકનું ચિત્રમૂર્તિ કે છબી એ સ્થાપના સેવક છે.
જો સ્થાપનામાં ઉપસ્થિત વસ્તુનો સંબંધ કેમનોભાવ જોડીને આરોપ કરાયો હોય તો તેને અતદાકાર સ્થાપના કહે છે. કારણ કે વસ્તુનું ચિત્ર-મૂર્તિ વગેરે તો સાદૃશ્ય ભાવવાળા છે તેથી તદાકાર સ્થાપના સ્વરૂપ જ છે. પણ જેમ સ્થાપનાચાર્યજી બોલીને આપણે ઠવણી ઉપર પધરાવીએ છીએ તો તે અતદાકાર સ્થાપના થશે.અતદાકાર સ્થાપનાનો મનોભાવ સાથે વિશેષ સંબંધ છે. જેમ લાકડું એક જ છે છતાં શુભ પ્રસંગે જમણવારમાં ઈધણ તરીકે વાપરો તો મગ-બાફણા' કહેવાય અને સ્મશાન યાત્રામાં ઈધણ રૂપે વાપરે તો લાકડું જ કહેવાય છે. કેમ કે સ્થાપના નિક્ષેપ માં પૂજય-અપૂજયનો વ્યવહાર સ્પષ્ટ છે.
* (૩)દ્રવ્યનિક્ષેપઃ- (૧)વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા તે દ્રવ્ય નિક્ષેપ. જેમ કે ભગવંત તીર્થકર નામકર્મ નિકાચીત કરે ત્યારથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધીની અને મોક્ષે ગયા પછીની અવસ્થા તે દ્રવ્ય તીર્થકર. . (૨)વસ્તુની પૂર્વ કે ઉત્તર અવસ્થા પરથી દ્રવ્ય નિપાનો સંબંધ જોડાય છે. મતલબ જે અર્થ ભાવ નિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તર રૂપ હોય તે દ્રવ્ય નિક્ષેપ. જેમ કોઈ વ્યકિત વર્તમાનમાં સેવાકાર્ય નથી કરતી પણ ભૂતકાળમાં સેવા કાર્ય કરેલું છે. અથવા ભવિષ્યમાં સેવા કાર્ય કરવાના છે તો તે દ્રવ્ય સેવક ગણાય.આમ અહીં વસ્તુના બદલાતા પર્યાય સાથે મુખ્ય સંબંધ છે. બીજું દ્રષ્ટાન્ત લઇએ શ્રેણિક મહારાજા ભાવિ તીર્થકર છે માટે હાલ દ્રવ્ય તીર્થકર કહેવાશે. અને મોક્ષે જશે પછી પણ દ્રવ્ય તીર્થકર કહેવાશે.
જ ભાવનિક્ષેપઃ- (૧)વસ્તુની વર્તમાન અવસ્થા જેમ કે તીર્થ પ્રવર્તાવે ત્યારથી મોક્ષગમન સુધીનો કાળ તે ભાવ તીર્થકર. - (૨)વસ્તુની વર્તમાન અવસ્થા કે પર્યાય આધારે ભાવ નિક્ષેપો ઘટાવાય છે. જેમ કોઈ વસ્તુનું નામ “ખુરશી' છે તો તે નામ નિક્ષેપ થયો. ખુરશીનું ચિત્ર તે સ્થાપના નિક્ષેપ થયો. ખુરશી બન્યા પૂર્વેનું લાકડું તે દ્રવ્ય ખુરશી થઈ પણ ખરેખર વર્તમાન અવસ્થામાં જે ખુરશી છે તેને ભાવ નિક્ષેપારૂપ સમજવી. સેવકના ઉદાહરણમાં સેવક યોગ્ય કાર્ય કરતી વ્યકિત તે ભાવ સેવક, વિચરતા તીર્થંકર પરમાત્મા તે ભાવિજન.
ભાવ નિક્ષેપની બીજી વ્યાખ્યા છે કે અર્થમાં શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્ત બરાબર ઘટતું હોય તે “ભાવ નિક્ષેપ' જાણવો.
# વ્યુત્પત્તિ નિમિત્ત-નામ બે પ્રકારના હોય છે. (૧)યૌગિક (૨)રૂઢ. રસોઇયોપુજારી વગેરે યૌગિક શબ્દો છે. જયારે ગાય-ધોડો વગેરે રૂઢ શબ્દો છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org