Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા રસોઈ કરી તે રસોઈયો. પૂજાના કામ માટે રાખેલો તે પૂજારી. સંસ્કૃતમાં લઈએ તો મમ્ રતિ રૂતિ સુમર: આ બધા શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. અર્થાત્ તે શબ્દો તેવી ક્રિયાના આધારે જ સાબિત થયા છે અને તે ક્રિયાએ આ શબ્દોની વ્યુત્પત્તિનું નિમિત્ત છે. આમ યૌગિક શબ્દમાં વ્યુત્પત્તિનું નિમિત્ત એ જ તેની પ્રવૃત્તિનું નિમિત્ત છે.
# પ્રવૃત્તિનિમિત્ત- રૂઢ શબ્દોમાં આ રીતે ઘટાવી શકાશે નહીં. ત્યાં રૂઢિગત વ્યવહાર થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે વ્યવહાર થતો નથી. જેમકે (ગાય)નચ્છતિ તિએવી વ્યુત્પત્તિથી અર્થ બેસે નહીં. ત્યાં વ્યુત્પત્તિને બદલે રૂઢિથી જ વ્યવહાર બેસે છે. ત્યાં અમુક પ્રકારની આકૃત્તિ-જાતિ એ જ ગાય-ધોડો વગેરે અર્થ થાય છે સ્વીકારાય છે. અહીં વ્યુત્પત્તિને બદલે પ્રવૃત્તિ નિમિત્ત જ મહત્વનું ગણાય છે.
જયાં યૌગિક શબ્દ હોય ત્યાં વ્યુત્પત્તિ નિમિત્તવાળો અર્થ ભાવનિક્ષેપ જાણવો અને જયાં રૂઢ શબ્દ [જાતિનામ વગેરે હોય ત્યાં પ્રવૃત્તિ નિમિત્તવાળો અર્થ ભાવ નિક્ષેપ જાણવો.
# દ્રવ્યભાવ નિક્ષેપોની સાપેક્ષતા દ્રવ્ય અને ભાવ નિક્ષેપા એ બંને સાપેક્ષ છે. એક જ વસ્તુ અપેક્ષાએ દ્રવ્ય નિક્ષેપ હોય. બીજી અપેક્ષાએ તે ભાવ નિક્ષેપ પણ ઘટાવાય છે. જેમ કે રૂછે તે દોરાની અપેક્ષાએ દ્રવ્ય દોરો છે અને દોરો બની ગયા પછી ભાવદોરો છે. એ જ દોરોકપડાની અપેક્ષાએ દ્રવ્યકપડું છે પણ જયારે કપડું વણાઈ જાય ત્યારે કપડું ભાવ-કપડું છે. વળી તે જ કપડું શર્ટ-પેન્ટની અપેક્ષાએ દ્રવ્ય શર્ટ કે દ્રવ્ય પેટ છે. પણ સીવાઈ ગયા પછી તે ભાવ શર્ટ કે ભાવ પેન્ટ થઈ જશે. પણ જો તે શર્ટ-પેન્ટફાટીને પાછા ટુકડા થઈ જાય તો તે દ્રવ્ય શર્ટ કે દ્રવ્યપેન્ટબની જશે અને ટુકડાં એ ભાવ ટુકડાં બની જશે.
આ રીતે દ્રવ્ય કે ભાવનિક્ષેપો સાપેક્ષ છે તેની વિવેક્ષા મુજબ અર્થ ઘટાવવો.
* સ્થાપના નિક્ષેપ - દ્રવ્ય નિક્ષેપ - આ બંને નિક્ષેપમાં એક સામ્ય છે કે વર્તમાન કાળે તે બંનેની વિદ્યમાનતા કે અસ્તિત્ત્વ નથી. સ્થાપના નિક્ષેપ એ બતાવેલી વસ્તુનું આરોપણ માત્ર છે. જેમ કે જિનેશ્વર પરમાત્મા ની મૂર્તિ એ તેમાં પરમાત્મ ભાવનું આરોપણ પણ છે. જયારે દ્રવ્ય નિક્ષેપમાં તે મૂળ વસ્તુ ભાવિમાં પ્રગટ થવાની અથવા તે ભૂતકાળ હતી. જેમ કે ઋષભદેવ સ્વામી ભૂતકાળે તિર્થંકર પણે વિચરતા હતા અને કૃષ્ણ મહારાજા ભાવિ તિર્થંકર થવાના છે.
જ જીવાદિ તત્ત્વોના ચાર નિક્ષેપા(૧)જીવતત્ત્વઃ
(૧)નામજીવ-જેનેજીવ કહેવાય છે તેનામજીવ. જો કે સચેતન અચેતન-કોઈ પણ વસ્તુનો વાચકહોયતોપણતેનામજીવતરીકે ઓળખાશે.છતાં રૂઢિથીચેતનલક્ષણવાળો તેનામજીવગણાય.
(૨)સ્થાપના જીવઃ- કોઈપણ જીવ દ્રવ્યની સભૂત કે અસદ્ભૂત (કલ્પિત) આકૃત્તિ વિશેષને જીવનો સ્થાપના નિક્ષેપ જાણવો. તેમાં લાકડું-પુસ્તક-ચિત્રવગેરેમાં આજીવ છે તેવી સ્થાપના કરાય છે. જેમ “નાન વેયારું સૂત્રપાઠ તે ચૈત્યોનો સ્થાપના નિક્ષેપ છે.
(૩)દ્દવ્યજીવઃ- [જો કે આસમજવાપુરતી વ્યાખ્યા છે. ખરેખર તો આભાંગોશુન્યસમજવો.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org