Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩
અધ્યાયઃ ૧ સૂત્ર ૨
તત્ત્વોના અર્થ અથવાતત્ત્વ (પદાર્થ કે વસ્તુ) નાસ્વ-રૂપ સહિત જે અર્થનું નિવારણ કેનિશ્ચય કર્યાબાદમહત્વનું પાસું છે શ્રધ્ધાનનું શ્રધ્ધાન શબ્દની વિચારણા કરણ-કર્મ-ભાવ ત્રણે રૂપે કરવાની છે. જેના દ્વારા શ્રધ્ધાનું થાય છે, જેની શ્રધ્ધા કરાય છે. તત્ત્વાર્થની રૂચિકે પ્રીતિ તે શ્રધ્ધા છે.
તત્ત્વરૂપ અર્થોનું શ્રધ્ધાન અથવા તત્ત્વરૂપી અર્થોનું શ્રધ્ધાન કરવું
તે તત્ત્વાર્થ શ્રધ્ધાનું કહેવાય છે. પરમઅર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચનો પરત્વે રૂચિ-પ્રીતિ.
સામાન્ય કે વિશેષ જ્ઞાનપૂર્વકની જીવાદિ તત્ત્વોની શ્રધ્ધા અથવા જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેય-શેય પરિસ્થિતિ મુજબ આદરવા યોગ્ય-છોડવા યોગ્ય કે માત્ર જાણવા યોગ્ય પદાર્થોની નિશ્ચય પૂર્વકની શ્રધ્ધા તે તત્ત્વાર્થ શ્રધ્ધાનું.
સમ્યક દર્શન પદ અધ્યાયઃ૧ સૂત્રઃ૧ માં વિવક્ષા કરાયેલી જ છે. તે મુજબ સમ્યફ શબ્દ પ્રશંસા કે પ્રશસ્ત અર્થનો વાચ્ય છે જે પદાર્થ જેવો છે તેવા જ રૂપે જાણવો પણ મિથ્યા અર્થાત વિપરિત રૂપે ન સમજવો. જેમ જીવને અજીવન માનવા કે સુદેવને જ સુદેવ સ્વરૂપે જાણવા તે સમ્યક અર્થ થયો. આ શબ્દ અહીં દર્શન સાથે જોડાયેલા છે. તેથી દર્શન શબ્દનો અર્થ પણ સમ્યફ રૂપે જ વિચારવાનો છે. સામાન્ય અર્થમાં તો તત્ત્વોની શ્રધ્ધાતે જસમ્યગ્દર્શન કરી દિીધું. વિશેષથી સ્પષ્ટતા કરતા કહી શકાય કે દર્શન મોહનીયના ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થકી ઉત્પન્ન થયેલી તત્વની રૂચિ કે સત્યની પ્રતિતી. જેના વડે છોડી દેવા યોગ્ય અને સ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે સમ્યગ્દર્શન.
જ તત્ત્વાર્થ શ્રધ્ધાનું રૂપ સમ્યગ્દર્શન આત્માનો સૂક્ષ્મ ગુણ છે. જેને કેવળી ભગવંત સિવાયના છદ્મસ્થ જીવો જોઈ શકતા નથી. તેથી સમ્યગ્દર્શનના અનુમાન માટે શાસ્ત્રકાર મહર્ષિ પાંચ લક્ષણો જણાવે છે. આ પાંચ ચિહ્ન જોઇને સમકિતી હોવાનું અનુમાન થઈ શકે.
(૧)પ્રશમ-ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોનું મંદપણું. અનંતાનુબંધી કષાયોનો અનુદય તેને શમપણું કહે છે. બીજા અર્થમાં કષાય વૃત્તિ અને વિષયતૃષ્ણાનું શમી જવું તે પ્રશમ.
(૨)સંવેગ-મોક્ષની અભિલાષા તે સંવેગ. જૈન પ્રવચન અનુસાર નરકાદિ ગતિને જાણવાથી જે ભય ઉત્પન્ન થાય છે. તેવા જીવ, પોતાના કર્મોદય વડે નારક-તિર્યંચ-મનુષ્ય આદિમાં પ્રાપ્ત થતાં શારીરિક-માનસિક મહદ્ દુઃખો હવે ન થાય કે ન ભોગવવા પડે તેવા વિચારથી હું પ્રયત્ન કરું તેમ ચિંતવે તેને સંવેગનું લક્ષ્ય સમજવું.
(૩)નિર્વેદઃ- જેના ચિત્તમાં સંસારરૂપી કારાગૃહનું વર્જન કરવામાં તત્પર એવી બુધ્ધિ હોય તેને નિર્વેદ લક્ષણ સમજવું. પરમાત્માના ઉપદેશ વચનથી સંસાર-શરીર-ભોગ ત્રણે વિષયમાં કંટાળો ઉત્પન્ન થવો.
(૪)અનુકંપા-સંસારના બધા પ્રાણીઓ પરત્વે કરુણા ભાવનાતે અનુકંપા, દીન દુઃખી દારિદ્રને પામેલા પ્રાણીઓના દુઃખોનું નિવારણ કરવાની નિરંતર ઇચ્છા તે અનુકંપા. આગળ વધીને ત્યાં સુધી કહ્યું કે સુખના અર્થી અને દુઃખ નિવારણાર્થી જીવોને મારા વડે અલ્પ પીડા પણ ન પહોંચે એવું ચિંતવી કરણાર્દ દય વડે વર્તતા હોવું તે અનુકંપા.
(૫)આસ્તિક્યઃ- જિનેશ્વર પરમાત્માએ ભાખ્યું છે તેજ નિઃશક સત્ય છે એવી દઢ આસ્થાવિશ્વાસ, તે આસ્તિક્ય. જીવાદિ પદાર્થો જે સ્વરૂપે અરિહંતાદિકે બતાવ્યા છે તે તેમજ છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org