Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧
સમાધાનઃ- કોળીયું દિવેટ અને તેલ એ પદાર્થો ત્રણ છે. ત્રણે ભિન્ન પદાર્થો મળીને એક દિવો બને કે નહીં? એ જ રીતે અહીં ત્રણે સાધન સ્પષ્ટ અલગ હોવા છતાં એક એવો આત્મદીપક કે આત્મ જયોતિ પ્રગટ કરે છે કે જે અખંડ ભાવથી એક માર્ગ બની જાય છે.
બીજું દ્રષ્ટાંત લઈએતો વિભિન્ન રંગોથી બનેલું કપડું જેમ ચિત્રપટ બની જાય છે. તેમ વિભિન્ન ક્રિયાવાળા આ દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ સાધનોથી એક માર્ગ બને છે.
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ(१) दंसणिस्सनाणं, नाणेण विणा न हुन्ति चरगुणा अगुणिस्स नत्थि मुक्खो, नत्थि अमुक्खस्स निव्वाणं * ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ ગાથા ૩૦ (२)तिविधे सम्मे पण्णत्ते तं जहा-नाणसम्मे दंसण सम्मे વરિત્તસખે જ સ્થાનાંગ સ્થાન ૩ ઉદ્દેશ૪ સૂત્ર ૧૯૪/૨ # તત્ત્વાર્થ સંદર્ભદર્શનપદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર ર-૩ જ્ઞાનપદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર થી ૩૩ ચારિત્ર પદ - વિશેષ ચર્ચા અધ્યાયઃ૯ સૂત્ર ૧૮ મોક્ષ - વિશેષ ચર્ચા અધ્યાયઃ૧૦ સૂત્ર ૩-૪
[9] પદ્ય(૧) મુકિતમંદિર ગમનકરવા, માર્ગ વીરે ઉપદિશ્યો
શ્રવણ કરીને ભવ્યજીવ, દયમાંહે સદ્યો સાચી શ્રધ્ધા જ્ઞાન સાચું, ચરણ સાચું આદરો શિથિલ કરીને કર્મબંધન મુકિતમાર્ગે સંચરો સર્વે ભૌતિક લાલસા જતી રહે જાગે મુમુક્ષા તથા લાવે જ્ઞાનશું વીતરાગી પણની પાકી પરાકાષ્ટાતા કર્મોક્ષીણ થતાં વિકાસ વધતા આત્માતણી પૂર્ણતા
તે છે મોક્ષ સ્વરૂપ જે ભવિજનો જે માર્ગને ઝંખતા. U [10]નિષ્કર્ષ
જીવો જગતમાં જે દુઃખ ભોગવી રહ્યા છે. તેનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા,અજ્ઞાન દશા છે. જેનેમિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન કહેવાય છે. જીવે પોતાનીઆદશા પોતાની મેળે જ કરી છે. જો હવે શાશ્વત સુખની ઇચ્છા હોય તો સમ્યદર્શનાદિ પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આ સૂત્ર શાશ્વત સુખ માટે શ્રધ્ધાળુ બનવા, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા અને પ્રશસ્તક્રિયા કે આચરણ કરવાનું જણાવે છે.
_ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org