Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧. સૂત્ર: ૪
આપો આપ જ એવી કૅસ્થિતિ કિવા નિમિત્તો વડે. [10] નિષ્કર્ષ-સંસાર પરિભ્રામણમાં જીવ સુધા-તૃષ્ણા-વ્યાધિ-ઈષ્ટ વિયોગઅનિષ્ટ સંયોગ-વધ-બંધ-વગેરે અનેક વિપત્તિને પ્રતિક્ષણ ભોગવી રહ્યો છે. તેમાં જે જીવ સ્વભાવિક કે બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે તે અલ્પ એવા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં મોક્ષનું અનંત સુખ માણે છે.
મોક્ષના ઇચ્છુક આત્મજ્ઞાની પુરુષને આસૂત્રઅધિગમરૂપે સાત પ્રકારના સાધનો દર્શાવે છે. જેના દ્વારા અધિગમ સમ્યગ્દર્શન પામી અનંતા દુઃખમાંથી છુટકારો પામી શકાશે.
0 1 0 0 0 0 0
(અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪) [1]સૂત્રહેતુ- બીજાસૂત્રમાં લખ્યું તે તત્ત્વો કયા કયા છે તેનો નામ-નિર્દેશ આ સૂત્રમાં કરાયો છે. તેમજ તત્ત્વના સ્વરૂપનો પરિચય અપાયો છે.
U [2] સૂત્ર મૂળ:-નીવાનીવાશ્રવવન્યસંવર્ધનરામોલાતત્ત્વમ્ 1 [3] સૂત્ર પૃથક-ઝીવ નીવ મઝવ વન્ય સંવર નિર્નર મોક્ષ: dવમ્ 1 [4] સૂત્ર સાર-જીવ-અજીવઆશ્રવબંધસંવરનિર્જરાઅનેમોક્ષfઆસાત) તત્ત્વો છે..
[5] શબ્દ જ્ઞાનઃનવ-જીવ, આત્મા મગીવ -જીવ નથી તે માસવ-કર્મનું આવવું તે. વન્ય-જીવ સાથે કર્મનું ચોંટવું સંવર-આમ્રવનો નિરોધ નિર્જરી-કર્મોનું ખરી જવું મોક્ષ-કર્મોનો સર્વથા ક્ષય. તત્ત્વ-તત્ત્વ જુઓ -.ર
[6]અનુવૃત્તિ - આ સૂત્રમાં ઉપરના કોઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા-સૂત્ર બીજામાં જે તત્ત્વાશ્રદ્ધાને કહ્યું ત્યાં તત્ત્વની તાત્ત્વિક કે શાબ્દિક વ્યાખ્યા અપાઈ હતી પણ આપણે જે સાત તત્ત્વોની જ તત્ત્વ રૂપે વિચારણા કરવાની છે તે સ્પષ્ટ નામ-નિર્દેશપૂર્વક આ સૂત્રમાં જણાવેલ છે. જીવાદિ તત્ત્વોના સ્વરૂપનો પરિચય આ સૂત્ર દ્વારા પ્રાપ્ત કરવાનો છે.
+ (૧)જીવઃ- (૧) જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુકત છે તે જીવ કહેવાય છે.
(૨)જીવ એટલે આત્મા
(૩)જે જીવે -પ્રાણોને ધારણ કરે તે જીવ. લોકમાં નવતત્વ એ મુખ્ય તત્ત્વ છે. પ્રાણના ભાવથી અને દ્રવ્યથી બે ભેદો છે. જ્ઞાન-દર્શનાદિ આત્માના જે ગુણો તે ભાવપ્રાણ કહે છે. અને પાંચ ઇન્દ્રિય મન-વચન કાયારૂપ ત્રણેયોગ+શ્વાસોચ્છવાસ+આયુષ્ય એ દશ પ્રાણ ને દ્રવ્યપ્રાણ કહે છે. સંસારી જીવોને દ્રવ્ય તથા ભાવબંને પ્રકારે પ્રાણ હોય છે. સિધ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ હોય છે. તેઓ દ્રવ્ય પ્રાણના ધારક હતા તેનો ઉપચાર કરીને પણ જીવ ગણી શકાય. }
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org