Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આત્મા છે-નિત્ય છે વગેરે જેની મતિ છે તે આસ્તિક. તેનો ભાવ કે પરિણામવૃત્તિ તે આસ્તિક્ય.
જ આ પાંચ ચિહ્નોનોક્રમ પડ્યાનપૂર્વી સમજવો. પ્રથમ આસ્તિક્ય પછી અનુકંપાનિર્વેદ-સંવેગ-પ્રશમ. આવો ક્રમ પ્રધાનતાની અપેક્ષાએ છે. આસ્તિક્યથી અનુકંપા પ્રધાન છે. અનુકંપાથી નિર્વેદ પ્રધાન છે એમ ઉત્તરોત્તર ક્રમશ:પ્રશમ ગુણ પ્રધાન હોવાથી સર્વ પ્રથમ પ્રશમ ગુણ લખ્યો છે.
અલબત્ત આ ગુણો જિનવચનાનુસારી હોય તે મહત્વનું છે. જિનવચનને નહીં અનુસરતા એવા પ્રશમાદિ ગુણો પરમાર્થથી ગુણોજનથી એટલે મિથ્યાદ્રષ્ટિમાં આગુણો હોય તેમ જણાય તો પણ તેને સમ્યફ ન મનાય.
• તત્ત્વાર્થ શ્રધ્ધાનમ્ અનને સમ્યગ્દર્શનમ્ બંને સમાનાધિકરણ વાળા છે ત્યાં અગ્નિથી ધુમાડો જુદો છે તેવી રીતે આ બંને ભિન્ન છે તેવો ભેદ કરવો નહી. પણ જેમ અગ્નિ અને ઉષ્ણત્વમાં સમાનતા છે તેમ તત્ત્વાર્થ શ્રધ્ધાનું અને સમ્યગ્દર્શન સમાન ગણવા.
જ તત્ત્વ અને અર્થમાં અનેકાન્ત મત મુજબ થોડો ભેદ છે અને થોડો અભેદ છે તેવો મત સ્વીકારીએ તો પ્રશ્ન થશે કે માત્ર તત્વ શ્રદ્ધાનું કે મર્ધ શ્રદ્ધાનું જ લખવું જોઇએ ને?
પણ આ શંકા અયુકત છે. કેમ કે માત્ર તત્ત્વશ્રધ્ધાન્ થી “માત્ર સ્વરૂપ કે ભાવ” એવો અર્થ જ ગ્રહણ થશે અને અર્થ શ્રધ્ધાનું કહેતા બધાં જ પ્રકારના અર્થો ગ્રહણ કરવા પડશે. મતલબ એકાન્ત પક્ષનું ગ્રહણ થશે. માટે બંને લેવા જરૂરી છે.
સૂત્રસારાંશ - તત્ત્વાર્થ શ્રધ્ધાનુ એવું ન લખે તો પણ સમ્યગ્દર્શન શબ્દનિરુકિત સામર્થ્ય વડે સ્પષ્ટ છે, છતાં આ સુત્ર બનાવવામાં આવ્યું તે સમજવા યોગ્ય છે.
સમ્યક્નો અર્થ પ્રશંસા થયો. દર્શનનો સામાન્ય અર્થ “જોવું” થાય છે. આ બે શબ્દો ભેગા મુકવાથી સમ્યગ્દર્શનનો પારિભાષિક અર્થપ્રાપ્ત થતો નથી. નિરૂકતિથી તો “સારુ જોવું” એવો અર્થ નીકળશે. આવો દર્શનોપયોગતો અભવ્ય જીવોને પણ જ્ઞાનની પૂર્વેહોય છે. આવો કોઇ વિપરીત અર્થ ન થાય તે માટે તત્ત્વથી નિર્તીત થયેલા અર્થોનું શ્રધ્ધા તે સમ્યગ્દર્શન ગયું
દુશ ધાતુનો સામાન્ય અર્થ “જોવું' એ આબાલ-ગોપાલ પ્રસિધ્ધ છે. એટલે પ્રશસ્ત અર્થ સ્વીકારતા “સારી રીતે જોવું'' અર્થ નીકળે પણ અહીં શબ્દ નિરુકિત સ્વીકાર્ય નથી. તેમ કરતા અતિ વ્યપ્તિ દોષ લાગે છે અને મિથ્યાત્વી દ્વારા થતું પ્રશસ્ત દર્શન પણ સમ્યગ્દર્શન ગણશે.. તેથી બધાં દાર્શનિકે માનેલી પારિભાષિકનિયુકિત જ સ્વીકારવી પડશે. કેમકે વ્યાઘ્ર ની શાબ્દિક વ્યુત્પત્તિ તો વિશેષ પ્રકારે સુંઘવાવાળો અને જેનુંછીત ફત એટલે ગમન કરવા વાળો જ થવાની પણ આપણે ગૌ નું બળદ/ગાય જ લઈએ છીએ તેમ અહીં પારિભાષિક અર્થલેતા “તત્ત્વાર્થ શ્રધ્ધા એ સમ્યગ્દર્શન'' અર્થજ લેવાનું સૂત્રકાર સૂચવે છે.
કોઈ કહેશે કે પ્રતિમાજીનું દર્શન પણ મોક્ષનું કારણ પણું જણાવે છે. મોક્ષમાર્ગના હિસાબે તો દર્શનનો આ અર્થ પણ લેવો જોઈએ. તેમને એટલું જ કહેવું કે તત્ત્વાર્થ શ્રધ્ધાન રહિત કોરા દર્શનથી મોક્ષમાર્ગ કહેશો તો સમવસરણમાં બેઠેલા અભવ્ય ને પણ મોક્ષ પ્રાપ્તિ થવાની તેમ સાબિત થશે કેમકે ત્યાં તો સાક્ષાત્ અર્હત દર્શન થવાનું.
તત્ત્વાર્થને બદલે માત્ર શ્રધ્ધાનું કેમ ન મુકયું? માત્ર શ્રધ્ધાનું લખે તો અનર્થોનું શ્રધ્ધાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org