Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)જ્ઞાન-ગાનતિ તિ જ્ઞાનમ્ અર્થાત્ જે તત્ત્વ શ્રધ્ધા કરે તે જ્ઞાન.
(૩)ચારિત્ર-વરતિ જ્ઞાતિ વારિત્રમ્ અર્થાત જેઆચરણ કરેતે ચારિત્ર. કર્તુત્વસાધનનો સ્વીકાર કરવાથી જ્ઞાન-દર્શનચારિત્ર પર્યાયોથી પરિણત આત્મા જ જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ હોય છે.
જ કરણ સાધનઃ(૧)દર્શન - દૃશ્યતે મનેન ત નમ-જેના વડે શ્રધ્ધા થાય તે દર્શન. (૨)જ્ઞાન -સાયતે મને રૂતિ જ્ઞાનમ્ જેના વડે જણાય તે જ્ઞાન. (૩)ચારિત્રઃ- વીતિ અને તિ વરિત્રમ્ જેના વડે આચરણ થાય તે ચારિત્ર. કરણ સાધનની સ્વીકૃતિ વડે દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ગુણો છે તેમ નક્કી થશે.
* ભાવ સાધનઃ(૧)દર્શનઃ- દૃષ્ટિર્ડશનમ્ તત્ત્વ શ્રધ્ધા એ જ દર્શન. (ર)જ્ઞાન-જ્ઞાતિ જ્ઞનમ્ જાણવું તે જ્ઞાન. (૩)ચારિત્ર- વર વારિત્રમ્ આચરણ તે જ ચારિત્ર. ભાવ સાધનની સ્વીકૃતિ વડે તાત્પર્ય એ થશે કે આ ત્રણે ક્રિયા જ મોક્ષ માર્ગ છે.
* સાધન-સાધ્ય સંબંધ પ્રશ્નઃ-આત્મિક ગુણોનો વિકાસ એજ મોક્ષ કહ્યો છે. વળી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સમક્યારિત્ર એ ત્રણ સાધન પણ આત્માના ખાસ ખાસ ગુણોનો વિકાસ છે. તો પછી મોક્ષ અને તેના સાધનમાં તફાવત શો રહે છે? અહીં સાધ્ય સાધનભાવ કઈ રીતે સમજવો?
સમાધાન - સમ્ય દર્શન-જ્ઞાન અને ચારિત્ર ત્રણે સાધન પણ છે અને સાધ્ય પણ છે. તેથી મોક્ષ કે મોક્ષના સાધનમાં કોઈ તફાવત જણાશે નહીં. પણ અહીં જુદી રીતે વિવક્ષા કરશો તો સાધ્ય સાધનભાવ સ્પષ્ટ થશે.
જો સિધ્ધ પરમાત્માની અપેક્ષાએ વિચારશો તો મોક્ષ અને દર્શનાદિ રત્નત્રયનો સાધ્યસાધન ભાવ રહેશે નહીં. કારણ કે તેઓએ સાધ્ય સિધ્ધ કરી લીધું છે. પરંતુ સાધક અવસ્થામાં આ ભેદ સ્પષ્ટ થઈ શકશે.
સાધક આત્માને માટેદર્શન-જ્ઞાનચારિત્રત્રણે સાધન પણ છે. અને સાધ્ય પણ છે. દર્શન-જ્ઞાનચારિત્રત્રણેપદની આરાધનાપૂર્ણરત્નત્રયરૂપમોક્ષ આપશે. અર્થાત જયાં સુધી દર્શનાદિઆરાધના થકી આત્માના ગુણોનોક્રમિક વિકાસ કરવાનો છે ત્યા સુધી દર્શન-જ્ઞાન-ચારિત્રએ સાધન રૂપ છે. જયારેપૂર્ણ વિકાસ થઈ જાય ત્યારે તે જ ગુણો સાધ્ય સ્વરૂપ પૂર્ણ કરે છે.
જેમ એક મીણબત્તી છે. તે સળગતી હોય તેમીણબત્તીવડે આપણી મીણબત્તી સળગાવીએ ત્યારે પહેલી મીણબત્તી સાધન થયું અને આપણી મીણબત્તી સાધ્ય થયું. તેમદર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણે સાધન રૂપ છે. અને આ જ સાધનો વડે સાધ્ય એવા નિજ-ગુણ પ્રગટાવવાના છે.
જ અંતિમ ખુલાસોઃ- [રત્નત્રયનું ઐકય કઈ રીતે
દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેમાં લક્ષણો વડે કરીને ભેદ છે. જોવું, જાણવું અને આચરવું એમ ત્રણે ક્રિયાઓ તો સ્પષ્ટ રૂપે અલગ અલગ છે. તેથી ત્રણે મળીને એક માર્ગન થઈ શકે. ત્રણે માર્ગ અલગ જ હોવા જોઇએ ને?
Jain Education International
For Private & Personal Use Only For Private & Pers
www.jainelibrary.org