Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૧ સૂત્ર: ૧ વીતરાગભાવરૂપ ચારિત્ર પણ છે જે છતાં મનોયોગ-વચનયોગ-કાયયોગ ચાલુ હોવાથી અયોગીપણું ન હોવાથી તેટલે અંશે ચારિત્રની અપૂર્ણતા રહેવાની. તેથી અશરીરસિધ્ધિ એટલે કે મોક્ષ થશે નહીં. આ ત્રણે સાધનોની સમ્યફ પરિપૂર્ણતાથી જ મોક્ષ થઈ શકે.
સૂત્રકારે આ ત્રણે સાધનોની સમન્વીતતા દર્શાવવા માટે જ [ રન જ્ઞાન વારિત્રા એ પૂર્વ પદ બહુવચનમાં અને મોક્ષમા: એક વચનમાં દર્શાવેલ છે.
જ ત્રણે સાધનોનો સખ્તવીત વિચાર
સમ્યગ્દર્શન ની સાથે સામાન્ય મતિ શ્રુતજ્ઞાન અવશ્ય રહે છે. પરંતુ વિશેષ સમ્યગ્દર્શન પૂર્વે સમ્યજ્ઞાન હોવું જરૂરી નથી. પરિપૂર્ણદ્વાદશાંગીશ્રુતજ્ઞાન પણ એજજીવનેઉત્પન્ન થાયછેજેને પહેલા સમ્ય દર્શન ઉત્પન્ન થઈ ચૂકયું હોય. મન:પર્યવ અનેવળજ્ઞાન પણ સમ્યક્રુષ્ટિજીવને જ ઉત્પન્ન થાય છે. એમ સમગ્રતયા જોતાં સમ્યગ્દર્શનનું જ્ઞાન કરતા પૂજયપણું સાબિત થયેલું છે માટે સૂત્રકારે પ્રથમ સમ્યગ્દર્શન મૂક્યું તે યોગ્ય જ છે.
જ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્તિ થવા છતાં પણ તે ભવે કે બીજે ભવે મોક્ષ પ્રાપ્તિ થાય જ તેવો નિયમ નથી. શ્રેણિક રાજા જેવા ક્ષાયિક સમકિત ત્રીજે ભવે મોક્ષે જશે. વળી કોઇભોગ સુખવાળા યુગલિક ભૂમિમાં જન્મ પામ્યા હોય તેવા ક્ષાયિક સમકિતી જીવ ચોથા ભવે પણ મુકિત પામે. પરંતુ પ્રત્યક્ષ પૂર્ણજ્ઞાની (કેવળ જ્ઞાની) તે જ ભવે મોક્ષ પામેછે [તેથી દર્શન કરતાં જ્ઞાનની પૂજયતા વિશેષ લાગે તો તેઓએ પ્રથમ ચારિત્રની પૂજયતા વિચારવી આમ છતાં દર્શનહોય તો જ જ્ઞાન સમ્યફ બને છે. માટે બીજા ક્રમે જ્ઞાન મુકયું તે પણ યોગ્ય જ છે.
# ક્ષાયિક દર્શન જેમ અવ્યવહિત પણે તે જ ભવે મોક્ષનું કારણ બને તેવો નિયમ નથી તે રીતે ક્ષાયિક જ્ઞાન-પૂર્ણજ્ઞાન પણ અવ્યવહિત પણે ઉત્તર સમયે મોક્ષનો સંપાદક બને તેવો નિયમ નથી ત્યાર પછી અઘાતી કર્મોનો નાશ-અયોગ્ય પૂર્ણ ચારિત્ર વગેરેની અપેક્ષા રહેવાની જ છે. કેવળજ્ઞાન પણ બાકીની ચાર કર્મ પ્રવૃત્તિનો નાશ થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થશે.
ચૌદમાં અયોગી જ્વળી નામના ગુણઠાણા ને અંતે પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એત્રણેજઅવ્યવહિત પણે ઉત્તરકાળથનાર મોક્ષના સાક્ષાતકારણરૂપ છે. તેમજ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેનું પૂજયપણું સમાન છે. ત્રણે રત્નો મોક્ષ માટે સમાન રૂપે જ સાધનભૂત છે.
એક વખત સમ્યદર્શનની સ્પર્શના પામેલો જીવ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે જવાનો. અનંત ભવોનો મૂળ સહિત નાશ કરવામાં સમ્યફદર્શન જ એકમાત્ર પ્રાથમિક સાધન છે. ત્યાર પછી તેમાં ગુણસ્થાનક પૂર્વમોહનીયનો ક્ષય થયા બાદ જ્ઞાનાવરણીયાદિનો સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનશબ્દ બીજા ક્રમે મુકયોકેમકેવળજ્ઞાનનોસંબંધમોહનીયજ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયએચારકર્મનાક્ષયસાથે છે. ત્યાંસમ્યજ્ઞાન પરિપૂર્ણબને છે. ચોથાશુકલધ્યાનના અંતિમ તબકકે સંપૂર્ણ કર્મક્ષયથી ક્ષાયિક ચારિત્ર પરિપૂર્ણ બનશે માટે ત્રીજા ક્રમે છે. એ રીતે સૂત્રમાં પરિપૂર્ણતાની અપેક્ષાએ ઉત્પન્ન થતા દર્શન-જ્ઞાન-ચારિત્રનો ક્રમ સર્વથા યોગ્ય અને દોષ રહિત છે.
13 અહીંદર્શન-જ્ઞાન અને ચારિત્રએ ત્રણે શબ્દોને કઠૂંસાધન કરણસાધન-ભાવસાધન એમ ત્રણે પ્રકારે સમજવા જોઈએ.
જ કતૃસાધન:(૧)દર્શન -
પતિ ત નમ્ અર્થાત્ જે તત્ત્વ શ્રધ્ધા કરે તે દર્શન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org