________________
પ્રાસ્તાવિક મનુષ્યજીવન ઉપર યંત્રવિજ્ઞાને કરેલા મહાન ઉપકારોની જમા બાજુ સામે, તેણે કરેલા કંઈક મહત્ત્વના નુકસાન તરીકે આટલું ઉધારવું જોઈએ કે, તેણે મનુષ્યજીવન વિષેના જ આપણા વિચારેને ગૂંચવી નાખ્યા છે, તથા અવળે માર્ગે ચડાવી દીધા છે. તેની કૃત્રિમતાઓનું તેમના ઉચિત ક્ષેત્રમાં અતિશય મૂલ્ય છે; પરંતુ તેણે તે પોતાનું અસ્તિત્વમાં લાવનાર ચિત્ત ઉપર જ તેમને લાદી દીધી છે; અને એ રીતે મનને પિતાના હથિયારનું જ ગુલામ બનાવી દીધું છે.
સ્થળ-ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિના પ્રાધાન્યનું તેથી પણ ઊડું કારણ બતાવી શકાય તેમ છે. યંત્રવિજ્ઞાને એ કારણને અતિશય લાભ ઉઠાવ્યા છે, તથા તેને વધારે પડતું મહત્ત્વ આપ્યું છે. એ કારણે તે બીજું કાંઈ નહિ, પણ આપણું બધી ઇદ્રિયમાં આંખ જ આગેવાનીભર્યો ભાગ ભજવે છે એ બીના છે. આ વસ્તુસ્થિતિને કારણે જ સર્વ જમાનાઓમાં મનુષ્યના ચિત્ત આંખની આગેવાની હેઠળ જ વિચાર કરવાનું - વલણ બતાવ્યું છે. તેથી અતિ સૂક્ષ્મ ગગનવિહાર વખતે પણ વિચારની ભાષા દશ્ય જગતમાંથી ઊછીનાં લીધેલાં રૂપકે ઉપર જ મુખ્યત્વે રચાઈ હોય છે. આને લીધે એવા ભ્રમ અને વિપરીતતાઓ ઉત્પન્ન થાય છે કે, તેમને માત્ર ઊંડું વિવેકજ્ઞાન જ પકડી શકે તથા સુધારી શકે.
હવે, આંખ તો સ્થળમાં વિસ્તરેલા જગતમાં કામ કરનારી ઈન્દ્રિય છે. પરંતુ તે જ જગતમાં બીજી બાજુ મનુષ્યનું ચેતન-જીવન તે કાળમાં ગુજરતું હોય છે. આંખને મળેલી પ્રાધાન્યતાનું ઉદાહરણ એ છે કે, ફિલસૂફી પણ મન સમક્ષ એક વિસ્તૃત પડદા ઉપર દર્શાવવામાં આવેલા દશ્ય તરીકે રજૂ કરાય છે. અને તેથી આપણે તેને માટે પરિચિત એવો દર્શન” શબ્દ વાપરીએ છીએ અને ફિલસૂફેને આ કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org