________________
નાગરિકધર્મનું ત્રિમુખી દયેય આપણું સામાજિક સંગઠન વિજ્ઞાનશુદ્ધ રાજ્યવ્યવસ્થા રૂપે કે બીજા કોઈ તંત્રરૂપે જેમ જેમ વધુ સંપૂર્ણ બનાવીએ, તેમ તમામ નાગરિકોમાં ટ્રસ્ટીપણાની ભાવના પણ દઢમૂળ થાય, એ વસ્તુ વધુ ને વધુ મહત્વની બનતી જાય છે. સામાજિક ટ્રસ્ટીઓ તૈયાર કરવા, અને તેમની સંખ્યામાં વધારો કરવો, એ વસ્તુ આપણી સામે પડેલા સારાય કામના ખીલડારૂપ છે.
અને એ વસ્તુ જરાય અશક્ય પણ નથી. તેને માટે પાયે ક્યારનોય મેજૂદ છે. રાજકારણમાં, નાણાંવ્યવહારમાં, વેપારમાં, ઉદ્યોગમાં, કેળવણીના ક્ષેત્રમાં, એમ આપણા સામાજિક જીવનના બધા વિભાગમાં, અત્યારે–આ ઘડીએ, ટ્રસ્ટીપણાની ભાવનાથી પ્રશંસાપાત્ર રીતે કામ કરી રહેલાં સ્ત્રીપુરુષોની ઠીક ઠીક સંખ્યા મેજૂદ છે. કેટલાક દ્રોહીઓ પણ છે; પરંતુ એ અપશુકનિયાળ અપવાદે તે પેલી સામાન્ય – વ્યાપક વફાદારીની છાપને વધુ ગાઢ બનાવે છે. યંત્રેદ્યોગી સંસ્કૃતિમાં જે કાંઈ ઘટનાઓ જોવા મળે છે,. તેમાં સૌથી વધુ અગત્યની અને સૌથી વધુ ઉત્સાહજનક ઘટના એ છે કે, દરેક ધંધામાં અને ઉદ્યોગના દરેક વિભાગમાં, હું અહીં નિદેશી રહ્યો છું તે પ્રકારના લોકો મળી આવે છે. એ લોકે એવા છે કે, મોટા તથા ગંભીર વિશ્વાસને પદે પણ, તેમના ઉપર કોઈ પ્રકારની નજર, જાસૂસી કે જાપ્તો રાખ્યા વિના ભરોસે રાખી શકાય. આ જાતના નાગરિકોનો વર્ગ ઊભું કરવાની આ સંસ્કૃતિની શક્તિ, એ તેની તરફેણમાં કહી શકાય તેવી સર્વોત્તમ વસ્તુ છે. અને એ વર્ગની સંખ્યા આવશ્યકતા અનુસાર કોઈ પણ હદ સુધી જરૂર વધારી શકાય.
આ બધા ઉપરથી જણાશે કે, રચનાત્મક નાગરિકધર્મનો ઝેક કેળવણીની પદ્ધતિઓ તરફ છે. કારણ કે, કુશળતાને વિકાસ, ટ્રસ્ટીઓની તાલીમ અને વૃદ્ધિ, તથા વૈજ્ઞાનિક પદ્ધતિ
સ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org