Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 315
________________ २८६ સર્વોદયની જીવનકળા સમાજ સાથે વિરોધમાં લાવે છે. બધા માનવસમાજે મળીને એક વ્યવસ્થિત સમાજ સ્થપાય, એ માનવજાતિના ઈતિહાસનું અંતિમ પગલું છે કેન્ટ એકહથ્થુ રાજશાહીને વિરોધી હતો. તે કહેતો કે, બધી લડાઈઓમાં લડવું પડે છે તો આમજનતાને, પરંતુ લૂંટનો ભાગ જાય છે. થોડાક લોકેના ખિસ્સામાં. જેમને લડવું પડે છે, તેઓને જ જે લડાઈ કરવી કે નહીં એ નક્કી કરવાનું હોય, તો ઈતિહાસ કદી લહીને અક્ષરે ન લખાય. ફ્રેંચ રાજ્યક્રાંતિને મળેલી તાત્કાલિક સફળતાથી તેનામાં એવી શ્રદ્ધા ઊભી થઈ હતી કે, થોડા વખતમાં યુરોપમાં બધે પ્રજાસત્તાક રાજ્ય સ્થપાઈ જશે; અને ગુલામી તથા શોષણ વિનાનાં અને શાંતિ જાળવવાની ટઢ પ્રતિજ્ઞાવાળાં પ્રજાસત્તાક તંત્રોના પાયા ઉપર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થપાશે. પા. ૧૪૩ઃ હિગલઃ ઈ. સ. ૧૭૭૦-૧૮૩૧). તે જમાનાના ચાર મહાન જર્મન આદર્શવાદી ફિલસૂફેમાને છેલ્લે. (બાકીના ત્રણ તે કેન્ટ, ફીશ, શેલિંગ.) તે ટુબીંગન યુનિવર્સિટીમાં ભર્યો હતો. ૧૭૯૩માં તેણે ટુબીંગન છેડ્યું ત્યાર બાદ તે શિક્ષક તરીકે આજીવિકા ચલાવતો હતો. ૧૮૦૧માં તેણે ફીશ અને શેલિંગની ફિલસૂફીઓ ઉપર તુલનાત્મક અને વિવેચનાત્મક નિબંધ લખે. તે જ વર્ષે તે જેના યુનિવર્સિટીમાં અધ્યાપક નિમાયે. પરંતુ આ ગાળામાં નેપોલિયન પ્રશિયા તરફ ધસતે આવતો હતો અને ૧૮૦૬ના જેનાના યુદ્ધને પરિણામે યુનિવર્સિટી તે વખત પૂરતી તો વિખેરી દેવામાં આવી. આ સમય દરમ્યાન હેગલ એક વર્તમાનપત્રનો તંત્રી બન્યો. પરંતુ ટૂંક સમયમાં તે નરેનબર્ગમાં શિક્ષક બન્યો. ત્યાંના વસવાટનાં ૯ વર્ષ દરમ્યાન તેના મુખ્ય ગ્રંથે પ્રગટ થયા. ૧૮૧૬માં તે હીડલબર્ગમાં અધ્યાપક નિમાયે. ત્યાં તેણે પિતાનો મહાન ગ્રંથ “એનસાઈકલોપીડિયા ઓફ ધી ફિલોસોફીકલ સાયન્સીસ” લો. બે વર્ષ બાદ તે બર્લિનની નવી યુનિવર્સિટીમાં અધ્યાપક નિમાયે. અને ૧૩ વર્ષ બાદ તે મૃત્યુ પામ્યા ત્યાં સુધી તે જ પદે રહ્યો. જર્મનીની સમકાલીન ફિલસૂફીનું તે પ્રેરક બળ ગણાતો. તેના તત્વવાદ વિષે અહીં આપણે ખાસ લેવાદેવા નથી. આપણે ઉલ્લેખ તેના સામાજિક-રાજકીય સિદ્ધાંતને લગત છે. તેના જીવનના શરૂઆતનાં વર્ષોથી જ તેણે સામાજિક પ્રશ્નો તરફ પિતાનું લક્ષ દેડાવ્યું હતું, અને ૧૭૯૭માં ટુઆર્ટના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર ટીકા લખી હતી. ત્યાર બાદ તેણે વટેમ્બર્ગ અને જર્મનીનાં રાજ્યબંધારણ ઉપર નાનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમાં તેણે તેમની ટીકા કરી હતી, અને નેલિચનની પ્રતિભાનાં વખાણ કર્યા હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336