________________
૨૯૬
સર્વોદયની જીવનકળા હતી. તેની કવિત્વશક્તિ બહુ પહેલેથી જણાઈ આવી હતી. ૧૮૧૬થી તેણે લખવાની શરૂઆત કરી, અને ૧૮૨૨માં તેણે સિદ્ધહસ્ત લેખક તરીકેની પિતાની કીર્તિ સ્થાપિત કરી દીધી. ૧૮૨૮માં તેણે નાટક લખવાને પ્રથમ પ્રયત્ન કર્યો. તે નાટક “ક્રોમવેલ”ની તેણે લખેલી પ્રસ્તાવનાને નવી “મેંટિક” શાખાના (રોમાંચક શૈલી અને વસ્તુની તરફેણ કરનાર લેખકના) જાહેરનામારૂપ ગણવામાં આવે છે. જૂની પરંપરાઓની આડખીલી વગર, લેખકના પૂર્ણ સ્વાતંત્ર્યની તરફેણ એ શાખા કરતી હતી. ૧૮૩૦માં તેણે “હરનાની” નામે નાટક લખ્યું. તેની શૈલી કંચ રંગભૂમિની પરંપરાઓથી છેક જ ઊલટી જનારી છે. તેમાં જૂના નાટયશાસ્ત્રના નિયમો વેગળે મૂકવામાં આવ્યા છે. “કલાસીકલ” (પ્રાચીન પરંપરાને વળગી રહેનારા ધીરેદાર) શાખાવાળાઓ અને રોમાંચક શાખાવાળાઓ વચ્ચે એ નાટક ભારે લાંબા ઝઘડાનો વિષય બન્યું.
૧૮૩૨માં “નેત્ર કેમ દ પારિસ” એ નવલકથા વડે તેણે ગદ્ય રોમાંચક કથાઓના ક્ષેત્રમાં પણ કાંતિ મચાવી મૂકી.
પછીનાં થોડાં વર્ષ હરનાનીની શૈલીમાં કેટલાંક નાટકો લખવામાં તેણે ગાળ્યાં. એ બધાં નાટકોમાં ભાષા ઉપર અપૂર્વ કાબૂ, ભાવનિરૂપણની બાબતમાં સિદ્ધહસ્તતા, અને કલ્પનાની ફળદ્રુપતા ભારોભાર દેખાઈ આવે છે. દરમ્યાન કેટલીક સુંદર કવિતાઓનાં પુસ્તકો પણ તેણે પ્રગટ કર્યા હતાં.
આ અરસામાં તેના રાજકીય વિચારમાં ભારે ક્રાંતિ મચી રહી હતી. ૧૮૩૦ પહેલાં તે તે કટ્ટર બંધારણવાદી હ; લુઈ ફિલીપના રાજ્યકાળમાં તે બંધારણીય રાજભક્ત હતો. પછી તે કટ્ટર વિનીત બન્યો, અને અંતે ૧૮૪૮માં ધારાસભામાં સભ્ય તરીકે ચૂંટાતાં તે પ્રજાસત્તાકવાદી બની ગયો. ૧૮૫રની રાજક્રાંતિ બાદ, લૂઈ નેપોલિયનનો વિરોધ કરવા બદલ તેને દેશનિકાલ કરવામાં આવ્યો. આ અરસામાં તેનું લેખનકાર્ય છાપાં તથા નાની પુસ્તિકાઓ પૂરતું મર્યાદિત રહ્યું. પણ થોડા જ વખત બાદ તેણે દેશનિકાલ રહ્યાં રહ્યાં જ પાછી ગંભીર સાહિત્યપ્રવૃત્તિ શરૂ કરી.
૧૮૬૨ માં “લા મિઝરેબ્લા” નામની રોમાંચક નવલકથા તેણે લખી. તેમાં આધુનિક જીવનનાં કેટલાંક અંગોનું સૂક્ષ્મ નિરૂપણ છે. ૧૮૭૦ ની ક્રાંતિ બાદ ઇંગે કાંસ પાછો ફર્યો, અને ફરીથી રાજકારણમાં પડ્યો. વચગાળામાં એક વખત તેને બ્રસેલ્સ જવું પડયું, અને ત્યાંથી સામ્યવાદીઓની તરફેણમાં ભાષણ આપવા બદલ દેશનિકાલ થઈ, તે પાછા ક્રાંસ આવીને રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org