Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 324
________________ ટિપ્પણુ પા. રર૮ ૨૫ યાદગાર બનાવનું સંભારણું ભવિષ્યની પ્રજાને રહે તે માટે બેઉ દેશોની ખ્રિસ્તી બહેનોએ ઈશુનું પ્રચંડ બાવલું એન્ડીઝ પર્વતના ઊંચામાં ઊંચે શિખરે ઊભું કરવાનો નિશ્ચય કર્યો. તો ગાળીને એ બાવલું તૈયાર કરવામાં આવ્યું, અને બંને દેશોના સૈનિકોએ મળી મહા પ્રચને તે બાવલું ઊંચામાં ઊંચે શિખરે ચડાવ્યું. બંને દેશની પ્રજાએ તે દિવસે તહેવાર પાળ્યો અને હળીમળીને ઉજાણી કરી. તે બાવલા નીચે કરેલું છે : “આર્જેન્ટાઈન અને ચીલીની પ્રજાઓએ શાંતિ જાળવવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તે પ્રતિજ્ઞા તૂટે તે પહેલાં આ પર્વત માટીમાં મળી જશે.” પા. રર૮ઃ વિકટર ચેરબુલીઝઃ (ઈ. સ. ૧૮ર૯-૯૯) જિનીવાના પ્રસિદ્ધ પ્રોફેસર આંદ્ર ચેરબુલીઝનો પુત્ર. તે તેની રસિક નવલકથાઓને કારણે જાણીતો છે. તે જિનીવામાં જન્મ્યો હતો, અને પારીસ, બન, અને બર્લિનમાં જઈને ફિલસૂફી, ભાષાશાસ્ત્ર, અને ગણિતવિદ્યામાં પારંગત થયે હતો. પહેલાં તેણે શિક્ષકનું કામ હાથ લીધું હતું, પણ પછી તેણે લખવાનું કામ હાથમાં લીધું. નવલકથાઓ ઉપરાંત તેણે બીજા વિવિધ વિષયો ઉપર વિચારપ્રેરક નિબંધ લખ્યા છે. તેણે રાજકીય તેમ જ બીજા ગંભીર વિષય ઉપર પણ લેખ લખ્યા છે. બીજા દેશોમાં તેનાં લખાણે બહુ લોકપ્રિય નીવડયાં છે. પા. ર૮ઃ “સામાજિક કરાર’: જુઓ પા. ૧૪૩ ઉપરનું ટિપ્પણ રૂસે.” રૂસનું આ પ્રસિદ્ધ પુસ્તક છે. તેમાં તે જણાવે છે કે, લોકો પહેલાં કુદરતી દશામાં રહેતા હતા એટલે કે તેમનામાં કાયદાકાનૂનનાં નિયંત્રણ ન હતાં. પછી તે લોકોએ પરસ્પરનું હિત વિચારી એક સમાજવ્યવસ્થા રચી, અને તેનાં નિયમ-નિયંત્રણ સ્વીકારવા કરાર કર્યો. પા. ૨૩૧ ઃ વિલિયમ મેરીસ, ‘ન્યૂઝ ફ્રોમ નેવેર': જુઓ પા. ૧૪૩ ઉપરનું તે મથાળાનું ટિપ્પણ. ૫. ૨૩૬ઃ સ્કાઉટની ચળવળ : આ ચળવળ લેફ. જન. સર આર. બેડન-પોવેલે શરૂ કરી હતી. તેમને હેતુ “તમામ વર્ગના છોકરાઓને સર્વાગસંપૂર્ણ મનુષ્ય બનાવવાનું છે.” એ ચળવળ ભારે સ તથા સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે, અને ધીમે ધીમે છોકરીઓમાં પણ દાખલ કરવામાં છે. પા. ૨૪૦ : વિકટર હ્યુગે : (ઈ. સ. ૧૮૦૨-૮૫) મહાન ફ્રેંચ લેખક. તે નેપલિયનના લશ્કરના એક અમલદાર– જનરલ હ્યુગેને પુત્ર થાય. તેના બાપની કરીને કારણે તેના કુટુંબને હેરફેર બહુ કરવી પડતી. તેણે પારસ (૧૮૦૯-૧૧, ૧૮૧૩–૫) અને માડ઼ીડ (૧૮૬૨)માં કેળવણે લીધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336