Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 328
________________ ટિપ્પણુ પા. ૨૭૮ જણાવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સામે પશુઓના ટોળા જેવું આમજનતાનું ટેળું બંડ પોકારે, તેમાં તેને અનિષ્ટ જ દેખાયું. તેના જવાબમાં પિઈને “રાઈ સ ઓફ મૅન’ નામની ચોપડી લખી. જોકે, ઇગ્લેંડના તથા યુરોપના અન્ય રાજાઓએ તો બર્કને ધન્યવાદ જ આપ્યા. તેના મિત્ર કેસના વિચારો આ બાબતમાં જુદા હતા, એથી બર્ક તેના પક્ષમાંથી છૂટે થઈ ગયો. તેણે કહ્યું, “મારે મિત્ર મને પ્રિય છે, પણ મારે દેશપ્રેમ મને તેથી પણ વધુ પ્રિય છે.” પોતાના પછીના જીવનમાં તેણે ક્રાંતિના સિદ્ધાંતોનો વિરોધ સતત કર્યા કર્યો. તેના ઉપર કેસ અને શેરીડને ભારે પ્રહારો કર્યો. ૧૭૫માં બર્ડ પાર્લમેંટમાંથી નિવૃત્ત થયે; તેના એકમાત્ર જીવતા રહેલા પુત્રના મૃત્યુથી આ અરસામાં તેને ભારે આઘાત થયો, અને તે બિકન્સફિલ્ડ ચાલ્યો આવ્યો. ૧૭૯૭માં તેની માંદગીએ ગંભીર સ્વરૂપ પકડ્યું અને જુલાઈની ૯મી તારીખે તે મરણ પામે. તેને વેસ્ટમિન્સ્ટર એબીમાં દાટવાની સૂચના આવી હતી, પણ તેણે પિતે બિકન્સફિલ્ડમાં જ દટાવાનું પહેલેથી પસંદ : કરેલું હોવાથી તેને ત્યાં જ દાટવામાં આવ્યે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336