Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 322
________________ ટિપ્પણુ પા. ૨૨૩ ૨૯૩ સુંદરતા, તથા તેના ગ્રંથોમાં વ્યાપી રહેલ ઉમદા આશાવાદને કારણે તે અતિ લોકપ્રિય તથા સુવિખ્યાત લેખક નીવડ્યો છે. પા. રર૩,રર૪ઃ કેટ લેક મિનેઅન લેક: કીટ ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસની દક્ષિણ-પૂર્વમાં આવેલ મેટે ટાપુ છે. ૧૯૧૧માં ત્યાંની વસ્તી ૩,૫૩૨૦૬ હતી. ત્યાંના લોકોની ભાષા ગ્રીક છે. તેમાં મુખ્ય શહેર ત્રણેક છે, અને તે બધાં ઉત્તર કિનારે આવેલાં છે. જોકે અત્યારે તે ત્રણેક શહેર સિવાય બીજાં કોઈ શહેર કોઈ અગત્યનાં નથી, તોપણ કવિ હોમરના જમાનામાં ક્રીટમાં એક સમૃદ્ધિમાન શહેરો હતાં એમ કહેવાય છે, અને તેમનાં ખંડેરે આજે પણ શેધઓળખાતાને ભારે રસને વિષય છે. ૧૦મા સૈકામાં કરવામાં આવેલી વિસ્તૃત શેધખોળોને કારણે પૂર્વઐતિહાસિક ગ્રીક સંસ્કૃતિ સમજવામાં ભારે મદદ મળી છે. એ સંસ્કૃતિને માઇસેનિયન' નામ આપવામાં આવ્યું છે. હવે તો એવું સિદ્ધ થયું છે કે, એ સંસ્કૃતિ પણ કીટમાં એક બહુ આગળ વધેલી પૂર્વ સંસ્કૃતિનું અંતિમ તથા અગત રૂપ છે. એ પૂર્વ સંસ્કૃતિનો સમય ઈ. સ. પૂર્વે ૩૦૦૦નો અંતભાગ ગણાય છે. તેને હવે “એજિયન' નામ આપવામાં આવ્યું છે. મુખ્યત્વે સર આર્થર ઇવાન્સે કરેલી એ શોધળોની પહેલાં, ડોરિયન ચડાઈ પહેલાંના ગ્રીક ઇતિહાસને, દંતકથાઓ અને પૌરાણિક કથાઓનું વેરાન જ માનવામાં આવતું હતું. ૧૯૦૫માં ઇવાન્સે કીટના પ્રાચીન રાજા મિનેસની રાજધાની ગણાતા કનેસિસનાં ખંડેરોમાંથી એક માટે મહેલ ખોદી કાઢવ્યો. તે એકર જેટલા વિસ્તૃત હતો. તેમાં ગટરની યોજના છેક છેલ્લી આધુનિક પદ્ધતિની હતી. તેમાંનાં કેસ્કો ચિત્રોમાં આવતો પહેરવેશ, તેમાં મળી આવેલાં વાસણસણ, દેવમંદિર, વગેરે ઘણાં આશ્ચર્યજનક છે. આ મહાન સંસ્કૃતિનો મધ્યાહ્નકાળ ઈ. સ. પૂ. ૩૦૦૦-૨૦૦૦ ગણાય છે. તેના પ્રારંભિક મિનોઅન, મધ્ય મિનોઅન, અને અંતિમ મિનોઅન એવા ત્રણ યુગો પાડવામાં આવે છે. સમુદ્ર દ્વારા આવેલી કેઈ આફત આ મહાન સંસ્કૃતિને નામશેષ કરી નાખી એમ મનાય છે. ફરી એક વાર તે સંસ્કૃતિ ઊભી થઈ પણ ખરી, પણ ડેરિયન ચડાઈના ફટકાએ તેને સુવાડી દીધી, તે ફરી ઊભી થઈ શકી નહીં. • ૧. કીટના મિનેસ રાજાના નામ ઉપરથી ક્રીટની ચડતીના પ્રાચીન કાળને આ નામ આપવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336