Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 320
________________ ટિપ્પણુ પા. ૧૮૪ ૨૯૧ પા. ૧૮૪: કેલીકસ એડલર: (૧૮૫૧-૧૯૩૩) અમેરિકાને કેળવણીકાર. તેને જન્મ જર્મનીમાં એક યહુદીને ત્યાં થયો હતો. તેને પિતા ૧૮૫૭માં અમેરિકામાં આવી વસ્યા. એડલર ૧૮૫૭માં કલંબિયામાં ગ્રેજ્યુએટ બન્યો. ૧૮૭૪માં તે કોર્નેલ યુનિવર્સિટીમાં હિબ્રુ અને પૌર્વાત્ય સાહિત્યને પ્રોફેસર બન્યા. ૧૮૭૬માં ન્યૂયોર્કમાં તેણે સોસાયટી ફોર એથિકલ કલ્ચર’ સ્થાપી. ૧૯૦૨માં તે કલબયા યુનિવર્સિટીમાં રાજકીય અને સામાજિક નીતિશાસ્ત્રનો પ્રેફેફર બને. તેના મુખ્ય ગ્રંશે આ છે: “લાઈફ એન્ડ ડેસ્ટીની” (૧૯૦૩), “રિલીજિયન ઑફ ડયુટી” (૧૯૦૫). પા. ૧૯૮ઃ મેન્ડેલઃ પશુ, પંખી, વનસ્પતિ આદિમાં વંશપરંપરા કઈ કઈ વાતો ઊતરી શકે, તે લક્ષમાં લઈ તેમના ઉછેરનું શાસ્ત્ર ઊભું કરનાર શોધક. તેને જન્મ ઓસ્ટ્રિયામાં ૧૮૨૨માં થયો હતો. વિયેનાની યુનિવર્સિટીની પદવી લઈ તે મઠમાં જોડાયે, અને ખ્રિસ્તી મહંત બન્યા. તે કામગીરી બજાવતાં બજાવતાં તેણે પિતાની શોધને લગતાં નિરીક્ષણ કર્યા. તે ૬૨ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૪માં ગુજરી ગયે. મેન્ડેલ મઠની શાળામાં પ્રકૃતિવિજ્ઞાન શીખવા અને સમકાલીન પ્રાણીવિજ્ઞાનને પૂરે માહિતગાર હતો. પિતાના બગીચામાં તે વટાણાની જુદી જુદી જાતો ઉછેરવામાં ઘણો વખત ગાળતો, અને પિતે ઉગાડેલા દશ હજાર જેટલા છોડવાઓની વિશેષતાઓની તેણે બારીક નોંધ રાખી હતી. એ બધાં નિરીક્ષણે કરતાં કરતાં તેને દેખાતું ગયું કે, માતાપિતાની વિશેષતાઓ સંતાનમાં ઊતરવા-ન-ઊતરવાના ચોકસ કુદરતી નિયમો હોવા જોઈએ. અને તે નિયમો તેણે વિશાળ નિરીક્ષણ ઉપરથી તારવવા પ્રયત્ન કર્યો. તે ઉપરથી ઊભા થયેલા શાસ્ત્ર, વનસ્પતિ પશુ પંખી વગેરેની જુદી જુદી જાતોના ઉછેરમાં, તથા તેમાં સુધારા-વધારા કરવામાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. પા. ૨૦૦ઃ વિકાસવાદ: ડાર્વિને જુદાં જુદાં પ્રાણીઓના શારીરિક બંધારણના નિરીક્ષણ ઉ૫રથી આ વાદ સ્થાપિત કર્યો છે. ડાર્વિનનું કહેવું છે કે, પ્રાણીઓની જુદી જુદી જાતો તથા વર્ગો મૂળ બહુ થોડાં સાદાં સ્વરૂપમાંથી પરિસ્થિતિના ફેરફાર મુજબ, કુદરતની વિસામણીના નિયમ હેઠળ ક્રમે ક્રમે વિકાસ પામ્યાં છે. (જુઓ આગળ “ડાર્વિન” પા. ૨૦૪ ઉપરનું ટિપ્પણ પણ.) પા. ૨૦૧: વિકટોરિયા કેસઃ મુલ્કી લશ્કર અને નૌકાસૈન્યમાં વિશેષ પ્રકારની બહાદુરી બતાવનારને આ ચાંદ એનાયત કરવામાં આવે છે. એની સ્થાપના ૧૮૫૬માં થઈ હતી. ગયા યુરોપીય મહાયુદ્ધ (૧૯૧૪–૧૮) દરમ્યાન ૫૭૦ જેટલા આવા ચાંદ આપવામાં આવ્યા હતા. નેતન-કમિશન્ડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336