Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 318
________________ ૨૯ ટિપ્પણ પા. ૧૪૩ પરંતુ તેના કરતાં વધુ મહત્ત્વની એવી આ જાતની ઈશભક્ત સમાજવાદીએની ચળવળ તો ગયા સૈકાની મધ્યમાં કેડીક ડેનીસન મેરીસ અને ચાર્લ્સ કિંસ્લીના અનુયાયીપણ હેઠળ શરૂ થયેલી ચળવળ હતી. તેમની ચળવળને મુખ્ય મુદ્દો એ હતો કે, આધુનિક પાશ્ચાત્ય જગતમાં જે કાંઈ સારું કહી શકાય તેવું છે, તે ઈશુખ્રિસ્તે ઉપદેશેલા નીતિશાસ્ત્રનું પરિણામ છે. તેથી ઈશુએ ઉપદેશેલા નીતિધર્મનો સાર્વત્રિક અને વ્યવહારુ અમલ ફરી સ્થાપિત કરવામાં આવે, તો અર્ધગતિને માર્ગે વળેલ નો જમાનો બચી શકે અને ફરી સુખશાંતિ જગતમાં સ્થપાય. ઈશુને સાચો અનુયાયી અત્યારના મૂડીવાદી તંત્રને ટેકે ન આપી શકે, એ તેમની વિચારસરણિનું ધ્રુવપદ છે. પા. ૧૪૩ ૨સ્કીન (ઈ. સ. ૧૮૧૯-૧૯૦૦) તેને જન્મ લંડનમાં એક તવંગર દારૂના વેપારીને ત્યાં થયો હતો. તેને ઘરમાં તેમ જ ઓકસફર્ડમાં કેળવણું મળી હતી. પછી તેણે ચિત્રકળાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૪૬ થી ૧૮૫૩ સુધીમાં તેણે કળા અને શિલ્પ બાબતમાં પોતાનાં ત્રણ મુખ્ય પુસ્તક પ્રસિદ્ધ કર્યો. ૧૮૬૯માં તે ઓકસફર્ડમાં લલિતકળાઓને અધ્યાપક નિમાયો. તબિયતને કારણે ત્યાંથી રાજીનામું આપ્યા પછી તે બંટવુડ કેનિસ્ટનમાં નિવૃત્ત જીવન ગાળતો રહ્યો. આર્થિક વિષય ઉપર તેનું પ્રથમ પુસ્તક “અન-ટુ-ધીસ-લાસ્ટ” છે. તે તથા “મુનરવા પુલવેરીસ’ (૧૮૬૨-૩), “કાઉન ઓફ વાઇલ્ડ લીવ” અને કામદારોને પત્રો (ફેર્સ કલેવીગેરા ૧૮૭૧-૮૪) મળીને તેનાં આર્થિક બાબતોને લગતાં મુખ્ય પુસ્તક છે. તેને તથા કાર્લાઈલને આધુનિક અંગ્રેજ સમાજવાદી ચળવળના પિતા કહી શકાય. તેના સામાજિક સિદ્ધાંતનું રહસ્ય તેના પિતાના એક નાના વાક્યમાં મૂકી શકાય : “જીવન સમાન બીજી કોઈ સંપત્તિ નથી.” – અર્થાત પ્રેમ, આનંદ અને વિભૂતિપૂજાની સર્વ ભાવનાઓવાળું જીવન એ જ મનુષ્યની ખરી સંપત્તિ છે. તેના આ સિદ્ધાંતમાંથી તેનું બાકીનું ઘણું વક્તવ્ય નીકળે છે. જો ઉત્તમ જીવન એ જ સાચું ધન હોય, તે જે દેશમાં ઉમદા તથા સુખી માનવ પ્રાણીએ સૌથી વધારે હોય, તે દેશ જ સૌથી વધુ તવંગર ગણાય. તથા તે માણસ જ સૌથી વધુ સમૃદ્ધિમાન ગણાય કે જે પોતાના જીવનને પરિપૂર્ણ બનાવ્યા બાદ બીજાઓના જીવન ઉપર પણ વૈયકિતક રીતે તેમ જ પિતાની સમૃદ્ધિ વડે સૌથી વધારે ઉન્નતિકારક અસર પાડતો હોય. વળી જે જીવન એ જ સંપત્તિ હોય, તે જે કોઈ માણસ ઉત્પાદક ઉદ્યોગમાં જીવનને હિસ્સે ખર્ચાતો હોય, તેને જ સંપત્તિનો હિસ્સો મળવો જોઈએ; સ–૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336