Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ સર્વોદયની જીવનકળા તેણે પોતાના પ્રથમ પુસ્તકમાં (ઈ. સ. ૧૮૧૩) પિતાને સિદ્ધાંત યથાસ્થિત રજૂ કર્યો છે કે, સંગેની અસર ચારિત્ર્ય ઘડવામાં ઘણી છે, અને તેથી ઉત્તમ ભૌતિક, નૈતિક અને સામાજિક વાતાવરણ ઊભું કરવાની ખાસ જરૂર છે. ઈ. સ. ૧૮૧૫માં તેણે કારખાનામાં મજૂરીના કલાકો ઘટાડવાની, બાળકોને કામે ન લેવા બાબતની, અને મજૂરોની તંદુરસ્તી જળવાય અને તેમને કેળવણી મળે એવી વ્યવસ્થા થાય, તે વિષેને કાયદો પસાર કરાવવાની ઝુંબેશ ઉપાડી. તે કાયદે ૧૮૧૯માં પસાર પણ થયો. - ઈ. સ. ૧૮૧૭માં તેણે પિતાને પ્રસિદ્ધ અહેવાલ તૈયાર કર્યો અને ગરીબ માટેના કાયદા તપાસવા બેઠેલી આમની સભાની કમિટી આગળ રજૂ કર્યો. તેમાં તેણે દર્શાવ્યું કે, દુઃખ દૂર કરવાનો એકમાત્ર કાયમી ઉપાય હોય, તો તે યંત્રને ગૌણ કરી, મનુષ્યો એકઠા મળી પગલાં લે એ છે. ગરીબાઈના નિવારણ માટે તેણે સહકારી સમાજની ભલામણ કરી છે. ઈ. સ. ૧૮૨૫માં તેણે અમેરિકામાં ૩૦,૦૦૦ એકર જમીન ખરીદી. ત્યાં તેણે બધા વર્ગોના ૯૦૦ માણસે એકઠા કર્યા અને સમાનતા તથા સહિયારી મિલક્તને ઘેરણે એક સમાજ સ્થાપ્યો. ત્યાર બાદ ઇગ્લંડમાં આવી તેણે પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરવા માંડ્યો. જીવનના છેવટના વર્ષમાં (ઈ. સ. ૧૮૫૮) જગતના બધા રાજાઓને તેણે એક ખુલ્લો કાગળ લખ્યો હતો. પ. ૧૪૩ ઃ ઈશભક્ત સમાજવાદીઓઃ ઈશુ ખ્રિસ્તે ઉપદેશેલા બે મુખ્ય સિદ્ધાંતો – આત્મગ અને માનવબંધુત્વ અનુસાર વર્તવાથી જ છેવટે માનવપ્રાણીઓ ઐહિક સુખશાંતિ અને સાચો વિકાસ પ્રાપ્ત કરી શકશે, એમ માનનારી કેટલીક વ્યક્તિઓ અને સમૂહને આ નામ લાગુ પાડવામાં આવે છે. આ સમૂહમાંના કેટલાક તીવ્રપણે ઈશુભક્ત તેમ જ તીવ્રપણે સમાજવાદી હતા; કેટલાક તીવ્રપણે ઈશુભક્ત પણ મધ્યમપણે સમાજવાદી હતા, ત્યારે કેટલાકને (ખાસ કરીને જર્મની અને ઓસ્ટ્રિયામાં) હેતુ મુખ્યત્વે યહૂદીવિરોધી હતો અને ઈશુભક્ત કે સમાજવાદી છે હતો. * સૌથી પહેલો આ નામે ઓળખનાર દ લમેનાઈ (De Lamennais) હતો. તે કંચ કેથલિક પાદરી હતી, અને ચુસ્તપણે ધર્મિષ્ટ હતો. તેણે રાજાઓના વિરોધમાં ધર્મતંત્ર અને જનસમુદાય વચ્ચે મેળ સાધવાનો પ્રયત્ન કર્યો. કારણ, રાજાઓને તે લોકે ઉપર જુલમ કરનારા માનતો હતો. ખ્રિસ્તી ધર્મતંત્ર આર્થિક તેમ જ ધાર્મિક બાબતોનું કેદ્ર બને તેવી તેની ઇચ્છા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336