Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ ટિ પણ પા. ૧૪૩ ફ્રેંચ રાજ્યક્રાંતિના દિવસેમાં તે જીવતો હોવાથી, સ્થિર નિશ્ચલ સત્યને ખ્યાલ છોડી, ઈશ્વર સુધાં દરેક વસ્તુને સનાતન પ્રક્રિયા રૂપ માની, સમાજને તે વ્યક્તિ-કુટુંબ-શહેર-રાષ્ટ્ર-વિશ્વ એમ ઊંચા ઊંચા એકમો દ્વારા વિકાસ પામતે કહ્યું છે. એ દરેક એકમ નીચલાને નષ્ટ નથી કરતો, પણ તેના સ્વત્વને પરિપૂર્ણ કરવા દ્વારા આગળ ચાલે છે. પા. ૧૪૩ઃ ટ્રિીશ્કેઃ (ઈ. સ. ૧૮૩૪-૯૬). જર્મન ઇતિહાસકાર. તેણે ૧૯મા સૈકાના જર્મનીને ઈતિહાસ લખ્યો છે. જુવાનીમાં તે પ્રગતિવાદી પક્ષમાં જોડાયો હતો, પણ તે જેમ જેમ આધેડ થતો ગયે, તેમ તેમ તેના રાજકીય વિચારે બદલાઈને સ્થિતિચુસ્ત થતા ગયા. તે ઘણાં વર્ષ દરમ્યાન “રાઇટેગ' (જર્મન પાર્લમેંટ)નો સભ્ય રહ્યો હતો. પછીના ભાગમાં તે બહદું-જર્મનીનો પક્ષકાર બન્યો હતો અને કટ્ટર રાષ્ટ્રવાદી બની ગયો હતો. તેનાં લખાણે એકત્રિત રૂપે ૧૯૦૭માં લીપઝીગ મુકામે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. પા. ૧૪૩ઃ બટ એવનઃ ઇંગ્લંડનો અનોખો સામ્યવાદી. તે ઉત્તર વેલ્સમાં ૧૭૭૧માં જન્મ્યો હતો. ૧૦ વર્ષની વયે તેને એક કાપડિયાને ત્યાં નોકરીએ મૂક્વામાં આવ્યો હતો, પણ ૧૯મે વર્ષે તે મૅચેસ્ટરની એક મોટી મિલને મેનેજર બ. ૧૮૦૦માં તેણે પોતાના ભાગીદારો સાથે મળીને ન્યૂ લેનાર્ક મિલ ખરીદી લીધી. તે પોતાની આત્મકથામાં તે મિલકત ખરીદતી વખતે ત્યાં પ્રવર્તતી દુર્દશાને ચિતાર આપે છે. સ્ત્રીઓ અને બાળકોને એવી પરિસ્થિતિમાં કામ કરવું પડતું કે જેથી તેમનાં મન અને ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ જાય. આખી વસ્તીમાં વ્યસન, અજ્ઞાન, અનીતિ અને ગંદકી વ્યાપી રહ્યાં હતાં. એવન એમ માનતો કે, ચારિત્ર્યના ઘડતરમાં આજુબાજુની પરિસ્થિતિની અસર જ મુખ્ય હોય છે. તેથી તેણે તે સિદ્ધાંત અનુસાર કામ કરવાનું શરૂ કર્યું. દારૂની બદી ટાળવા માટે તેણે એવાં આરામગૃહે ઊભાં કર્યા કે જ્યાં મજૂરોને આનંદ સાથે લાભ પણ પ્રાપ્ત થાય; અનીતિ દૂર કરવા વ્યાખ્યાનમાળાઓ શરૂ કરવામાં આવી; તથા કામદારોમાં સ્વમાનની ભાવના ઉત્તેજિત થાય તેવાં પગલાં લેવામાં આવ્યાં. નાનાં બાળકોને કામે લેવાનું બંધ કરવામાં આવ્યું; મજૂરોનાં ઘર સુધારવામાં આવ્યાં; ચેખે ખેરાકી માલ મૂળ કિંમતે વેચવાની ગાડવણ કરવામાં આવી; બાળકોની શાળાઓ ઉઘાડવામાં આવી; અને વૃદ્ધાવસ્થા તથા માંદગી માટેના વીમાઓ ઉતરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336