________________
૨૮૫
ટિપણ પા. ૧૪૩ પડ્યો. કેટલાંય વર્ષ કૉલેજમાં વ્યાખ્યાતા, મદદનીશ, ગ્રંથપાલ વગેરેનું કામ કર્યો પછી ઈ. સ. ૧૭૭૦માં તે અધ્યાપક નિમાયો. તે ત્યાં તત્ત્વજ્ઞાન ઉપર જ નહીં, પણ પ્રકૃતિવિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અને ગણિત ઉપર પણ વ્યાખ્યાન આપતો. વ્યાખ્યાતા તરીકે તે બહુ સફળ નીવડ્યો હતો. તત્વજ્ઞ તરીકેની તેની કીર્તિ, તેણે પછીના ભાગમાં (૧૭૮૧-૧૭૯૦) લખેલાં ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તક ઉપર નિર્ભર છે. ૧૭૯૭માં તબિયત બગડતાં તે રાજીનામું આપી છૂટ થયે.
પ્રત્યક્ષવાદી ફિલસૂફી સામે આદર્શવાદી ફિલસૂફી ક્યૂ કરીને, યુરોપીય ફિલસૂફીના આગળ વિકાસ માટે બંધ થતું જતું દ્વાર તેણે ખુલ્લું કર્યું. એ વસ્તુ તેને યુરેપના સમકાલીન ફિલસૂફેમાં મહત્ત્વનું સ્થાન આપે છે. આ પુસ્તકમાં તે તેના રાજકીય સિદ્ધાંતોની બાબતનો ઉલ્લેખ છે.
ક્રેડરિક વિલિયમ રજે ગાદીએ આવ્યાને ત્રણ વર્ષ થયાં અને ક્રાંસમાં રાજ્યક્રાંતિ થઈ. તે ક્રાંતિએ આખા યુરોપનાં રાજસિંહાસને ડેલાવી મૂક્યાં. તે વખતે પ્રશિયાની યુનિવસટીઓના મોટા ભાગના પ્રોફેસરો તો રાજશાહીનું જ સમર્થન કરવા મંડી ગયા હતા, પરંતુ કેન્ટ કૅચ પ્રજાકીય કાંતિને આનંદથી વધાવી લીધી હતી અને આંખમાં આંસુ સાથે પોતાના મિત્રને કહ્યું હતું, “હવે હું સામિયનની પેઠે પરમાત્માને કહી શકીશ કે, “હવે તારો દાસ શાંતિથી મરે તપણુ વાંધો નથી.”
તેણે ૧૭૮૪માં પિતાના રાજકીય સિદ્ધાંતો નિરૂપતું એક પુસ્તક લખ્યું હતું. તેમાં તે જણાવે છે કે, વિરોધ અને વિગ્રહ એ તો જીવનની ગુપ્ત શક્તિઓને વિકસાવવાને કુદરતને અને માર્ગ છે. વિગ્રહ પ્રગતિનો અનિવાર્ય સહચર છે. માણસજાત જીવતી રહે અને સડવા ન લાગે તે માટે વ્યક્તિવાદ અને હરીફાઈ જેવા થોડા અસામાજિક ગુણેના મિશ્રણની જરૂર છે. તેવા ગુણે વિના માણસ શાંતિ–સંતોષ અને પરસ્પર પ્રેમની જિંદગી કદાચ ગાળે, પણ તેની બધી શક્તિઓ ઊંડે દટાઈ રહી સડવા લાગી જાય. માણસને તો સલાહસંપ જોઈએ છે; પણ તેને માટે શું વધારે સારું છે, તે કુદરત જાણે છે.
પરંતુ માણસે તરત જોઈ જાય છે કે, જીવનકલહને અમુક મર્યાદામાં તો લાવી જ મૂકવો જોઈએ; અને તેને નિયમે, રૂઢિઓ અને કાયદાઓ દ્વારા નિયંત્રિત કરવો જોઈએ. એ રીતે સમાજવ્યવસ્થા ઊભી થતી જાય છે. પરંતુ, ત્યાર બાદ માણસની પેલી અસામાજિક્તા, વ્યક્તિની પેઠે એક સમાજને બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org