________________
૨૮૪
- સર્વોદયની જીવનકળા બની તે ગામઠી નિશાળની થોડીઘણી કેળવણી પામ્યો હતો. તેની એક પ્રેમી બાઈ મેડમ દ વરસે તેને પિતાના આશરા હેઠળ લીધા બાદ, ટયૂરીનની પાદરીઓ તૈયાર કરતી શાળામાં તેને દાખલ કર્યો હતો. પણ તેને પાદરી થવાનું * ગમતું ન હતું, એટલે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યું. પછીનાં દશ વર્ષ પણ મેડમ દ વરસે જ તેને પાળ્યો . ઈ. સ. ૧૭૪૦માં તે ત્યાંથી છૂટે થયે અને જુદા જુદા ધંધા કરતો અને મેડમ દ એપીનને ઓળખાણમાં આવ્યું. તે તેની કાયમી મિત્ર નીવડી. તેને ઘેર રહી તેણે ૧૭૫લ્માં પિતાનું એક પુસ્તક પ્રગટ કર્યું. ૧૭૬રમાં પ્રસિદ્ધ થયેલા તેના બીજા ગ્રંથ એમિલે'માં તેણે કેળવણી વિષેને પિતાનો નો સિદ્ધાંત રજૂ કર્યો. પછી તેણે ધર્મ અને નીતિ તરફ પોતાનું લક્ષ દોડાવ્યું. “સામાજિક કરાર' નામે તેના પુસ્તકે તો મેટી હેહા મચાવી મૂકી. તેમાં તેણે કેટલાક સુધારકોએ નિરૂપેલા મતનું સમર્થન કર્યું કે, શરૂઆતમાં બધાં માણસે સ્વતંત્ર હતાં, અને રાજકીય દષ્ટિએ સમાન તથા સારાં હતાં. સ્વાભાવિક દશામાં તેઓ તેવાં જ રહે છે. આમ કુદરતી હકથી બધાં માણસે સરખાં હેઈ, કોઈ બીજાના સમાન હક ઉપર તરાપ મારી શકે નહીં. તેથી કોઈ માણસ આજીવિકાનાં સર્વસાધારણ સાધનો – જેવાં કે જમીન તથા તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ – તેમના કેઈ પણ અંશ ઉપર બીજા બધા માણસેની સંમતિ વિના માલકી-હક કરી શકે નહીં. તે સિવાયની બધી કહેવાતી મિલકત બળજબરીથી પડાવી લીધેલી વસ્તુ કહેવાય. રાજકીય હક પણ એવા સામાજિક કરાર ઉપર જ ઊભા થયેલા છે ? બળજબરીથી જીતીને મેળવેલ કહેવાતો હક એ હક જ નથી; જે કાંઈ મિલક્ત બળજબરીથી પડાવવામાં આવી છે, તેને બળજબરીથી પાછી લઈ લેવી એમાં અધર્મ નથી. રાજા પ્રજા વચ્ચે પણ આ સંમતિમૂલક કરાર હે જોઈએ, અને રાજ્યકારભાર પ્રજાની સંમતિથી ચાલો જોઈએ.
ફ્રેંચ રાજ્યક્રાંતિ જગાવવામાં રૂના આ પુસ્તકનો નાનોસૂન ફાળે ન હતો. ૧૭૬૩માં તે ડેવીડ હ્યુમના નિમંત્રણથી ઈગ્લેંડ રહેવા આવ્યું હતું, પણ પછી તેની સાથે ઝઘડીને ૧૭૭૦માં ક્રાંસ પાછો ફર્યો.
પા. ૧૪૩ઃ કેન્દ્રઃ (ઈ. સ. ૧૭૨૪–૧૮૦૪) જર્મનીને મહાન ફિલસૂફ અને તત્વવિવેચક. તે કેનીંગ્સબર્ગમાં જન્મ્યો હતો તથા ભર્યો હતો. ગણિત, ધર્મશાસ્ત્ર, ફિલસૂફી એ તેના ખાસ વિષ હતા. ભણતરનાં છેલ્લાં વર્ષોમાં પિતા મરી જવાથી ખાનગી શિક્ષક તરીકે કામ કરતાં કરતાં જીવનનિર્વાહ કરીને તેને ભણવું પડ્યું. ૧૭૫૫માં તે પીએચ. ડી. ની પદવી લઈને બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org