Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 311
________________ ૨૮૨ સર્વોદયની જીવનકળા વરસાઈની સંધિના ઉલ્લેખની સાથે અલેકઝાંડરને ઉલ્લેખ છે, તે મેસિડોનિયાને પ્રખ્યાત સિકંદર છે (ઈ. સ. પૂ. ૩૫૬-૩૨૩). તે ઈરાન, સીરિયા, ફેનિસિયા, ઈજિપ્ત વગેરે જીતતો જીતતો હિંદુસ્તાન સુધી આવી પહોંચ્યો હતો. પા. ૧૪૦: આદ્ય માત-પિતા? જુઓ પાન ૬૭ ઉપર “ઈડનનું જ્ઞાનવૃક્ષ” પા. ૧૪૧ઃ ઈશ્વરની દશ આજ્ઞાઓ : તે દશ આજ્ઞાઓ, મૂસા જ્યારે ચહૂદીઓને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવીને પેલેસ્ટાઈન તરફ લાવતો હતો ત્યારે, ત્રીજે મહિને સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે તેને સંભળાવી હતી :– ૧. હું તમારે ઈશ્વર છું, તમારે બીજી કોઈ મૂર્તિઓ બનાવવી નહીં કે પૂજવી નહીં. ૨. ઈશ્વરનું નામ વ્યર્થ લેવું નહિ. ૩. સાબાથને દિવસે આરામ કરો. (અઠવાડિયાનો સાતમો દિવસ.) ૪. માતાપિતાને માન આપવું. પ. હિંસા ન કરવી. ૬. વ્યભિચાર ન કરવો. ૭. ચોરી ન કરવી. ૮. પડોશી સામે બેટી સાક્ષી ન પૂરવી. ૯. પડોશીની સ્ત્રી તરફ કુદષ્ટિ ન કરવી. ૧૦. પડોશીની મિલકત ઉપર બદદાનત ન કરવી. (જૂનો કરાર, “એકસડસ” ૨૦.) - ઈશુએ પણ ઉપરની દશ આજ્ઞાઓ મંજૂર રાખી હતી. તે કહેતો કે, “હું જૂની આજ્ઞાઓને ઉછેદ કરવા નથી આવ્યું, પણ તેમનાં રહસ્ય સમજાવવા અને તેમનાં તત્ત્વોનું વિશેષ પૂર્ણતાથી પાલન કરાવવા આવ્યો છું. જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી પ્રભુની આજ્ઞાઓના અમલમાંથી છૂટવું અશક્ય છે.” પા. ૧૪૧ : ગિરિપ્રવચન : ઈશુખ્રિસ્તે એક પ્રસંગે આપેલ ઉપદેશ ગિરિપ્રવચનને નામે પ્રસિદ્ધ છે; તે સેંટ મેથ્યના ૫ મા પ્રકરણમાં આવે છે. એક પ્રસંગે લોકોને ભેગા થઈ ગયેલા જોઈ, તે પર્વત ઉપર ચડી ગયા, અને ત્યાં બેઠા. તેવામાં તેમના શિષ્ય ત્યાં આવ્યા. તેમને જોઈ તેમણે પિતાનું માં ખાલી દીધું, અને પોતાના સિદ્ધાંતનો જાણે નિચેડ હેય તેવો ઉપદેશ આપ્યો. તેમાં તેમણે, મોક્ષના અધિકારી કોણ છે, સ્વરાજ્યના અધિકારી કોણ છે, સુદેવ શું, આભાસરૂપ સુખ, જગતના પ્રાણ કેણ, ઈશ્વરના અવિચલ નિયમો, અહિંસા, અવ્યભિચાર, વેરની સામે પ્રેમ, સમષ્ટિ, અપકારનો બદલે ઉપકાર, નિર્મસૂરતા, શિષ્ય ગુરુની સમાન કેમ કરીને થાય, સ્વદેષોને ત્યાગ, મન અને કર્મનો સંબંધ, સત શિષ્યનું લક્ષણ, અદંભિવ, પ્રાર્થના એટલે શું, પ્રાર્થના, ઉપવાસ, ઈશ્વર અને સેતાન, શ્રદ્ધાનો મહિમા, પ્રભુના ધામનો માર્ગ, વગેરે બાબતો ઉપર વિવરણ કર્યું અને તેમનું રહસ્ય સમજાવ્યું. એ ભાગ શ્રી. કિશેરલાલભાઈ મશરૂવાળા કુત “ઈશુ ખ્રિસ્તમાં સરળ ભાષામાં આપેલ છે, તે જોવા જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336