Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ ર૯૦ સર્વોદયની જીવનકળા અર્થાત્ માત્ર જડ મૂડી વાપરવા દેવા બદલ મળતું વ્યાજ એ બેટી વસ્તુ છે. જે લોકેએ જાતે કાંઈ ઉદ્યોગ કર્યો હોય, જેમણે પોતાનું જીવન તેમાં રેડ્યું હોય, તેમને જ તે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતી સંપત્તિમાં હિસ્સો મળવો જોઈએ. રસ્કીન બધી બાબતમાં સમાજવાદી ન હતી. તે રાજકીય ચળવળ દ્વારા સુધારે કરવાની તરફેણમાં ન હતો. તેણે પોતાના સિદ્ધાતને પ્રત્યક્ષ આચારમાં મૂકવા પ્રયત્ન કર્યો હતો. સેંટ જ્યોર્જનું સહકારી મંડળ એ તેના ઉપદેશનું અનિવાર્ય પરિણામ હતું. તે ગીલ્ડ માટે ખરીદવામાં આવેલી જમીનમાં (કે જે ખરીદવામાં રસ્કીનને ફાળે માટે હતો) એક ખેતીપ્રધાન સમાજ રસ્કીનના લૉઝ ઓફ લાઈફ' પુસ્તક અનુસાર સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્કીને પિતાનો વીસ લાખનો વારસ એકટેવિયા હીલને આદર્શ રહેઠાણ માટેના પ્રયોગોમાં મદદ માટે ખર્ચવા આપ્યો હતો. - પ. ૧૪૩ઃ વિલિયમ મેરીસ? (ઈ. સ. ૧૮૩૪–૧૮૯૬) ઈગ્લેંડને કવિ તથા સમાજવાદી. તેણે ઓકસફર્ડમાં કેળવણી લીધી હતી. તેણે ચિત્રકામને પણ અત્યાસ કર્યો હતો તથા એક શિલ્પી સાથે કામકાજ કર્યું હતું. ૧૮૬૩ થી તે મુખ્યત્વે ઘરના કળામય રાચરચીલાના, ભીંતના સુશોભિત કાગળના, રંગીન કાચના અને શણગારની તેવી બીજી ચીજોના ધંધે લા. ત્યાર બાદ તેણે “મર્ટન એબી’ નજીક એક આદર્શ કારખાનું કાઢયું, અને સાચી કળાની રીત અનુસાર છાપકામ કરવા માટે એક છાપખાનું પણ શરૂ કર્યું. સાહિત્યક્ષેત્રમાં તેણે શરૂઆતથી જ જુદાં જુદાં સામચિકેમાં લખતા રહીને પ્રવેશ કર્યો હતો; અને પછીનાં ૨૦ વર્ષો દરમ્યાન તો તેણે અંગ્રેજ સાક્ષરમાં અગ્રગણ્ય પદ પ્રાપ્ત કર્યું; ખાસ કરીને કવિતાની બાબતમાં. ત્યાર બાદ તેના જીવને એકાએક પલટો ખાધો. તે કહે છે, ૧૮૭૭ સુધી તો તે “ખાલી દિવસને આળસુ ગાનાર' હતો. પરંતુ પ્રચલિત વાણિજ્યવૃત્તિના કપરા અનુભવે તથા તેને પરિણામે આવેલી આધુનિક કળાની અવનતિથી તે સમાજવાદ તરફ વળે. ૧૮૮૫ માં સેશિયાલીસ્ટ-લીગ સ્થાપવામાં કારણભૂત બન્યું. અને ત્યારથી માંડી તેણે સમાજવાદ માટે હાડકૂટ પ્રયત્ન આદર્યો. તે “કોમન વીલ” નામે પત્રનો તંત્રી બન્યા. ૧૮૯રમાં ‘ન્યૂઝ ફ્રોમ નો વેર” નામનું સમાજવાદી કળાપ્રધાન સખાવતી નગરીનું કલ્પનાચિત્ર તેણે પ્રસિદ્ધ કર્યું, અને ૧૮૯૪માં બીજા એક લેખકના સહકારમાં “સમાજવાદ, તેનો ઊગમ અને પરિણામ” નામનું પુસ્તક લખ્યું. પિતાના મૃત્યુ સુધી તેણે કવિ, કળાકાર અને સમાજવાદી તરીકે ખૂબ પ્રમાણમાં કામ આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336