________________
૧૩૨
સર્વોદયની જીવનકળા એકી સાથે કામ કે સેવા કરનાર તથા બીજાઓનું કામ કે સેવા લેનાર વ્યક્તિ છે, એ જાતની તેની હેસિયત પરથી નક્કી થાય છે – તેના રાજકીય હકો અને ફરજે, અલબત્ત, તેમને ઉચિત સ્થાને ભારે અગત્યનાં છે; પરંતુ જ્યાં સુધી આપણે તેમને નાગરિકના ઓદ્યોગિક ધર્મોના વ્યાપક દાષ્ટબિંદુથી ન તપાસીએ, ત્યાં સુધી તેમનું સાચું સ્વરૂપ આપણને નહિ સમજાય. નાગરિક સૌથી પ્રથમ તો “ઔદ્યોગિક વ્યક્તિ” છે; રાજકીય વ્યક્તિ” તે ત્યાર પછી છે.
આપણી સંસ્કૃતિના ભૌતિક તેમ જ આધ્યાત્મિક ભાવીને આધાર પ્રધાન અંશે તેના ઉદ્યોગેની નીતિમત્તા અને અર્થ શુદ્ધિ પર છે, અને ગૌણ અંશે (છતાં તે મહત્ત્વનો તો છે જ,) તેના રાજકારણ ગુણ ઉપર છે, એમ મને સ્પષ્ટ લાગે છે. ઉદ્યોગની બાબતમાં જે આપણી સંસ્કૃતિ અવળે માગે ચડી જાય કે સાચાં મૂલ્ય સિદ્ધ કરવાનું ચૂકે, તે પછી રાજકારણમાં તે સીધે માર્ગે ચાલે એ વસ્તુ કે મોટા વિજયરૂપ નહિ બને. કારણ કે, નીરોગી ઉદ્યોગિતા નીરોગી રાજકારણને જન્માવી શકે; પરંતુ, ઊલટ-પક્ષે જોતાં, દુરસ્ત કે નીરોગી રાજકારણ કદી દુરસ્ત કે નીરોગી ઉદ્યોગને જન્મ આપી શકે કે કેમ, તે બાબતમાં મને શંકા છે. અને હું કહું છે કે, અત્યારના સંજોગે જોતાં, નીરોગી ઉદ્યોગ જ્યા સુધી રાજકારણને નીરોગી નહિ બનાવે, ત્યાં સુધી રાજકારણ નીરોગી બને તે સંભવ નથી.
વૈયક્તિક સ્ત્રી-પુરુષની પેઠે આખી સંસ્કૃતિને પણ ચાલુ જીવતા રહેવા માટે પિતાના રેજના કામકાજ દ્વારા “પિતાની રોટી કમાવી’ પડે છે. એ સિવાય બીજા કશાથી તેને જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી. અને તમે કે હું જે કામધંધા દ્વારા તમારી કે મારી આજીવિકા કમાઈએ છીએ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org