Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 308
________________ ટિપ્પણુ પા. ૭૧ ૨૭૯ લોકોના પ્રતિનિધિઓની સભા. પરંતુ રાજ્યતંત્ર ખરી રીતે તો આમની-સભાની મરજી અનુસાર જ ચાલે છે, એમ કહેવું જોઈએ. કારણ, ઉમરાવોની-સભા તો આમની-સભાએ પસાર કરેલા ધારાઓને અમલ બહુ તો બે વર્ષ સુધી મેકૂફ રખાવી શકે, અને તે પણ નાણાંવ્યવહારને લગતા ધારાઓ સિવાયના. આમનીસભામાં જે પક્ષની બહુમતી હોય તેના નાયકને રાજા વડે પ્રધાન નીમે, અને તે પિતાના પક્ષમાંથી બીજા વજીરે ચૂંટી લે. રાજાની સત્તા તો નામની જ છે. ઇંગ્લંડ દેશ પણ યુરોપનાં બીજાં રાજ્યની જેમ રાજાની આપખુદ સત્તાવાળો દેશ હતો. તથા રાજા, અમીર-ઉમરાવ, અને આમજનતા એવા તેના ત્રણ વર્ગ હતા. રાજાની આપખુદ સત્તા કેવી રીતે ઓછી કરતાં કરતાં અંતે નાબૂદ કરવામાં આવી, અને આમજનતાની સત્તા છેવટે કેવી રીતે સર્વોપરી બની, એનો ઈતિહાસ બહુ લાંબે તથા રસિક છે. ઈ. સ. ૧૬૮૮ની ક્રાંતિ સુધીને ઈતિહાસ એક અર્થમાં રાજા અને પ્રજા વચ્ચેના ઝઘડાઓનો ઇતિહાસ છે. ત્યાર પછી ઈતિહાસ મતાધિકારમાં સુધારાવધારાને ઈતિહાસ છે તથા પક્ષતંત્રની સાથે સાથે પ્રધાનની જવાબદારીના સિદ્ધાંતના વિકાસને ઈતિહાસ છે. સૌથી પહેલી પાર્લમેંટની બેઠક સાઈમન દ મૉન્ટફટે ઈ. સ. ૧૨૬૫માં બોલાવી હતી. રાજા હેત્રી ત્રીજાનો તે નજીકનો સગો હતો. એડવર્ડ ત્રીજાના સમયમાં આમનીસભા અને ઉમરાવોની-સભા એ બે વિભાગ પડયા હતા. પા. ૭૧ઃ પ્રોટેસ્ટ, સુધારે ખ્રિસ્તી ધર્મતંત્રમાં વડે ધર્મગુરુ પોપ સર્વસત્તાધીશ હતો. ધીમે ધીમે તેણે તેની ધાર્મિક સત્તાને રાજકીય અને આર્થિક બાબતોમાં દુરુપયોગ કરવા માંડ્યો; આથી ખ્રિસ્તી જગતમાં તેની સામે એક પ્રકારને ખળભળાટ અને વિરોધ પેદા થયો. માર્ટિન લ્યુથર નામનો ફિલસૂફી અને ધર્મને એક જર્મન વિદ્યાથી (ઈ. સ. ૧૪૮૩–૧૫૪૬) અભ્યાસ માટે રોમ ગયો અને ત્યાં તેને પાપનું ચરિત્ર બહુ નજીકથી જોવા મળ્યું. તેનાથી તેને ભારે અસંતોષ થયો, અને તેણે ખ્રિસ્તી ધર્મનું મૂળ રહસ્ય સમજવા માટે બાઈબલને બારીક અભ્યાસ શરૂ કર્યો. તેને તરત માલૂમ પડયું કે, પિપ અને તેના પાદરીઓ જે બાબતોનો ઉપદેશ આપતા તેમાંથી કેટલીકને બાઇબલનો ટેકે ન હતો. એ અરસામાં પિપે પૈસા કમાવા માટે માફી-પત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. અમુક પિસા પપને આપ તો પાપ પાપોમાંથી માફી લખી આપે! પપે જ્યારે જર્મનીમાં એ માફીપત્રો વેચવા પોતાના માણસ મેકલ્યા, ત્યારે લ્યુથરે આગળ આવી લોકોને એ રીતે ભોળવાઈને પૈસા ન બગાડવાને સમજાવવા માંડયું. આમાંથી ધર્મસુધારની એક મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336