________________
ર૭૮
સર્વોદયની જીવનકળા તે લિંકનનાં અનુપમ ચારિત્ર્યબળ અને કુનેહથી જ. એ યુદ્ધમાં ઉત્તરનાં ગુલામીવિધી સંસ્થાને જીત્યાં.
• લિંકનને અમેરિકાના લોકશાહી સંયુક્ત બંધારણ પ્રત્યે બહુ મમતા હતી. અને દક્ષિણની એક સંગઠિત લઘુમતી માત્ર પિતાની સંપત્તિ અને સાધન-સામગ્રીને બળે ઉત્તરની વિશાળ બહુમતીને અવગણી, જોહુકમીથી પોતાનું ધાર્યું કરવાને કમર કસે, તે વસ્તુમાં લિંકનને જનતાના મૂળભૂત હકો ઉપર લોકશાસન ઉપર આક્રમણ દેખાયું. અમેરિકાનું સંયુક્ત રાજ્ય એ તે સમયે દુનિયાભરમાં લેકશાસનને પ્રથમ અખતરે હતો. આથી લિંકને એ બંધારણ ન તૂટે એ માટે તનતોડ પ્રયાસ કર્યા હતા. તેને એ અવિચળ વિશ્વાસ હતો કે, એ બંધારણ વહેલુમડું આખી દુનિયાના પીડિત અને દલિત લોકોના બંધવિમોચનનો અમરપટો બનશે.
- ઈ. સ. ૧૮૬૫ના એપ્રિલમાં યુદ્ધને અંત આવ્યે, ૧૧મી એપ્રિલે તેણે પિતાનું છેલ્લું જાહેર વ્યાખ્યાન કર્યું, અને ત્યાર પછી ત્રણ રાતો બાદ તેનું ખૂન થયું.
પાન ૭૧ઃ મૅચા ચાઃ ઈગ્લેંડના જોન રાજાના જુલમી અને સ્વચ્છેદી રાજ્ય સામે ઇંગ્લંડના ઉમરાવોએ બળવો કર્યો, અને પ્રજાના અમુક હકો અને અધિકારોના તેમણે તૈયાર કરેલા કરારનામા ઉપર રાજા સહી કરવા કબૂલ ન થાય, તો તેની સામે યુદ્ધ કરવાને તથા પોતાના સર્વસ્વનું બલિદાન આપવાને નિશ્ચય કર્યો. છેવટે રાજાએ જૂન ૧૫, ૧૨૧પમાં તે કરારનામા ઉપર સહી કરી આપી.
તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
જ્યાં સુધી અમીર દેશના કાયદા અનુસાર ફેંસલો ન આપે, ત્યાં સુધી કોઈ પણ સ્વતંત્ર માણસને રાજાએ કેદ ન પૂરો કે તેને સજા ન કરવી; રાજ્યમાં બધે એક જ પ્રકારનાં તોલ-માપ રાખવા; વિદેશી વેપારીઓને વેપારની છૂટ આપવી; અસામાન્ય વેરા-લાગા કાઉન્સિલની મંજૂરી વગર ન નાખવા; પરાપૂર્વથી આવેલી છૂટે ચાલુ રાખવી. આ કરારનામાને અંગ્રેજોની સ્વતંત્રતાનો પાયે ગણવામાં આવે છે, અને તેને મૂળભૂત સિદ્ધાંત એ છે કે, રાજાએ પણ દેશને કાયદો પાળવો જોઈએ.
પા. ૭૧ ઃ આમની સભાઃ ઈગ્લેંડ દેશને રાજ્યવહીવટ પાર્લમેંટ નામની સંભા મારફત ચાલે છે. તે સભા પ્રજાવર્ગે અમુક પદ્ધતિએ ચૂંટેલી સભા છે. તે સભાના બે વિભાગ છેઃ આમ-લોકેના પ્રતિનિધિઓની સભા, અને ઉમરાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org