Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ ૨૭૪ સર્વોદયની જીવનકળા મહિને તેના અંક માટે લોકે ગાંડાતૂર બની રાહ જોયા કરતા. ત્યાર બાદ તેણે ઓલીવર ટ્વીસ્ટ' નામની નવલકથા શરૂ કરી. શરૂઆતથી જ તે અમુક પ્રયોજન લક્ષમાં રાખીને નવલકથા લખત; અને પોતાને જે વસ્તુ ઉપર ટીકા કરવી હોય, તેનું અદ્ભુત માર્મિક ચિત્રણ કરી, તેને ખલાસ કરી દેતો. ૧૮૪રમાં તે અમેરિકાની પ્રથમ મુસાફરીએ ગયે. તેણે તે જ વર્ષમાં અમેરિકન નોટ્સ” લખીને ત્યાંના લોકેની સારી પેઠે ખબર લીધી. ૧૮૪૪માં માટીના યુઝલવીટ” લખીને અમેરિકાની લોકશાહીની તેણે સારી પેઠે ઠેકડી ઉડાવી. તે મુખ્યત્વે પિતાના યુગને અને પિતાના દેશને લેખક હતો. પા. ૩૯ઃ હાડી: (૧૮૪૦-૧૯૨૮) તે શિલ્પી તરીકે તાલીમ પામે હતો અને તે કામ તેણે છેડે વખત કર્યું પણ ખરું. પરંતુ ૧૮૭૧માં પોતાની ડેસ્પરેટ રેમિડીઝ” નામની નવલકથાથી તે એકદમ પ્રસિદ્ધિમાં આવ્યો. ત્યાર બાદ છેડે થોડે આંતરે તેણે એક પછી એક જોરદાર નવલકથાઓ લખી. તેની નવલકથાઓ તથા તેનું નાટક “ધી ડિનાસ્ટ, વ્યક્તિ અને સર્વશક્તિમાન તેમ જ બેદરકાર નસીબ વચ્ચે ચાલતી અસમાન લડાઈનું નિરૂપણ કરે છે. તેની એક નવલકથા “જ્ડ ધી ઓસ્કર' સામે લોકેનો પુણ્ય પ્રાપ ઊછળ્યા બાદ તેણે નવલકથાઓ લખવાનું બંધ કર્યું અને કાવ્ય લખવાનું શરૂ કર્યું. તેમાં પણ તેણે સારી નામના મેળવી. • પા. ૧૮: એરિસ્ટોટલ ૪ (ઈ. સ. પૂ. ૩૮૪–૩૨૧) ગ્રીસને મહાન ફિલસૂફ. ૧૮મે વર્ષે (ઈ. સ. પૂ. ૩૬૭) તે પ્લેટેની પાસે ફિલસૂફી શીખવા એથેન્સ આવ્યા. પરંતુ તે વખતે પ્લેટ સાઈરેક ગયે હતો; એટલે ઈ. સ. પૂ. ૩૬૪માં તે પાછા આવ્યું ત્યાં સુધી એરિસ્ટોટલે પોતાની મેળે અભ્યાસ કર્યો. વીસ વર્ષ સુધી તે પ્લેટને શિષ્ય રહ્યો. ગુરુ પોતાના શિષ્યની અનુપમ શક્તિ તરત પારખી ગયે. તે તેને પિતાની “શાળાની મૂર્ત બુદ્ધિ” કહે. ઈ. સ. પૂ. ૩૪૭માં પ્લેટે ગુજરી ગયે, ત્યારે તે પોતાની શાળા પોતાના ભત્રીજાને પતો ગયો. એરિસ્ટોટલ આથી એથેન્સ છોડી ચાલ્યા ગયે. પછીનાં ડાં વર્ષ તે આમ તેમ ફર્યો અને પરો . ઈ. સ. પૂ. ૩૪રમાં એરિસ્ટોટલને મેસિડેનિયાના રાજા ફિલિપે પિતાના ૧૪ વર્ષના પુત્ર એલેકઝાંડરને શીખવવા માટે બોલાવ્યો. તે ત્રણ વર્ષ ત્યાં રહ્યો. એલેકઝાંડર ગાદીએ આવતાં એરિસ્ટોટલ ઈ. સ. પૂ. ૩૩૫માં એથેન્સ આવ્યો, અને ત્યાં તેણે પોતાની શાળા કાઢી. તેમાં તેણે ૧૨ વર્ષ સુધી શીખવવાનું કામ કર્યું. ઈ. સ. પૂ. ૩૨૩ માં એલેક્ઝાંડર મરણ પામતાં, તેની પછી મેસિડોનિયાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336