________________
ટિપ્પણ પા. ૬૦
૨૦૫
વિરોધી પક્ષ પ્રમળ બન્યા, અને એરિસ્ટોટલને તેણે ગમે તે રીતે ગુનામાં સડાવવાના પ્રયત્ન કર્યો. પાતાની સાક્રેટીસ જેવી વલે ન થાય તે માટે ચેતીને એરસ્ટોટલ એથેન્સ ડી ચેલ્સીસ (Chalcis) ચાલ્યા ગયા, અને ત્યાં ઈ. સ. પૂ. ૩રર માં મરણ પામ્યા.
એરિસ્ટોટલની પ્રતિભા સતામુખી હતા; અને પેાતાના સમય સુધીના તમામ જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરી, તેણે તેને વ્યવસ્થિત શાસ્ત્રોનું સ્વરૂપ આપ્યું, એ તેનું મુખ્ય અને મહત્ત્વનું કામ ગણાય. મધ્યયુગમાં પ્રચલિત વર્ગીકરણને અનુસરીને કહીએ તે, તેણે તર્કશાસ્ત્ર, પ્રકૃતિવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, રાજનીતિ, અને સાહિત્ય એ બધા ઉપર પુસ્તકા લખી, તે તે શાસ્ત્રોના પાયા નાખ્યા છે.
'
પા. ૬૦: સેતાન : જીએ આગળ પાન ૬૭ ઉપરનું ટિપ્પણ ઈંડનનું જ્ઞાનવૃક્ષ.’
પા. ૬૦ઃ વિકાસવાદઃ જુએ આગળ પાન ૨૦૦ ઉપરનું ટિપ્પણ.
<
પા. ૬૫: ઇઝરાયેલના વારસા, એસ્પ્રસઃ જૂના કાળથી ધાર્મિક સાહિત્ય તરીકે ચાલ્યા આવેલા, પરંતુ હિશ્ન ધર્મગ્રંથ તરીકે માન્ય ન રખાયેલા કેટલાક ભાગને એપાકીફા' કહે છે. બાઇબલના જૂના કરાર તથા નવા કરાર અનેને લગતું આવું સાહિત્ય છે. એ સાહિત્યનું ધમાઁગ્રંથ જેટલું પ્રમાણ્ય કે માહાત્મ્ય નથી; પરંતુ તેમાં યહૂદી જાતિનું ધર્મજીવન અને તેમની વિચારસરણ નોંધાયેલાં મળતાં હોવાથી, તે સાહિત્ય મહત્ત્વનું તેા ગણાય છે જ.
કયા ભાગને એાઢીફા ગણવા કે ન ગણવા તે બાબત ઘણા મતભેદ છે. ટ્રેટની કાઉંસીલે ઑગસ્ટાઈનના મત અનુસાર એસ ગ્રંથ ૧ તથા ૨, અને મેનેસીસની પ્રાના સિવાયના બધા ભાગેાને શાસ્ત્રગ્રંથા જેટલું મહત્ત્વ આપ્યું; પરંતુ પ્રોટેસ્ટ ટા હિબ્રૂ ધર્માંત્રાને જ પવિત્ર અને શાસ્ત્રગ્રંથ માને છે.
એસ્બસ ગ્રંથ ર ના સમય ઈ. સ. ના પહેલા સૈકાના અંતિમ ભાગથી શરૂ થતા મનાય છે. તેમાં ૧૬ પ્રકરણેા છે. તેમાં ૧, ૨, ૧૫, ૧૬ એ પ્રકરણા પ્રક્ષિપ્ત ગણાય છે. બાકીના ભાગમાં પેગબર એઝરાએ જોયેલાં સાત દૃશ્યાની વાત છે. એઝરા પેાતાના ધર્મબંધુએની દુઃખી સ્થિતિ તથા પાપી કાફરોના વિજય જોઈ શેાચ કરે છે. એટલે, રામન લોકોએ જેરુસાલેમનેા નાશ કર્યો ત્યાર પછી ઘેાડા વખત બાદ (ઈ. સ. ૮૧-૯૬) તે લખાયું હોવું જોઈએ. આખા ગ્રંથમાં ભારે વિષાદને ભાવ છવાયેલા છે. ચહૂદીઓને પરમેશ્વરે સદાચારી થવાની શરતે પેાતાના પ્રિય ગણી, તેમને સર્વોત્તમ પ્રદેશને ભાગવનારા બનાવવાનું વચન આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org