________________
હક અને ફરજો કહીએ છીએ. કોઈ બાબતને આપણે ખરાબ કહીએ તેને અર્થ એ છે કે, આપણે બધા લોકોને તેને તિરસ્કાર કરવાનું, તેને વિરોધ કરવાનું, અને તે પ્રમાણે ન વર્તવાનું કહીએ છીએ. આપણું વ્યાખ્યાનું વર્ણનાત્મક રૂપ બદલાઈને આપોઆપ જ આજ્ઞાર્થક થઈ જાય છે. અંતે સત્યમાત્ર મૂળે આજ્ઞાર્થક છે. તેને તમે જરા ઊંડે સુધી તપાસવાને પ્રયત્ન કરશે કે તરત કોઈ આજ્ઞા જ તમારા હાથમાં આવશે. સત્ય હંમેશાં સક્રિય રીતે પ્રવૃત્તિ કરવાની વિશા સૂચવે છે; નહિ કે અક્રિય રીતે ઝાલી રાખવાને કઈ મુકામ. તે વસ્તુ નહિ પણ યિા છે, ખાલી અસ્તિ-ભાતિત્વ નહિ પણ શક્તિ છે. આ વાત સામાજિક ફિલસૂફીને પણ લાગુ પડે છે. તેમાં પ્રતિપાદિત કરેલું દરેક સત્ય, તમે બેલ્યા તેની સાથે જ આજ્ઞારૂપ બની જાય છે.
તે જ પ્રમાણે નાગરિકતાની કે નાગરિકની વ્યાખ્યાને તેની ફરજો વિષેના, અર્થાત્ તેણે શું કરવું જોઈએ એ જાતના, વિધાનથી જુદી પાડી શકાય નહીં. નાગરિક થવું એને અર્થ જ એ કે, સક્રિય રીતે જવાબદાર માણસ બનવું – એ માણસ બનવું કે જેને કાંઈક કરવાનું છે, જેને કાંઈકે ફરજો છે. નાગરિક તેના બીજા નાગરિકબંધુઓ પાસેથી કેટલીય સેવાઓ મેળવે છે, રાજતંત્ર અથવા સમાજતંત્ર દ્વારા મળતા લાભો પણ ભેગવે છે, સામાજિક વારસાને તે નસીબદાર વારસ છે, કાયદાઓ વડે તે સંરક્ષાયેલો છે; તે પોતાના આંબાવાડિયાની છાયામાં સુરક્ષિતપણે બેસી શકે છે, તેને બિવરાવવાની કોઈની હિંમત નથી. પરંતુ પોતાના જાતિબંધુઓ પાસેથી લાભ મેળવનાર તરીકે, તેમ જ આગલા જમાનાના વારસ તરીકે તેને જે પ્રમાણમાં ફાયદો પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણમાં તેને જમાને તેની પાસેથી સેવાઓની પણ આશા રાખે છે. તેને મળતા લાભે જેમ જેમ વધે, તેમ તેમ તેની જવાબદારીઓ સ-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org