Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 288
________________ ટિપ્પણ પા. ૪: ૩ –(ઈ. સ. પૂ. ૪ર૭-૩૪૭) ગ્રીસને મહાન તત્વજ્ઞાની અને વિચારક. તેના જીવનકાળ દરમ્યાન તેનો દેશ એક ગંભીર કટેક્ટીમાંથી પસાર થતો હતો; રાજકારણમાં જ્યાંત્યાં બદફેલી, એશઆરામ, અને જેરજુલમનું રાજ્ય પ્રવર્યું હતું. આ બધાથી ઘણા પામી, તેણે એક આદર્શ રાજ્યવ્યવસ્થાનું પોતાને મનભાવતું ચિત્ર પિતાના સુપ્રસિદ્ધ ગ્રંથ “રિપબ્લિકમાં દેવું. તેમાં બધા લોકેને જીવનની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે, એવી વ્યવસ્થા તેણે વિચારી હતી; પરંતુ સમૃદ્ધિને ઘણું અનિષ્ટો અને દુર્ગાનું. મૂળ સમજી, કોઈ માણસ વધારે પડતો તવંગર ન બને તેની કાળજી રાખી હતી. જોકે અન્નવસ્ત્ર ઉત્પન્ન કરે, ઘેર બેસી શાંતિ અને સદાચારથી તે બધું ભેગવે, કુટુંબ સાથે આનંદ કરે, દેવતાઓનું સ્તવન-કીર્તન કરે, એકબીજા સાથે હળીમળીને રહે. કારીગરવર્ગ બધું કામકાજ કરે, સૈનિકવર્ગ બધાનું રક્ષણ કરે, અને શાસક્વર્ગ બધાનું પાલન કરે. બધી વ્યવસ્થાનો આધાર એ નાના શાસકવર્ગ ઉપર હોવાથી, તે વર્ગની કેળવણી અને ઉછેરનું તેણે પિતાના પુસ્તકમાં વિગતભર્યું વર્ણન આપ્યું છે. પ્લેટના આ પુસ્તકે, પછીના સમયમાં, આ જાતનાં આદર્શ સમાજવ્યવસ્થાનાં ઘણું કલ્પનાચિત્રોને પ્રેરણા આપી છે. પા. ૪: એચ. જી. વેસ-(૧૮૧૬–૧૯૪૬) ઈગ્લેંડને વિખ્યાત નવલકથાકાર. શરૂઆતમાં ડીક રોમાંચક નવલકથાઓ લખ્યા બાદ, ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૦૮ સુધીમાં તેણે કેટલાક સામાજિક નિબંધ લખ્યા. તેમાં તેણે ભવિષ્યની સમાજવ્યવસ્થા વિષે પિતાના વિચારોનું નિરૂપણ કર્યું. પછીથી તેણે તે વિષયની કેટલીક નવલકથાઓ લખી, અને તે કારણે તેની પ્રસિદ્ધિ સારી પેઠે થઈ. ગત યુરોપીય મહાયુદ્ધ પછી તેણે જગતના ઈતિહાસની રૂપરેખા દેરતું સુપ્રસિદ્ધ પુસ્તક લખ્યું. તે ઇગ્લંડની ફેબિયન સેસાયટીને સભાસદ રહ્યો હતો, અને ઈ. સ. ૧૯૨૨માં પાર્લમેંટના મજૂરપક્ષના ઉમેદવાર તરીકે ઊભે થયો હતો. ૧. એ સંસાયટીવાળાઓ બંધારણીય માર્ગોએ ધીરે ધીરે પ્રગતિ કરી, સમાજવાદ પ્રસ્થાપિત કરવાના મતના છે. , , ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336