Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ૨૭૦ સર્વોદયની જીવનકેળા ઈટન અને કેબ્રિજના અભ્યાસ દરમ્યાન તેમની કારકિર્દી બહુ જ્વલંત હતી. ૧૮૮૪ –-૮૮ સુધી તે ઈટનમાં “આસી. માસ્ટર નિમાયા હતા. ઈ. સ. ૧૮૮૯ થી ૧૯૦૪ સુધી તેમણે ઑકસફર્ડની હર્ટફર્ડ કોલેજમાં “ટટર” તરીકે કામ કર્યું હતું. ઈ. સ. ૧૮૯૩ થી ૧૯૧૦ સુધીમાં ઓકસફર્ડ તથા કૅબ્રિજમાં તે વારંવાર ખાસ ઉપદેશક નિમાયા હતા. ઈ. સ. ૧૯૦૭–૧૯૧૧ સુધીમાં તે કેબ્રિજમાં ખ્રિસ્તી ધર્મગુરુના શિક્ષણના અધ્યાપક નિમાયા હતા. તેમણે “સીઝરોના તંત્ર હેઠળનો સમાજ' (૧૮૮૬), “ઈટન લેટિન વ્યાકરણ”(રોલીન્સની સાથે ૧૮૮૯), “ખ્રિસ્તી ધર્માનુભવ' (૧૮૯૯), “શ્રદ્ધા અને જ્ઞાન” (૧૯૦૪) વગેરે પુસ્તક લખ્યાં છે. ધર્માનુભવ ઉપરનાં તેમનાં પુસ્તકે ખાસ પ્રખ્યાત છે. પા. ૩૩ : સ્વલ્ડ સ્પેશ્વ૨ ઃ (૧૮૮૦–૧૯૩૬) જર્મનીનો જાણીતો વિદ્વાન ફિલસૂફ. ૧૯૨૨માં તે લખેલ “પશ્ચિમને અધપાત” એ નામના પુસ્તકથી તેણે જર્મનીને તથા આખી પશ્ચિમી દુનિયાને ચમકાવી મૂકી. પિતાના તે પુસ્તકમાં સમગ્ર કાળ અને સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી વિશ્વની સંસ્કૃતિઓના ઇતિહાસ ઉપરથી માનવજાતિનું વર્તમાન સમજવાનો અને ભવિષ્ય ભાખવાનો તેણે સમર્થ પ્રયત્ન કર્યો છે. એ પુસ્તક પ્રગટ થતાંવેંત જ એકલા જર્મનીમાં તેની લાખ ઉપર નકલો ખપી ગઈ. પુસ્તકનું પ્રથમ પાનું ઉઘાડતાં જ લેખકના વિચારની સમૃદ્ધિ, માહિતીની વિશાળતા, કલ્પનાનું પ્રગલ્સ ઉડ્ડયન, નિર્ણયની નિશ્ચયાત્મક્તા, અને શૈલીનું પૌરુષ આપણું ધ્યાન ખેંચે છે, તથા આપણને ચમકાવી મૂકે છે. આખાં સૈકાઓનાં સૈકાઓ આપણી આંખ આગળથી પસાર થતાં જાય છે, અને પૃથ્વીના ગળા ઉપરની વિવિધ જાતિઓ અને તેમની સંસ્કૃતિઓ હાથમાંના બારની પેડે આપણે તપાસતા ચાલીએ છીએ. એક બાજુ આખા જગતના જ્ઞાનમાત્રને તલસ્પર્શી અભ્યાસ, અને બીજી બાજુ તે બધાને આવરી લેતો સહજ સમન્વય આપણને મુગ્ધ કર્યા વિના રહેતો નથી. લેખક કહે છે, ઈતિહાસ જે ફિલસૂફી પણ ન હોય, તો જાણવું કે, તેના લેખકે ખાલી કીડી-શ્રમ કર્યો છે. મોટા ભાગને ઈતિહાસ ભૂલભરેલે જ હોય છે. તે સ્થળ અને સમયના, કે ધર્મ અથવા રાજકારણના સંકુચિત દૃષ્ટિબિંદુથી લખાયેલો હોય છે, અને તેથી વાચકને એવું વ્યાપક દષ્ટિબિંદુ નથી આપી શકતા, કે જેથી ભૂતકાળનું જ્ઞાન વર્તમાનકાળને પ્રકાશિત કરે, અને ભવિષ્યકાળને ભાખી આપે. સમયની બાબતમાં આપણે પ્રાચીન”, “મધ્યયુગીન” અને “અર્વાચીન” એવા ગમે તેમ પાડેલા ભેદે કાલ્પનિક, ભૂલભરેલા તથા બેટા હોય છે. જેને આપણે પ્રાચીન સંસ્કૃતિ (જેમ કે, ગ્રીસની) કહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336