Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ ટિપ્પણુ પા. ૩૩ ૨૦૧ હોઈએ છીએ, તે સમગ્રતાની દૃષ્ટિએ જોઈએ તે મધ્યયુગીન અથવા પડતીના સમયની હોય છે. સ્થળની ખાખતમાં પણ, આપણા ‘જગત’ના ઇતિહાસ માટે ભાગે ‘ યુરોપ ’માં જ સમાઈ જતા હોય છે. તે ઇતિહાસમાં હિંદુસ્તાનદેશ ઇંગ્લેડે જીત્યા પૂરતી, અને ચાનદેશ અફીણના વેપાર પૂરતી અગત્ય મેળવે છે. વિશાળ એશિયાખંડને ‘ જગત'ના પાશ્ચાત્ય ઇતિહાસકારો માત્ર એકાદુ પ્રકરણ કમને આપે છે. સ્પેન્શરના વક્તવ્યનું કેન્દ્રબિંદુ આ છેઃ જગતની વિવિધ સંસ્કૃતિએ એક વૃક્ષ કે પુષ્પ જેવી વસ્તુઓ હોય છે. તે ઊગે છે, મેાટી થાય છે, પછી કરમાવા લાગે છે, અને અતે ખરી પડે છે. તેમના વિકાસને તથા તેમના આયુષ્યને કુદરતી મર્યાદા હાચ છે, જે દરમ્યાન તેમને જીવવું તથા મરવું પડે છે. તેમને પણ બાહ્ય, ચૌવન, આધેડણું અને વૃદ્ધાવસ્થા હોય છે. તેમને પણ ફૂટવાને વસંત કાળ, ફૂલવાના ગ્રીષ્મ કાળ, કરમાવાને પાનખર કાળ, અને ખરી જવાના શિશિર કાળ હોય છે. બધી સંસ્કૃતિએમાં એ જાતના કાળા આપણે પારખી શકીએ છીએ, અને સત્ર તે બધાનાં સરખાં જ લક્ષણા હોય છે. જેમ કે, સંસ્કૃતિની વસ ંતઋતુ મુખ્યત્વે કૃષિ-પ્રધાન હોય; તેના પાયા ગ્રામીણ અવ્યવસ્થા હોય. જીએ ઇજિપ્તના ઈ. સ. પૂ. ૩૪૦૦-૩૦૦૦ના કાળ; ચીનમાં ઈ. સ. પૂ. ૧૭૦૦-૧૩૦૦ના કાળ; હિંદુસ્તાનમાં ઈ. સ. પૂ. ૧૩૦૦-૧૨૦૦ના કાળ; ગ્રીસરામમાં ઈ. સ. પૂ. ૧૧૦૦-૮૦૦ના ‘ કાળ. ] તે વિજયયાત્રાઓના, સસ્થાનાની વસાહતાને, મહાકાવ્યાના કાળ હાય છે. ગ્રીષ્મ આવતાં શહેરના વસવાટને કાળ આવે છે. જોકે, હુન્નુ મેટાં નગરે નથી બન્યાં હતાં. તેએ અહીં તહીં જનપદ્મ ઉપર પ્રભુત્વ ભાગવતાં હોય છે; અને રાજકીચ તંત્ર ઠકરાતી હાય છે. [ઇજિપ્ત ઈ. સ. પૃ. ૨૯૦૦૨૪૦૦; ચીન ઈ. સ. પૂ. ૧૩૦૦-૮૦૦; હિંદુસ્તાન ઈ. સ. પૂ. ૧૦૦૦-૮૦૦; ગ્રીસરામ ઈ. સ. પૂ. ૭૦૦-૫૦૦] પાનખર ઋતુના કાળ એ પરિપકવ અવસ્થાની પ્રથમ ઋતુ છે. અને તેના અંતભાગમાં તે કરમાવાની મેાસમ બનતી જાય છે. ઠકરાતી વનું સ્થાન કેન્દ્રિત રાજ્યસત્તા લે છે, નગરો ઊભાં થાય છે, વેપારક્કા વધે છે, તથા જ્ઞાનને પૂજતી તર્કબુદ્ધિ વિકાસ પામે છે; ધ કરતાં વિજ્ઞાન અને ફિલસૂફીની ખેાલમાલા વધી જાય છે, અને નાસ્તિકતા તથા ક્રાંતિનાં બીજ રાષાય છે. ઇજિપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336