________________
ર૬૮
સર્વોદયની જીવનકળા તો તે નામશેષ થઈ ગયું. હવે તેને સ્થાને યુન” એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંધ નામે નવી સંસ્થા અસ્તિત્વમાં આવી છે.
પા. ૩ર બન્ડ રસેલઃ (જન્મ ઈ. સ. ૧૮૭૨). ઇગ્લેંડના વિનત વડાપ્રધાન લૉર્ડ જોન રસેલને પત્ર; અને અલ રસેલ ત્રીજે. ઇગ્લેંડને પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી, ફિલસૂફ, કેળવણીકાર, સમાજવાદી અને લગ્નસુધારક. શરૂઆતથી જ તેને ધર્માનુભવની ગૂઢતા પ્રત્યે ચીડ હતી. તે માનતો કે આ જગતનાં દુઃખે મોટે ભાગે આ ધાર્મિક ગૂઢવાદને આભારી છે. તે માનતો કે એ વસ્તુ વિચારને વમળમાં નાખી દઈ, મૂઢ બનાવી નાખનારી છે; નીતિશાસ્ત્રને પ્રથમ નિયમ “સીધે વિચાર કરવો એ હોવો જોઈએ. “આખી દુનિયા નાશ પામી જાય તે સારું, પણ હું કે બીજું કોઈ માનવ પ્રાણી કઈ જૂઠ ઉપર શ્રદ્ધા કરે એ
–એ વિચાર-ધર્મ છે; તેની ધીક્કી જ્વાળાઓમાં જગતને ઘણે કાટરડે બળી જશે.”
વિચારની સ્પષ્ટતા માટેની તેની આ ઝંખના તેને ગણિતશાસ્ત્ર તરફ ખેંચી ગઈ. એ ખાનદાન શાસ્ત્રની ગંભીર ચોકસાઈથી તે રોમાંચિત થઈ ગયો. તે કહે છે: ગણિતશાસ્ત્રને યોગ્ય રીતે નીરખીએ, તો તેમાં સત્ય છે એટલું જ નહીં પણ સૌંદર્ય છે. જોકે, એ સૌદર્ય શિલ્પકળાના સૌંદર્ય જેવું ઠંડું તથા કઠોર છે.”
ઉપરાંત ગણિતમાં વૈયક્તિક લાગણીવેડાને અવકાશ નથી, તથા તેનાં સત્ય પ્રત્યક્ષ છે, અને એ રીતે સનાતન તથા એકાંતિક છે. ફિલસૂફીએ પણ તે જ પ્રકારે ચોકસ કથન કરીને ગણિતશાસ્ત્રની સતા અને સંપૂર્ણતાએ પહોંચવાનું લક્ષ રાખવું જોઈએ.
ખ્રિસ્તી ધર્મમાં રસેલને ઘણું એવું જણાયું કે જે ગણિતશાસ્ત્રની પરિભાષામાં રજૂ ન કરી શકાય. તેથી તેણે તેના નીતિસિદ્ધાંતો સિવાયના ભાગને સંદતર ત્યાગ કર્યો. આ વિરોધોથી ભરેલા જગતમાં ઈશ્વરની કૃતિ જેવું શું છે? આ બધાં દેવ-દેવી અને સ્વર્ગ-નરકની બાલિશ આશા-આકાંક્ષાઓમાં “મુક્ત માણસ” કદી સંતોષ ન માની શકે. આ બધી દેવી કહેવાતી પાવિક શક્તિઓ કે જે માણસને હંમેશ માત કર્યા કરે છે, અને તેણે બાંધેલ દરેક ઘર કે સંસ્કૃતિને તોડી નાખે છે, તેમને આપણે પગે પડવું? કે માણસમાં પોતામાં રહેલી સર્જક શક્તિઓ કે જે નિષ્ફળતાઓનો સામનો કરી, કળાકૌશલ્ય વડે–ભલે ક્ષણિક પણ ભવ્ય–સૌંદર્ય ઊભું કરે છે, તેમને નમવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org