Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ સર્વોદયની જીવનકળા હીણપત માનતો. ઈ. સ. ૧૮૩૭માં તેનું સુપ્રસિદ્ધ પુસ્તક “ફ્રેંચ ફેલ્યુશન” પ્રસિદ્ધ થયું. ત્યાં સુધી તેને પોતાનાથી સારી સ્થિતિમાં ઊછરેલી, પરંતુ પ્રેમી પત્ની સાથે, ભારે મુશ્કેલીમાં વખત કાઢવો પડ્યો. ત્યાર બાદ તેની કીર્તિ જામી, અને તેની મુશ્કેલીઓ કાંઈક અંશે દૂર થઈ. તેના જીવનકાળ દરમ્યાન તેના દેશની સમાજસુધારણામાં તેનો ફાળો ઘણો મટે છે. ૧૯મી સદીને બે સરખા ભાગમાં વહેંચી શકાય છેઃ પહેલાં પચાસ વર્ષ સામાજિક દૃષ્ટિએ જોઈએ તો ખંડનાત્મક-નિષેધાત્મક હતાં; વ્યક્તિને મુક્ત કરવી એ તેનો મુદ્રાલેખ હતો; પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ, વેપારસ્વાતંત્ર્ય, હરીફાઈ, અને વ્યક્તિવાદ, એ તેનાં મુખ્ય ફળ છે. પછીનાં પચાસ વર્ષ સામાજિક દૃષ્ટિએ વિધાનાત્મક રચનાત્મક હતાં. વ્યક્તિવાદની પરિપૂર્તિરૂપે સામાજિક સંગઠિતતા ઉપર તે દરમ્યાન ભાર મુકાયો હતો; સંગઠન, સહકાર, ઇજારે, કેંદ્રિતતા અને સમાજવાદ એ તેનાં મુખ્ય ફળ છે. કાર્બાઈલ પ્રથમ વિભાગને છે, પરંતુ તેનામાં બીજા વિભાગની પણ ઓછી અસર નથી. તે પિતે વ્યક્તિવાદી હતો; પણ તેનાં લખાણો અવ્યાકૃત અવસ્થાને સમાજવાદથી ભરપૂર છે. કોઈ પણ અનિષ્ટ કે અનાચારની ટીકા કરવામાં તે જોન ધી બેપ્ટિસ્ટ જેવો હતો. જગતમાં ઈશ્વરને પાછો લાવવાની જરૂર કેટલી બધી છે, તે શોધીને પોતાના જમાનાને તે જાહેર કરવું એ તેનું જીવનકાર્ય હતું. અને એ આખા સૈકામાં તે કામ તેના જેવું બીજા કોઈએ પાર પાડ્યું નથી. “આપણે ઈશ્વરને ભૂલી ગયા છીએ.” એ જ કાર્બાઈલના પિકારનું આદિ તેમ જ અંત-વાક્ય હતું, પિતાના જમાનાના બધા દંભને પાર તેની તીણ દષ્ટિ પામી ગઈ હતી. અને તેણે જરા પણ રહેમદિલી બતાવ્યા વિના તેમને ઉઘાડા પાડયા છે. માંચેસ્ટરના નવા ઔદ્યોગિક અર્થશાસ્ત્રની તુચ્છતા, સ્વાર્થ પરાયણતા, અને શસ્થતા તેણે બતાવી આપી. જે જે વાદળોએ ઈશ્વરને જગતથી ઢાંકી દીધું હતું, તે બધાંના તેણે ગેટેગોટ ઉરાડી દીધા. સૌથી વધારે તો, તેણે માણસમાં ઈશ્વર નીરખે. “તું પણ માણસ છે!”, “ઈશ્વરનો પ્રાણ તારામાં રહે છે, આ જગતમાં તું તારા સ્વભાવનો સર્વાગીણ વિકાસ કરવા અર્થે આવે છે, તારું શરીર , તે દેવમંદિર છે,” એ તેના મંતવ્યનું ધ્રુવપદ છે. પા. ૨૦ઃ રાષ્ટ્રસંધઃ ગત યુપીય મહાયુદ્ધ બાદ, વર્ષાઈની સંધિની શરતો અનુસાર, ૧૯૨૦માં સ્થપાયેલું, જુદાં જુદાં રાષ્ટ્રનું મંડળ. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં હતું. પ્રમુખ વિલ્સને રજૂ કરેલા ૧૪ મુદ્દાઓમાં આ સંધ સ્થાપવાનો મુદ્દો ૧૪મો હતો. પરંતુ અમેરિકાની કોંગ્રેસે વસઈની સંધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336