________________
૧૮૪
સર્વોદયની જીવનકળા દરદીઓની સલાહ મુજબ કરવા જેવું, અથવા કઈ રણસંગ્રામને
મૂહ લશ્કરના નાના મોટા તમામ માણસને પૂછીને બહુમતીથી નક્કી કરવા જેવું કહેવાય. જોકે એ ઉપમાઓ પણ મૂળ દાખલાની પરિસ્થિતિની ગંભીરતાને બરાબર વ્યક્ત કરે છે એમ ન જ કહેવાય. અને છતાં ઉદ્યોગોને આજના પ્રજાકીય તંત્રને સોંપવામાં આવે જ, તે બેમાંથી એક પરિણામ જરૂર નીપજે કાં તે તે તંત્ર જ ભાગી પડે; અથવા પેલે ઉદ્યોગ દેવાળું કાઢે. મોટે ભાગે એ બંને વસ્તુઓ સાથે જ બને એ સંભવ વધારે છે.
ઉદ્યોગમાં પણ લોકશાસનની પદ્ધતિ કાયમ રાખવી હોય, તે તેને પાયે ધરમૂળથી બદલી નાખવું પડે. અત્યારે તે લકે પોતે જ્યાં રહેતા હોય છે તે વિશિષ્ટ સ્થળ કે પ્રદેશ અનુસાર મત આપે છે. તેઓ કયા ઉદ્યોગમાં કામ કરે છે, તે વસ્તુસ્થિતિ સાથે તે વસ્તુને કશે સંબંધ હોતો નથી. પરંતુ ઔદ્યોગિક લોકશાસનમાં તે કામદારેએ પોતે કયા વિભાગ કે સ્થળમાં રહે છે એ દૃષ્ટિએ મત આપવાને બદલે, પિતે કયા ધંધામાં કામ કરે છે, એ દષ્ટિએ મત આપવા જોઈએ. અમેરિકામાં તો ન્યૂયોર્કના ડૉ. ફલીક્સ ઍડલર* જેવા વિચારકેને એક સમુદાય થોડો વખત થયાં પિોકાર્યા કરે છે કે, ઔદ્યોગિક લેકશાસનના એકમાત્ર શક્ય પાયા તરીકે અત્યારના પ્રાદેશિક મતાધિકારને બદલે ધંધાદારી મતાધિકાર સ્વીકારો જોઈએ. એ પદ્ધતિ વ્યવહારુ છે કે નહિ, તે બાબતમાં શંકા હોઈ શકે; તેને દાખલ કરવાનું મુશ્કેલ પણ હોઈ શકે; પરંતુ ઔદ્યોગિક વહીવટમાં કંઈક અંશે પણ લોકમતાધિકાર દાખલ કરવો હોય, તો તે સિવાય બીજે કંઈ રસ્તે જ દેખાતો નથી. પરંતુ એ પદ્ધતિ સ્વીકારીએ તે પણ બધું સહેલાઈથી પતી જાય એમ લાગતું નથી. કારણ કે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org