________________
૨૮
સર્વોદયની જીવનકળા ધિકારતે હેાય છે? તેનું કુદરતી વલણ પડેશને મદદગાર નીવડવાનું હોય, કે તેના માર્ગમાં નડતર ઊભું કરવાનું? તે પિતાના પાડોશીની હાજરીથી ખુશ થાય છે, કે તે દૂર રહે એમ ઈચ્છે છે?
સત્તરમા સૈકામાં થઈ ગયેલા ચૅમસ હોમ્સ નામના ફિલસૂફને દઢ અભિપ્રાય હતો કે, માણસની પોતાના પડોશી પ્રત્યેની કુદરતી લાગણી વિરોધની હોય છે અર્થાત મિત્રાચારીભરી હોવાને બદલે દ્વેષભરી વધુ હોય છે. હોમ્સને મતે શ્રેષભાવ નૈસર્ગિક મનુષ્યના જીવનને ત્રણ ચતુર્થાંશ ભાગ રેકે છે; અને પ્રેમભાવ બાકીનો રહૈ સો ભાગ. હોમ્સને મતે રાજ્યવ્યવસ્થા પણ માણસોએ એટલા માટે ઊભી કરી છે કે, પોતાના એકબીજા પ્રત્યેના તીવ્ર અણગમાને કારણે આવતાં માઠાં પરિણામોમાંથી બચી શકાય. એ સિદ્ધાંત બહુ આકર્ષક નથી, પરંતુ એટલું કબૂલ કરવું જોઈએ કે, પછીની રાજકીય વિચારસરણી ઉપર હોમ્સ પિતાની ઊંડી અસર મૂકતે ગમે છે. તે કહે છેઃ
ન્યાય, નિષ્પક્ષપાતતા, નમ્રતા, દયા તેમ જ “બીજાઓ આપણી પ્રત્યે જેવી રીતે વર્તે એવું આપણે ઈચ્છતા હોઈએ, તેવું આપણે બીજા પ્રત્યે વર્તવું જોઈએ, એ જાતના
કુદરત”ના નિયમનું પાલન કરાવનાર કોઈ સત્તાનો ડર ન હોય, તે એમ ને એમ તે આપણી સ્વાભાવિક વૃત્તિઓ આપણને પક્ષપાત, અભિમાન, વેરની વસૂલાત વગેરે તરફ જ લઈ જાય . . . તરવારના ભય વિનાના કરારે નમું થુંક ઉરાડવા બરાબર છે, તેમની કશી કિંમત નથી.”
એક સૈકા બાદ ફ્રાંસમાં રૂસોએ તેથી ઊલટો જ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. તેના મત મુજબ માણસ સ્વભાવથી જ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org