________________
૨૭
સહકાર પ્રતીક તરીકે એન્ડીઝ પર્વતની ટોચ ઉપર ઊભું કરવામાં આવેલું કાઈસ્ટનું બાવલું તથા તેની નીચે કોતરવામાં આવેલા ગંભીર શબ્દો પણ તે બે પ્રજાઓને પોતાની મિત્રાચારી ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતામાંથી છુટકારે નથી આપતાં. પરંતુ તે તે તેમને – અને એ રીતે બધી પ્રજાઓને
– વળી વધારે પ્રયત્નશીલ રહેવાને તથા એ સંબંધ ટકાવી રાખવામાં માણસાઈ દાખવવાને સતત ટકર્યા કરે છે. કારણ કે, મેં વારંવાર ક ા કર્યું છે તેમ, નાના કે મોટા સ બંધ બાંધવા એ કંઈ મુશ્કેલ કામ નથી–જોકે ઘણી વાર તે તે પણ મુશ્કેલ હોય છે, પરંતુ એક વાર સંબંધ બાંધ્યા પછી તેમને કાયમ તથા ફળપ્રદ રાખવા એ ખાસ મુશ્કેલ હોય છે. થોડા વખત પહેલાં એક પ્રસિદ્ધ લેખકે લખ્યું હતું કે, “પતાની જાતને વારંવાર ઝા વરતી શ્રદ્ધા, એનું નામ જ બુદ્ધિ”. તે જ પ્રમાણે આપણે પણ કહી શકીએ કે, પોતાની જાતને વેઠવ્યા વરતો સહકાર એનું નામ જ સામાજિક જીવન. અલબત્ત, એ બહુ મુશ્કેલ કામ તો છે જ.
એ મુશ્કેલી, જે પ્રમાણમાં એ સંબંધને વ્યાપ વધતે જાય, કે તેના વડે જોડાતા માણસના સંકલપિની તથા તેમના જુદા જુદા સ્વાર્થોની સ ખ્યા વધતી જાય, એટલું જ નહીં પણ, તેથીય વધારે , કાળ જેમ જેમ પસાર થતો જાય, તેમ તેમ વધતી જાય છે. સંબંધોનો મોટો દુશ્મન કાળ છે. લગ્નસંબધમાં બને છે તેમ, એ સંબંધથી જોડાનારા પક્ષે એક ને એક જ હોય, તોપણ, એ સંબંધ શરૂઆતમાં જે સંજોગેમાં બંધાયો હોય, તેથી કેટલાય જુદા સ જેમાં એને ટકાવી રાખવું પડે છે. પરંતુ સંજોગો બદલાવાથી ઊભી થતી મુશ્કેલી, જ્યારે તે સંબંધ બાંધનારા માણસે પણ બદલાય છે, ત્યારે ઓછામાં ઓછી બમણું થઈ જ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org